YouVersion Logo
Search Icon

સભાશિક્ષક 1

1
1આ સભાશિક્ષકનાં વચનો છે. તે તો દાવિદનો પુત્ર અને યરુશાલેમનો રાજા હતો.
2તત્ત્વચિંતક કહે છે: મિથ્યા જ મિથ્યા. મિથ્યા, અતિ મિથ્યા. બધું જ મિથ્યા છે. 3આ પૃથ્વી પર માણસ જે બધો શ્રમ ઉઠાવે છે તેનાથી તેને શો લાભ થાય છે? 4એક પેઢી આવે છે અને બીજી પેઢી જાય છે. છતાં પૃથ્વી તો સદા એવીને એવી જ રહે છે. 5સૂર્ય ઊગે છે અને અસ્ત થાય છે. વળી, તે પાછો પોતાના સ્થાને પહોંચી જઈ ફરીથી ઊગે છે. 6પવન દક્ષિણ તરફ જાય છે અને પાછો વળીને ઉત્તર તરફ જાય છે. એમ તે નિરંતર ચક્રાકાર ફર્યા કરે છે. આમ તે પોતાના માર્ગમાં જ પાછો આવે છે. 7પ્રત્યેક સરિતા સાગરમાં જઈ મળે છે, છતાં સાગર છલકાઈ જતો નથી. પાણી પાછું નદીઓના ઊગમસ્થાને જાય છે અને ત્યાંથી વહેવા માંડે છે. 8સર્વ વસ્તુઓ શબ્દોમાં વર્ણવી ન શકાય તેટલી કંટાળાજનક છે. આંખ જોઈ જોઈને પણ ધરાતી નથી અને કાન સાંભળી સાંભળીને પણ ધરાતા નથી. 9અગાઉ જે બન્યું છે તે જ પાછું બનશે; અગાઉ જે કરવામાં આવ્યું છે તે જ પાછું કરાશે. પૃથ્વી પર સાચે જ નવું કશું નથી. 10“આ તો નવું છે,” એમ માણસ કહી શકે એવું કશું છે? 11ભૂતકાળમાં જે કંઈ બન્યું છે તેને વર્તમાનમાં કોઈ સંભારતું નથી, અને હવે પછી જે થનાર છે તેને પછીની પેઢીઓ પણ યાદ રાખનાર નથી.
જ્ઞાનની વ્યર્થતા
12મેં તત્ત્વચિંતકે યરુશાલેમમાંથી ઇઝરાયલ પર રાજ્ય કર્યું છે. 13પૃથ્વી પર કરાતાં કાર્યોનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવા અને તેમનું રહસ્ય સમજવા મેં મારું મન લગાડયું છે. ઈશ્વરે મનુષ્યોને કાર્યરત રાખવા કષ્ટદાયક બોજ આપ્યો છે. 14પૃથ્વી પર થતાં સર્વ કાર્યો મેં જોયાં છે. તે સર્વ મિથ્યા અને હવામાં બાચકા ભરવા જેવાં છે. 15જે વાંકું છે તે સીધું કરી શક્તું નથી અને જેની હયાતી જ નથી તેને ગણતરીમાં લઈ શક્તું નથી. 16મેં મારી જાતને કહ્યું, “યરુશાલેમમાં તારી અગાઉ થઈ ગયેલા સર્વ રાજાઓ કરતાં તેં અધિક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને તને જ્ઞાનનો તથા વિદ્યાનો વિશાળ અનુભવ છે.” 17જ્ઞાન અને મૂર્ખતા, શાણપણ અને પાગલપણા વચ્ચેનો તફાવત સમજવા મેં નિશ્ર્વય કર્યો. પણ મને સમજાયું કે તે પણ હવામાં બાચકા ભરવા જેવું છે. 18અધિક જ્ઞાન એટલે અધિક ચિંતા અને અધિક વિદ્યા એટલે અધિક શોક.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy