YouVersion Logo
Search Icon

યોહાનનો પહેલો પત્ર 1

1
જીવનનો શબ્દ
1અમે તમારા પર જીવનના શબ્દ વિષે લખીએ છીએ. તેનું અસ્તિત્વ શરૂઆતથી જ હતું. અમે તેને વિષે સાંભળ્યું છે અને અમારી પોતાની આંખે તે જોયું છે. અમે તે જોયું છે અને અમારા હાથે તેનો સ્પર્શ કરેલો છે. 2આ જીવન દૃશ્યમાન થયું ત્યારે અમે તેને જોયું; તેથી અમે તેને વિષે સાક્ષી પૂરીએ છીએ. ઈશ્વરપિતા સાથે જે સાર્વકાલિક જીવન હતું અને જે અમને જણાવવામાં આવ્યું તે વિષે અમે તમને કહીએ છીએ. 3અમે જે સાંભળ્યું અને જોયું તે જ અમે તમને જણાવીએ છીએ, જેથી ઈશ્વરપિતા અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે અમારી જે સંગત છે તેમાં તમે પણ સામેલ થાઓ. 4અમારો આનંદ સંપૂર્ણ થાય તે માટે જ અમે આ લખીએ છીએ.
ઈશ્વર પ્રકાશ છે
5ઈશ્વરના પુત્ર મારફતે અમે જે સંદેશો સાંભળ્યો અને જે અમે તમને જાહેર કરીએ છીએ તે આ છે: ઈશ્વર પ્રકાશ છે અને તેમનામાં અંધકાર છે જ નહિ. 6તેથી જો આપણે કહીએ કે આપણે તેમની સાથે સંગત ધરાવીએ છીએ અને તેમ છતાં અંધકારમાં જ જીવતા હોઈએ તો પછી આપણે આપણાં શબ્દો અને કાર્યો દ્વારા જૂઠું બોલીએ છીએ. 7પણ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથેની સંગતમાં રહીએ છીએ અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.
8આપણામાં પાપ નથી એવું જો આપણે કહીએ તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ અને આપણામાં સત્ય નથી. 9પણ જો ઈશ્વર સમક્ષ આપણે આપણાં પાપ કબૂલ કરીએ તો તે આપણાં પાપની ક્ષમા આપશે અને આપણને બધાં દુષ્કર્મોથી શુદ્ધ કરશે, કારણ, તે વિશ્વાસુ તથા ન્યાયી છે. 10જો આપણે એવું કહીએ કે આપણે પાપ કર્યું જ નથી તો આપણે ઈશ્વરને જૂઠા ઠરાવીએ છીએ અને આપણે તેમનો સંદેશો આપણા જીવનમાં ઉતાર્યો નથી.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy