રોમનોને પત્ર 14
14
તારા ભાઈનો ન્યાય ન કર
1 #
કલો. ૨:૧૬. વિશ્વાસમાં જે નબળો હોય તેનો અંગીકાર કરો, પણ શંકા પડતી બાબતોના વાદવિવાદને માટે નહિ. 2કોઈનો વિશ્વાસ તો એવો છે કે તે બધુંયે ખાય છે, પણ કોઈ તો [વિશ્વાસમાં] નબળો હોવાથી શાકભાજી જ ખાય છે. 3જે ખાય છે તેણે ન ખાનારને તુચ્છ ન ગણવો. અને જે ખાતો નથી તેણે ખાનારને દોષિત ન ઠરાવવો; કારણ કે ઈશ્વરે તેનો અંગીકાર કર્યો છે. 4તું કોણ છે કે બીજાના ચાકરને દોષિત ઠરાવે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના ધણીના હાથમાં છે. પણ તેને ઊભો રાખવામાં આવશે, કેમ કે પ્રભુ તેને ઊભો રાખવાને સમર્થ છે.
5કોઈએક તો અમુક દિવસને બીજા કરતાં વધારે [પવિત્ર] ગણે છે, અને બીજો સર્વ દિવસોને સરખા ગણે છે. દરેકે પોતપોતાના મનમાં સંપૂર્ણ ખાતરી કરવી. 6[અમુક] દિવસને જે [પવિત્ર] ગણે છે તે પ્રભુની ખાતર [તેને પવિત્ર] ગણે છે. જે ખાય છે તે પ્રભુની ખાતર ખાય છે, કેમ કે તે ઈશ્વરનો આભાર માને છે. જે નથી ખાતો તે પ્રભુની ખાતર નથી ખાતો, અને ઈશ્વરનો આભાર માને છે. 7કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી, અને કોઈ પોતાને અર્થે મરતો નથી. 8કારણ કે જો જીવીએ છીએ, તો પ્રભુની ખાતર જીવીએ છીએ; અથવા જો મરીએ છીએ, તો પ્રભની ખાતર મરીએ છીએ. તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ, તોપણ આપણે પ્રભુના જ છીએ. 9કેમ કે મૂએલાં તથા જીવતાં બન્નેનો તે પ્રભુ થાય, એ જ હેતુથી ખ્રિસ્ત મરણ પામ્યા, અને પાછા સજીવન થયા. 10પણ તું પોતાના ભાઈને કેમ દોષિત ઠરાવે છે? અથવા તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે? કેમ કે #૨ કોરીં. ૫:૧૦. આપણને સર્વને ઈશ્વરના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે. 11લખેલું છે,
“પ્રભુ કહે છે કે, #યશા. ૪૫:૨૩. મારા જીવના સમ કે,
દરેક ઘૂંટણ મારી આગળ
વાંકો વળશે, અને
દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે.”
12એ માટે આપણ દરેકને પોતપોતાનો હિસાબ ઈશ્વરને આપવો પડશે.
તમારા ભાઈને પડવા ન દો
13તો હવેથી આપણે એકબીજાને દોષિત ઠરાવીએ નહિ. પણ તેના કરતાં કોઈએ પોતાના ભાઈના માર્ગમાં ઠેસ કે ઠોકરરૂપ કશું મૂકવું નહિ, એવો નિશ્ચય કરવો, તે સારું છે. 14હું જાણું છું, અને પ્રભુ ઈસુમાં મને પૂરેપૂરી ખાતરી છે કે, કોઈ પણ [ચીજ] જાતે અશુદ્ધ નથી; પરંતુ જેને જે કંઈ અશુદ્ધ લાગે છે તેને તે અશુદ્ધ છે. 15પણ જો તારા ભોજનને લીધે તારા ભાઈને ખેદ થાય છે, તો તે બાબતમાં તું પ્રેમના નિયમ પ્રમાણે વર્તતો નથી. જેને માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, તેનો નાશ તું તારા ભોજનથી ન કર. 16તેથી તમારું જે સારું છે તે વિષે ભૂંડું બોલાય એવું થવા ન દો. 17કેમ કે ઈશ્વરનું રાજય તો ખાવાપીવામાં નથી; પણ ન્યાયીપણું, શાંતિ અને પવિત્ર આત્માથી [મળતો] આનંદ, તેઓમાં છે. 18કેમ કે એ [બાબત] માં જે ખ્રિસ્તની સેવા કરે છે, તે ઈશ્વરને પસંદ તથા માણસોને માન્ય થાય છે.
19તેથી જે [બાબતો] શાંતિકારક છે તથા જે વડે આપણે એકબીજામાં સુધારોવધારો કરી શકીએ એવી બાબતોની પાછળ આપણે લાગુ રહેવું. 20ખાવાને કારણે ઈશ્વરનું કામ તોડી પાડો નહિ, બધું શુદ્ધ છે ખરું, પણ તે ખાવાથી જેને ઠોકર લાગે છે તે માણસને તે ભૂંડું છે. 21માંસ ન ખાવું, દ્રાક્ષારસ ન પીવો, અને બીજી જે કોઈ બાબતથી તારો ભાઈ ઠેસ ખાય છે, [અથવા ઠોકરાય છે, અથવા નિર્બળ થાય છે] તે ન [કરવું] એ તારે માટે ઘટિત છે. 22જે વિશ્વાસ તને છે તે તારા પોતાનામાં ઈશ્વરની સમક્ષ રાખ. પોતાને જે વાજબી લાગે છે, તે બાબતમાં જે પોતાને દોષિત ઠરાવતો નથી તેને ધન્ય છે. 23પણ જેને જે વિષે સંદેહ છે તે જો તે ખાય છે તો તે દોષિત ઠરે છે, કેમ કે તે વિશ્વાસથી [ખાતો નથી]. અને જે બધું વિશ્વાસથી નથી તે તો પાપ છે.
Currently Selected:
રોમનોને પત્ર 14: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.