જો પવિત્રશાસ્ત્રમે લેખલો હાય કા, “માયુહુ તુલે બાદી જાતિ લોકુ આગલો ડાયો ઠેરવ્યોહો.” પરમેહેરુ નજરીમે ઇબ્રાહીમ આપુ આગલો ડાયો હાય. તીયાહા તીયા પરમેહેરુપે વિશ્વાસ કેયો જો મોલાહાને ફાચો જીવતો કેહે, આને જે વસ્તુ હાયજ નાહ, તીયુ વસ્તુ નામ ઈયુ રીતીકી લેહે માનીલ્યા કા તે વસ્તુ હાય.