ઓ દોષ લાગવુનારાહા, તુ જો એહેડે-એહેડે કામે કેનારાપે દોષ લાગવોહો, આને પોતે તે કામે કીહો, કાય ઇ હોમજોહો કા તુ પરમેહેરુ દંડુ હુકુમુ વાચાય જાહો? કાય તુ પરમેહેરુ ભલાય આને તીયા સહનસીલતા, આને ધીરજરુપી મિલકતુલે નક્કામો જાંહો? કાય ઇ નાહ હોમજુતો કા પરમેહેરુ ભલાય તુલે પાસ્તાવો કેરા હિક્વેહે?