ઇસ્રાએલી લોકુ એક હારા જેતુનુ ચાળવા હોચે હાય, આને ઇબ્રાહીમ, ઇસાક, આને યાકુબ તીયા ચાળવા મુલા સમાન હાય. તે થોડયાક ડાલખ્યા વાટી ટાકવામે આલ્યા, આને તુમુહુ અન્યજાતિ લોક જે જંગલી જેતુનુ ચાળવા હોચે હાય, તીયા હારા જેતુનુ ચાળવામે કલમ કેરામે આલાહા. ઈયા ખાતુરે જીયુ રીતીકી તીયુ ડાલ્ખીહીને જે હારે જેતુનુ ચાળવા રસુકી ફાયદો મીલીહે, ઈયા ખાતુરે તુમનેહે બી યહુદી લોકુ આગલા ડાયા લીદે આશીર્વાદ મીલી. ઈયા ખાતુરે તુમુહુ કલમ કેલી ડાલખ્યા હાય, જે ડાલખ્યા વાટી ટાકવામે આલ્યાહા પેન તીયુપે ઘમંડ માઅ કીહા તા ઇ જાંયલ્યા, કા મુલેં ડાલખી આધારુપે નાહ રેતી, પેન ડાલખ્યા મુલાં આધારુપે રેહે.