ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

એક નાના છોકરાને પૂર્ણકાલીન સેવા માટે ઈશ્વરની આગળ મંદિરમાં સમર્પિત કરવામાં આવ્યો હતો અને તેનું માર્ગદર્શન એક વયોવૃધ્ધ યાજક કરનાર હતા. આ માળખામાં ઈશ્વર સૌથી પહેલા શમુએલની સાથે વાતચીત કરે છે. તે મોટો થઈને ઈશ્વરનો એક મહાન પ્રબોધક થયો, એવો મહાન કે તેનું એકે વચન નિષ્ફળ જતું નહોતું. તેની પાછળનો ભાવાર્થ કદાચ આવો હોય શકે કે તેની પાસે એવા કાન હતા જે ઈશ્વરની વાણીને સાંભળવાને એવી રીતે ટેવાયેલાં હતા કે તે જે સઘળું બોલતો તે ઈશ્વરની મારફતે તેને આપવામાં આવતું એ માટે તે શબ્દો વ્યર્થ કે નિષ્ફળ જાય એવો કોઈ અવકાશ રહેતો નહોતો. શું તે અજાયબ નથી ? શમુએલનું કામ સરળ નહોતું કેમ કે તે એવા લોકોની સેવા કરી રહ્યો હતો જેઓના હૃદય વંઠી ગયેલાં હતા. આખરે તેઓએ તેને કહ્યું કે તેઓને એક રાજા જોઈએ છે. તેઓએ જે કહ્યું નહોતું પરંતુ પૂરો ઈરાદો આવો રાખ્યો હતો કે તેઓને હવે સૂચન અને માર્ગદર્શન માટે શમુએલનાં મુખમાંથી બોલવામાં આવતા ઈશ્વરનાં વચનની જરૂર નહોતી. તેઓ કોઈ એવા વ્યક્તિની અપેક્ષા રાખતા હતા જે તેઓની આસપાસનાં દેશોની માફક તેઓને યુધ્ધમાં મોખરે રહીને દોરી જાય અને તેઓ પર રાજ કરે. ઈશ્વર તેઓને અલગ કરવા માંગતા હતા એવા સમયે તેઓ બીજી પ્રજાઓ જેવા થવાની ઈચ્છા રાખતા હતા.
શમુએલ તે નકારની ભાવનાઓમાંથી પસાર થઇ રહ્યો હતો એવા સમયે ઈશ્વર તેને ખાતરી કરાવે છે કે તેઓ શમુએલને નહિ પરંતુ તેમનો નકાર કરી રહ્યા હતા. ઇઝરાયેલનાં પહેલા રાજા તરીકે શાઉલનો અભિષેક કરવા ઈશ્વર જયારે તેને આજ્ઞા આપે છે ત્યારે શમુએલ તે મુજબ કરે છે પરંતુ ઇઝરાયેલનો રાજા તેઓ પાસેથી શું માંગણી કરશે તે અંગેની ચેતવણી આપ્યા વિના તે તે કામ કરતો નથી. શમુએલે તેની સાંભળવાની કળાને તેના સમગ્ર જીવન દરમિયાન એવી તેજદાર બનાવી હતી કે ઈશ્વરના આત્માની સંગતીની બહાર તે કદી થતો નથી.
પોતાને પૂછવાનાં સવાલો:
તમારા માટે દેખીતી રીતે જ તેમની જે ઈચ્છા નથી એવું ઈશ્વરની પાસેથી તમે શું માંગી રહ્યા છો ?
પવિત્ર આત્માની વાણી પ્રત્યે તમે કેટલાં ટેવાયેલાં છો ?
તમારી લાગણીઓ સુધી પહોંચવા માટે શું તમે પવિત્ર આત્માને મંજૂરી આપી છે કે જેથી તેઓનો અનુભવ કરવા અને જે બિનજરૂરી છે તેને કાઢી મૂકવા તે તમને મદદ કરી શકે ?
读经计划介绍

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.
More