ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

40天中的第8天

જયારે તે દ્રાક્ષાકુંડમાં સંતાઈને ઘઉં ઝૂડતો હતો ત્યારે પ્રભુનો એક દૂત ગિદીયોનની સાથે વાત કરે છે તે જોવું ઘણું આશ્ચર્યજનક લાગે છે. દેખીતું છે કે તે મિધ્યાનીઓથી ડરેલો હતો અને ભયસૂચક સમયમાં તે કામ કરી રહ્યો હતો અને તેમ છતાં તેને “પરાક્રમી શૂરવીર પુરુષ” કહેવામાં આવ્યો છે. જોરદાર ! આપણે પોતાને જોઈએ છીએ તેના કરતા તદ્દન ભિન્ન રીતે ઈશ્વર આપણને જુએ છે. આ વાતનું નિરીક્ષણ કરવાની બાબત પણ રોચક છે કે દૂત ગિદીયોનને કહે છે “ઈશ્વર તારી સાથે છે” અને તેના પ્રત્યુતરમાં તે સવાલ પૂછે છે, “જો પ્રભુ અમારી સાથે છે તો, પછી આ સઘળું અમારા પર કેમ વીત્યું છે ?” ગિદીયોન માત્ર તેના માટે જ નહિ પરંતુ તેના લોકો માટે પણ સવાલ પૂછી રહ્યો હતો. તે લીડરશીપનું ચિહ્ન છે અને તે ચિહ્ન તેણે તેના પોતાના જોયું તેના પહેલાં ઈશ્વરે જોઈ લીધું હતું. ઈશ્વરની વાતની કસોટી ગિદીયોન દરેક પગલે કરે છે તેમ છતાં ઈશ્વર ઘણી ધીરજ રાખે છે અને દરેક સમયે ઈશ્વર તેને જવાબ આપે છે.

મિધ્યાનીઓની વિરુધ્ધમાં યુધ્ધ કરવા માટે ગિદીયોનને ક્રમબધ્ધ રીતે દોરવામાં આવે છે અને તે યુધ્ધ માટેની ભલે ઘણી વિચિત્ર રીત હોવા છતાં તે સર્વમાં ઈશ્વરનો હાથ નજરે પડે છે.યુધ્ધને માટે સિપાઈઓની પસંદગી કરતી વખતે પણ ઈશ્વર હસ્તક્ષેપ કરે છે કારણ કે તે ઈચ્છા રાખે છે કે ઇઝરાયેલ ફરીથી ફૂલાશ ન મારે અને પોતાનાં માર્ગ પરથી ખસી ન જાય. યુધ્ધક્ષેત્રમાં તે દિવસે એક મોટી જીત હાંસિલ થઇ હોવા છતાં ગિદીયોને સારી રીતે પૂર્ણાહૂતિ કરી નહોતી. તે ઇઝરાયેલને મૂર્તિપૂજામાં ઘસડી લઇ જાય છે અને તે તેના પરિવાર માટે ફાંદારૂપ થઇ પડયું.

પોતાને પૂછવાનાં સવાલો:
મારા જીવનમાં શું કોઈ ગુપ્ત કૃપાદાન છે કે જેને ઈશ્વર આ સમયે બહાર પ્રગટ કરવાની ઈચ્છા રાખે છે ?
આજે શું કહીને ઈશ્વર તમને તેડી રહ્યા છે ? પરાક્રમી શૂરવીર પુરુષ/સ્ત્રી ? પ્રિય ?
તેમના સાદને સાંભળો. સારી રીતે પૂર્ણાહૂતિ કરવા શું હું સમર્પિત છું ?

读经计划介绍

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More