ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

40天中的第35天

માર્થાએ તેણીના ઘરમાં ઈસુને આવકાર આપ્યો અને પૂરી તકેદારી રાખી કે તેમને કશાની ખોટ પડે નહિ. દેખીતી રીતે જ તેણી એક મહાન રીતે યજમાની કરનારી હતી. તેનાથી વિપરીત, મરિયમ માત્ર ઈસુના ચરણ પાસે બેસીને તે જે બોલતા હતા તે સાંભળ્યા કરતી હતી. ઇસુ કહે છે કે તેણીએ “વધારે ઉત્તમ ભાગ” પસંદ કર્યો છે. સારી બાબતો કઈ રીતે મદદગાર થઇ રહી નહોતી અને તે વ્યક્તિના સમયને બરબાદ કરી રહી હતી ?

આજે આપણામાંથી ઘણા લોકો જેને પારખી શક્યા નથી એવી બાબતને મરિયમ પારખી ગઈ હતી કે ઈસુનાં ચરણો પાસે બેસવું તે ઈસુને માટે કામ કરવા કરતા વધારે મહત્વનું છે. આપણે મંડળીમાં સેવાકાર્ય કરી શકતા હોય, પછાત લોકોને માટે આખા સપ્તાહમાં સારાં કામો કરતા હોય, અને વચનનો પ્રચાર પણ કરતા હોય તોપણ જો તેમની વાણી સાંભળવા માટે આપણે ઈશ્વરની સાથે સમય પસાર કરવાની બાબતને પ્રાથમિકતા આપતા ન હોય તો, તે સૌથી મોટું નુકસાન ગણાશે ! આપણે બાઈબલ વાંચતા હોય અને નિયમિત રીતે પ્રાર્થના પણ કરતા હોય તો છતાં શાંત રહેવા અને ઈશ્વરની વાણી સાંભળવા માટે સમય ફાળવવાની બાબત ઈસુના દરેક અનુયાયી માટે ઐતિહાસિક પળ બની જશે.

પોતાને પૂછવાનાં સવાલો:
આજે શું હું ૫ મિનીટ શાંત રહીને મારી સાથે ઈશ્વરને બોલવાની અનુમતિ આપી શકું છું ?

读经计划介绍

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More