ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

40天中的第39天

તેમની સજામાં વધારે સામેલ ન થવા જેણે નક્કી કર્યું હતું એવા પિલાતની સામે ઇસુ ઊભા હતા. ઇસુની પૂછપરછ કરતી વખતે તેણે તેમને સવાલ પૂછયો હતો કે શું તે રાજા હતો ? અને તેના માટે ઈસુએ તેને પ્રત્યુતર આપ્યો કે સત્યની સાક્ષી આપવા માટે તે આ ધરતી પર આવ્યા છે અને જે સર્વ લોકો સત્યના પક્ષમાં છે તેઓ તેમનું સાંભળે છે. તે માટેનો પ્રત્યુતર આપતો સવાલ પિલાત પૂછે છે, “સત્ય શું છે ?” જો આપણ દરેકને એ જ સવાલ પૂછવામાં આવ્યો હોત તો આપણે જે જવાબ પ્રાપ્ત કરીશું તેઓની વિવિધતા અંગે વિચાર કરો. આપણે એક એવા જગતમાં નિવાસ કરીએ છીએ જેઓની પાસે નૈતિક સંપૂર્ણતા નથી. કાળું કે ધોળું કશું જ નથી કેમ કે રાખોડી રંગ સૌથી સલામત લાગે છે. સતત બદલાતી રહેતી વાસ્તવિકતાઓથી ભરપૂર ઘેરી સંસ્કૃતિને કારણે સત્ય મંદ અને અસ્પષ્ટ થઇ ચૂક્યું છે. તોપણ સત્ય એક વ્યક્તિ છે. ઇસુ માર્ગ તથા સત્ય તથા જીવન છે. ઈસુને વ્યક્તિગત ધોરણે જાણવાથી, તે આપણા જીવનોનાં વિવિધ ભાગોને બદલવાનું શરૂ કરે છે અને તેને તેમની સાથેના જોડાણમાં લઈને આવે છે. આ જોડાણ ઘનિષ્ઠ અને માળખાગત છે કે જેથી આપણે ઈસુની જેમ વિચારવાનું શરૂ કરીએ છીએ, તેમની માફક આપણે કાર્ય કરવાનું શરૂ કરીએ છીએ અને તેમની માફક બીજાઓને જોવાનું આપણે શરૂ કરીએ છીએ. આપણે જેવા હતા એવા રહેતા નથી – કેમ કે વાસ્તવિક રીતે જીવવા માટે સત્યએ આપણને મુક્ત કર્યા છે !

તમને ઈશ્વરે જ્યાં મૂક્યાં છે ત્યાં જ સંપૂર્ણતા, નિષ્ઠા અને પ્રભાવશાળી રીતે જીવન જીવવું.

પોતાને પૂછવાનાં સવાલો:
શું હું ઈશ્વર સમક્ષ ઈમાનદાર છું ?
તેમના વચનનું સત્ય મારા જીવનને ઘડી રહ્યું છે કે સાંસ્કૃતિક વિચારો મારા જીવનને ઘડી રહ્યા છે ?

读经计划介绍

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More