ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

એક મિત્રની જેમ ઈશ્વરે ઇબ્રાહિમની સાથે વાતચીત કરી. જયારે ઇબ્રાહિમે તેના ભત્રીજા લોતને તેના પોતાના માટે વારસાની પસંદગી કરવા જણાવ્યું, ત્યારે તેમની સાથેની તેમની ઉપસ્થિતિને રાખવાની ખાતરી ઈશ્વરે પોતે તેને ફરીથી આપી અને તેના વંશજોની વૃધ્ધિ કરવાનો વાયદો પણ ફરીથી પ્રબળ કર્યો. લોતે યર્દનનાં ફળદ્રુપ દેખાતા પ્રદેશની પસંદગી કરી કે જયાં સોદોમ અને ગમોરાહનાં શહેરો હતા જયારે ઇબ્રાહિમ કનાનનાં પ્રદેશોમાં રહ્યો. તેના પરિવાર પ્રત્યે તેની ઉદારતા અને નિસ્વાર્થભાવનાંને લીધે ઈશ્વરે ઇબ્રાહિમને અમાપ આશીર્વાદો આપ્યા. થોડા વર્ષો બાદ જયારે ત્રણ સ્વર્ગદૂતો તેની મુલાકાતે આવ્યા ત્યારે તેને કહેવામાં આવ્યું કે તેને વાયદો આપવામાં આવેલ તેનો દીકરો પહેલાં કરતા વધારે જલદી આવનાર છે અને તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું કે તેની લાંબી ઈંતજારી લગભગ ખતમ થઇ ગઈ છે. ત્યારબાદ ઈશ્વર દુષ્ટ શહેર સોદોમને નાશ કરવાની તેની યોજના અંગે તેમણે ઇબ્રાહિમને જણાવવું કે નહિ તેના અંગે વિચાર કરે છે. ઈશ્વર તેને તે વાત કહેવાની પસંદગી કરે છે અને ત્યારબાદ તે દેશને અને તેના લોકોને બચાવવા માટે ઇબ્રાહિમની મારફતે કરવામાં આવેલ લગભગ વાટાઘાટોને આપણે વાંચીએ છીએ. ઈશ્વર ઇબ્રાહિમની શરતોને માન્ય કરે છે પરંતુ દુઃખની વાત એ રહી કે સોદોમ અને ગોમોરાહને માટે કોઈ ઉપાય મળ્યો નહિ અને તેને લીધે તેઓને આખરે નસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા. ઇબ્રાહિમનાં જીવનમાં સૌથી વધારે પ્રબળ રહેલો વિષય ઈશ્વરની સાથેનો તેનો કાયમી ઘનિષ્ઠ સંબંધ અને મિત્રતા હતા. રાહ જોવાની અને તેમનામાં ભરોસો કરવાના લાંબાગાળાની ઋતુઓનાં વાતાવરણમાં આ સંબંધનો વિકાસ થયો હતો. તેના મૂળ વતનનાં પરિવારને છોડીને જેના વિષે તે કશુંયે જાણતો નહોતો તેની પાછળ વિશ્વાસથી ચાલી નીકળવું એ કોઈ આસાન કામ નહોતું. તેમ છતાં, તેણે દ્રઢ વિશ્વાસ રાખ્યો કે જે ઈશ્વરે તેને બોલાવ્યો છે તે તેમણે જે સર્વ પ્રતિજ્ઞાઓ આપી છે તેઓને તે પૂર્ણ કરશે.
પોતાને પૂછવાનાં સવાલો:
ઘણાં લાંબા સમયથી તમે રાહ જોઈ રહ્યા હોય એવું શું તમને લાગે છે ?
આ રાહ જોવાની પ્રક્રિયામાં તમે શીખ્યા હોય એવા અમુક પાઠો કયા કયા છે ?
રાહ જોવાની પ્રક્રિયામાં શું તમારો વિશ્વાસ વધ્યો છે કે તેમાં ઘટાડો થયો છે ?
读经计划介绍

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.
More