ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત预览

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

40天中的第6天

મૂસા તેના ઘેટાંઓને જયાં ચરાવતો હતો એવા સિનાઈ પહાડ પર મૂસા અને ઈશ્વર વચ્ચેનાં સંબંધની શરૂઆત થઇ હતી. બળતાં ઝાડવાંની પાસે જેની શરૂઆત થઇ હતી તે સંબંધ આગલાં ચાળીસ વર્ષો સુધી ચાલતો રહ્યો અને તેના લીધે તેઓની ઘનિષ્ઠતામાં વધારો થયો. બાઈબલ જણાવે છે કે કોઈ એક મિત્ર કરે તેમ ઈશ્વર મૂસાની સાથે વાત કરતા હતા. તેઓ વચ્ચે થયેલ પ્રથમ વાતચીત ડરપોક અને ગભરું મૂસા બદલાયો અને તે જે હતો અને ભવિષ્યમાં કેવો થશે તેનાથી ચિન્હિત થઇ. તે રોચક બાબત ગણાય કે ઈશ્વર મૂસાનાં સવાલોનો જવાબ પ્રત્યક્ષ રીતે આપતાં નથી પરંતુ એવા સ્પષ્ટતાથી પ્રતિભાવ આપે છે કે જે મૂસાનાં વિચારો કરતા તેમના વિચારોને અને તેમના માર્ગોને તેના કરતા ઊંચા સ્થાપિત કરે છે.

આવનાર અનેક વર્ષોમાં મૂસાને તેમની સાથેની ઘનિષ્ઠ સંગતીમાં ઈશ્વરની મારફતે તેડવામાં આવનાર હતો પરંતુ મૂસાએ ઈશ્વરની પવિત્રતા અને પ્રભુતાની દ્રષ્ટિને કદીયે છોડી મૂકી નહોતી. મૂસા ઈશ્વરની સાથે એટલો લાંબો સમય વિતાવતો હતો કે તેનો પોતાનો દેખાવ પણ બદલાઈ ગયો હતો અને તેના ચહેરામાંથી આવતા તેજને ઢાંકવા માટે તેણે પડદો પહેરવો પડતો હતો. તેને આપવામાં આવેલ ઈશ્વરની એક આજ્ઞાની વિરુધ્ધમાં તેના એક કૃત્યનાં હિસાબે તે વચનનાં દેશમાં પ્રવેશી શક્યો નહિ તેમ છતાં, તે મરણ પામ્યો અને ઈશ્વરે પોતે તેને દફનાવ્યો ! કેવું અજાયબ સન્માન ! તેઓની સમીપતાની કેવી અજાયબ સાક્ષી !

પોતાને પૂછવાનાં સવાલો:
ઈશ્વરનાં વિષયમાં મારે કયા સવાલો પૂછવા જોઈએ ?
ઈશ્વરની સાથે સમય વિતાવવા શું હું પ્રયાસ કરી રહ્યો છું ?
ઈશ્વરની સાથે વિતાવેલ સમય શું મને રૂપાંતરિત કરે છે ?

读经计划介绍

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More