YouVersion Logo
Search Icon

ધ કોસ્ટSample

ધ કોસ્ટ

DAY 1 OF 3

ભારતની જરૂરતોને સમજવું

બાઈબલ યોજનાનાં દિવસ ૧ માં તમારું સ્વાગત છે. આપણે કિંમતની ગણતરી કરીએ તેના પહેલા આવો આપણે ભારતની મુખ્ય

જરૂરતોને ધ્યાનમાં લેવાની કોશિષ કરીએ.

આ જરૂરતોને દર્શાવનાર આંકડાઓને જોવાની અને બદલાણની તાતી જરૂરતને પ્રતિબિંબિત કરવા આવો આપણે કોશિષ કરીએ.

મુખ્ય આંકડાઓ:

૧. ભારતના ૯૦% ગામડાઓમાં મંડળીઓ નથી: ગ્રામીણ ક્ષેત્રોમાં ખ્રિસ્તી લોકોની સૂચક ગેરહાજરી અને સુવાર્તાનો ફેલાવો કરવાનાં

સૂચિતાર્થને ધ્યાનમાં લો.

૨. ભારતના ૨,૨૭૯ લોક્સમૂહોએ સુવાર્તા સાંભળી નથી: જોશુઆ પ્રોજેક્ટની ગણતરી મુજબ, ભારતના બહોળા પ્રમાણનાં લોકો

સુવાર્તા વિહોણા છે અને તારણની સુવાર્તા સાંભળવાની તક તેઓને પ્રાપ્ત થઇ નથી. આ દુ:ખદ બાબત છે કે વણખેડાયેલા ક્ષેત્રના

લગભગ ૭૦,૦૦૦ લોકો સુવાર્તા સાંભળ્યા વિના દરરોજ મરણ પામે છે.

૩. સીમિત બાઈબલ અનુવાદ: ૧૬૦૦ માતૃભાષાઓ અને ૭૦૦ લોકબોલીઓની સાથે ભારતની વિશાળ ભાષાકીય વિવિધતા હોવા

છતાં માત્ર ૫૨ જેટલી ભાષાઓમાં જ સંપૂર્ણ બાઈબલ અનુવાદ ઉપલબ્ધ છે. તેઓની પોતાની ભાષામાં શાસ્ત્રવચન પ્રગટ કરવાની

અસરકારક જરૂરતનાં પડકાર પર વિચાર કરો.

૪. સમસ્ત વિશ્વના વણખેડાયેલા લોકસમૂહોમાંથી એક તૃતીયાંશ સમૂહો ભારતમાં છે: ભારતના વણખેડાયેલા લોકસમૂહોની મોટી

સંખ્યા અને સુવાર્તા વડે તેઓને પહોંચવાના મહત્વ પર ચિંતન કરો.

૫. ઈસુનું પુનરાગમન: માથ્થી ૨૪:૧૪: માથ્થી ૨૪:૧૪ પર મનન કરો, જે ખ્રિસ્તના પુનરાગમન માટે વૈશ્વિક સુવાર્તાપ્રચારની

પૂર્વશરતને દર્શાવે છે. આ ભવિષ્યવાણીની પૂર્ણતામાં અને વણખેડાયેલા લોકસમૂહોને પહોંચવાનાં મહત્વમાં આપણી ભૂમિકાને

ધ્યાનમાં લો.

બદલાણ અને કિંમત:

જગતને જીતવા માટે કિંમત ચૂકવવી પડે છે; અને જે કિંમત ચૂકવવા આપણે તૈયાર રહેવું પડે છે તે તો બદલાણ છે.

આ જરૂરતોને સફળતાપૂર્વક પાર પાડવા માટે બદલાણ અતિઆવશ્યક પગલું છે.

તે પ્રાથમિકતાઓ, સંસાધનો અને વ્યક્તિગત સમર્પણમાં ફેરફાર કરવાની માંગ ઊભી કરે છે.

ઈસુના અનુયાયીઓ હોવાને લીધે આપણે બદલાણની પહેલ કરનારાઓ થવા અને મહાન આદેશને સક્રિય રીતે પૂર્ણ કરનાર થવા

તેડાયેલા છીએ.

તેમાં સંસાધનોને નવી દિશા આપવાનો, સેવાના દ્રષ્ટિકોણોનું પુનઃમૂલ્યાંકન કરવાનો, આપણી જીવનશૈલીની પુનઃરચના કરવાનો અને

સુવાર્તા પ્રગટ કરવામાં બલિદાનપૂર્વક આપણી જાતોને અર્પી દેવાની બાબતોનો સમાવેશ કરે છે.

ભારતમાં બદલાણની સુવિધા ઉત્પન કરનાર થવાની અને વણખેડાયેલા લોકો સુધી પહોંચવાની આપણી ભૂમિકા અંગે આપણે ચિંતન

કરીએ.

પ્રાર્થના કરીએ અને આ જરૂરતોને સમજવા અને તેના માટે યોગ્ય પગલાં ઉઠાવવા ઈશ્વર આપણને મદદ કરે એવી અરજ તેમને

કરીએ.

Scripture

About this Plan

ધ કોસ્ટ

ભારતના વણખેડાયેલા લોકો સુધી પહોંચવાના ઉદ્દેશ્ય પર કેન્દ્રિત આ બાઈબલ યોજનામાં આપનું સ્વાગત છે. ભારતની મુખ્ય જરૂરતોની સમજણ પ્રાપ્ત કર્યા પછી આપણે પ્રથમ તબક્કાને સ્થાપિત કરીશું ત્યારબાદ જેની આપણે કિંમત ચૂકવવી પડે એવા પગલાંઓને વિસ્તારપૂર્વક જોવાની કોશિષ કરીશું અને આખરે સર્વોચ્ચ કિંમત જે ઈશ્વરે આપણા માટે જીવન આપવાની મારફતે બલિદાન વડે આપી તેના વિષે વાતચીત કરીશું.

More