YouVersion Logo
Search Icon

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાતSample

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

DAY 34 OF 40

દુઃખનો ખુલાસો કરવાનો કેમ કરવો અથવા ઓછામાં ઓછું તેને સમજવાનો પ્રયાસ કરીને મારે શું કામ છે ? તેમ છતાં, ઘણીવાર આપણે જે કપરી બાબતોમાંથી પસાર થઇએ છીએ તે કેમ થઈએ છીએ તેનો આપણી પાસે કોઈ ખુલાસો રહેતો નથી. શાંત રહેવું અને આપણામાં તેમણે જે કાર્યનો આરંભ કર્યો છે તેને પૂર્ણ કરવાની ઈશ્વરને અનુમતિ આપવું વધારે સુયોગ્ય બાબત ગણાશે કે જેથી તેમનો મહિમા આપણામાં અને આપણા વડે પ્રગટ કરવામાં આવે. સ્વીકારવાને માટે આ વાત કઠોર છે, પરંતુ દુઃખ આપણા જીવનોમાં સફળતા કરતા વધારે સારું કરી શકે છે. તે આપણા બરછટ કિનારાઓને ઘસે છે, ધીરજની રચના કરે છે, આપણા પ્રાર્થના જીવનની વૃધ્ધિ કરે છે અને આપણા જીવનોમાં ઈશ્વરના આત્માના કાર્ય અંગે વધારે સંવેદનશીલ બનાવે છે. આજના પાઠમાં આવેલ તે માણસની જેમ કદાચ તમને કહેવામાં આવ્યું હોય કે તમારું દુઃખ તમારા જીવનમાંના કે તમારા પરિવારનાં પૂર્વજોના પાપોને કારણે આવેલ છે. ઈસુની પાસે આવવાની અને તમારી અસંભવ જેવી લાગતી સ્થિતિમાંથી તે કઈ રીતે મહિમા ઉત્પન્ન કરશે તેની અરજ કરવાની પસંદગી તમારી પોતાની છે.

પોતાને પૂછવાનાં સવાલો:
શું તમને લાગ્યું છે કે તમારા દુઃખ હેતુવિહોણાનાં હતા ?
શું આજ લગી તમારા જીવનનાં કોઇપણ એક સંજોગોમાંથી મહિમા પ્રગટ થયો છે ?

About this Plan

ઇસુ સાથેની મોઢામોઢ મુલાકાત

તપઋતુ આપણી સાથે અને આપણામાં પોતાનું નિવાસસ્થાન બનાવનાર એવા આપણા અનંત ઈશ્વરના જાણીતા સત્યો વડે આપણને ચેતનવંતા કરવાનો મહાન સમય છે. અમારી આશા છે કે આ બાઈબલ યોજના વડે, ઈસુને એક સમગ્ર નવા સ્તરે અનુભવ કરવા દોરી જનાર માર્ગદર્શકયંત્રની માફક ઈશ્વરના વચનની સાથે દરરોજ ૪૦ દિવસો સુધી તમે થોડી ક્ષણો વિતાવશો.

More