BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂકSample

રોમન સૂબા પોંતિયસ પિલાતની મંજૂરી વગર મંદિરના આગેવાનો ઈસુને વધસ્તંભ પર જડી શકતાં નથી. તેથી તેઓ ઈસુ પર આરોપ મૂકે છે કે તે બળવાખોર રાજા છે, અને રોમન સામ્રાજ્ય વિરૂદ્ધ બળવો કરવા માટે લોકોને પ્રોત્સાહન આપી રહ્યાં છે. પિલાત ઈસુને પૂછે છે કે,"શું તું યહૂદીઓનો રાજા છે?" અને ઈસુ જવાબ આપે છે કે, "તમે એમ કહો છો." પિલાત જોઈ શકે છે કે ઈસુ એક નિર્દોષ વ્યક્તિ છે, અને મૃત્યુદંડને લાયક નથી, પરંતુ ધર્મગુરૂઓએ તેને આગ્રહ કરવાનું ચાલુ રાખ્યું કે તે એક ખતરનાક વ્યક્તિ છે. તેથી ઈસુને હેરોદ રાજા પાસે મોકલવામાં આવે છે, અને ત્યાંથી ઘાયલ અને લોહી નિતરતી હાલતમાં પાછા લાવવામાં આવે છે. અને તેઓ એક એવી આશ્ચર્યજનક યોજના કરે છે કે પિલાત ઈસુના બદલે રોમ વિરુદ્ધ બળવો કરનાર એક વાસ્તવિક બળવાખોર વ્યક્તિ બારાબ્બાસને મુક્ત કરે. ગુનેગારની જગ્યાએ નિર્દોષને પકડીને સોંપવામાં આવે છે.
ઈસુને બે અન્ય આરોપી ગુનેગારોની સાથે લઈ જવામાં આવે છે, અને રોમન વધસ્તંભ પર ખીલા મારીને જડી દેવામાં આવે છે. ઈસુનો તમાશો બનાવી દેવામાં આવે છે. સિપાઇઓ ઈસુના વસ્ત્રોની હરાજી કરે છે અને લોકો તેમની મશ્કરી કરતાં કહે છે કે, "જો તું મસીહ રાજા હોય, તો તારી જાતને બચાવી લે." પરંતુ ઈસુ તો પોતાના શત્રુઓ પર અંત સુધી પ્રેમ રાખે છે. ઈસુ તો તેમને વધસ્તંભે જડનારાઓ માટે માફીની માંગણી કરે છે, અને તેમની બાજુમાં જ મરણ પામી રહેલાં એક અપરાધીને એવી આશા આપે છે કે, "આજે તું મારી સાથે પારાદૈસમાં હોઈશ."
અચાનક આકાશમાં અંધારું છવાઈ જાય છે, મંદિરના પડદાના ફાટીને બે ભાગ થઈ જાય છે, અને ઈસુ અંતિમ શ્વાસ લેતાં ઈશ્વરને જોરથી પોકાર કરે છે કે, "હું મારો આત્મા તમારા હાથોમાં સમર્પિત કરું છું." એક રોમન સૂબો આ ઘટનાને નજરે જોઈને કહે છે, કે "ખરેખર આ માણસ નિર્દોષ હતો."
વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:
• ઈસુના મૃત્યુ વિશે લૂકની વાત આજે તમારા જીવનને કેવી રીતે પ્રભાવિત કરે છે?
• ઈસુને મૃત્યુદંડ ન આપવાના પિલાત અને હેરોદના પ્રયત્નની સાથે ધાર્મિક લોકોના ટોળાએ ઈસુને વધસ્તંભે જડવાની જે માંગણી કરી હતી તેની સરખામણી કરો. તમે શું અવલોકન કરો છો? જ્યારે તમે ઈસુ પર લગાવવામાં આરોપો વિશે વિચારો છો (vs. 23:2), ત્યારે તે કેવી રીતે અનપેક્ષિત છે?
• ગુનેગારો વચ્ચે થયેલ વાતચીતની સમીક્ષા કરો (23:39-43 જુઓ). તમે શું અવલોકન કરો છો? ઈસુએ ગુનેગારોની વિનંતીનો જે જવાબ આપ્યો તે તમને કેવી રીતે અસર કરે છે? તમે આ વાતચીતનો અભ્યાસ કરો છો ત્યારે તમે ઈસુના રાજ્યના સ્વરૂપ વિશે શું શીખો છો?
• લૂક આપણને યૂસફ નામના એક એવા ધાર્મિક આગેવાન વિશે વાત કરે છે, જેણે તેના સાથી આગેવાનોની ઘાતકી યોજનાનો વિરોધ કર્યો હતો. (જુઓ 23:50-51, 22:66-71, 23:1). યૂસફ ઈસુ પ્રત્યેની તેની લાગણીઓને દર્શાવે છે, તેના વિશે વિચાર કરો (23:52-53 જુઓ). શું તમે એવા કોઈ જૂથના સભ્ય છો, જેની સાથે તમે અસંમત છો? તમે તમારી માન્યતાઓ કેવી રીતે દર્શાવી શકો?
• પિલાત, હેરોદ, શોકમગ્ન ટોળું અને મશ્કરી કરતું ટોળું, સિમોન, ષડયંત્રકારી ધાર્મિક આગેવાનો અને અસંમત યૂસફ, ઈસુની ડાબી બાજુનો ગુનેગાર અને જમણી બાજુનો ગુનેગાર, તે બધાને ઈસુ સાથે જુદા જુદા પ્રકારની ક્રિયાપ્રતિક્રિયાઓ થાય છે. આ વાતમાંના કયા પાત્ર અથવા પાત્રો સાથે તમે સૌથી વધુ સંબંધિત છો?
• તમારા વાંચન અને મનન મુજબ અત્યારે જ તમારા હ્રદયથી પ્રભુને પ્રાર્થના કરો. તે સાંભળી રહ્યાં છે.
Scripture
About this Plan

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
More
Related Plans

The Story of God

Commissioned 3: Jesus Saves: From Brokenness to Freedom

Fatherless No More: Discovering God’s Father-Heart

Helping Your Kids Know God's Good Design

Heal Girl Heal

5 Pillars of Faith & Finances: Anchored in God, Growing in Wealth

God's Will for Your Work

Holy, Healthy, Whole: Growing Fruits of the Spirit for Weight Loss and Wellness

5 Spiritual Needs You Must Not Ignore
