YouVersion Logo
Search Icon

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂકSample

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

DAY 11 OF 20

ઈસુ તેમના અનુયાયીઓને ધાર્મિક આગેવાનો જેવો દંભ ન કરવાનું શિક્ષણ આપે છે. તેઓ ઈશ્વરના પ્રેમ વિશે વાત તો કરે છે, પણ ગરીબોની અવગણના કરે છે. તેમની પાસે ઘણું જ્ઞાન છે, પણ તેઓ તેનો ઉપયોગ માત્ર પ્રશંસા પ્રાપ્ત કરવા માટે કરે છે. ઈસુ આવી દંભી જીવનશૈલીને સહન કરશે નહીં. ઈસુ શીખવે છે કે ઈશ્વર બધું જ જુએ છે, અને માનવતાને જવાબદાર ઠરાવશે. આ તો ચેતવણી અને પ્રોત્સાહન એમ બંને છે. તે એક ચેતવણી છે, કેમ કે લાલચ અને કૂથલી છૂપા રહેશે નહીં. દંભી લોકો ઓળખાઈ આવશે. એક દિવસે સત્ય પ્રગટ થશે, અને જે ખોટું છે તેના બદલામાં સાચું કરવામાં આવશે. પરંતુ તે એક પ્રકારનું પ્રોત્સાહન પણ છે, કેમ કે ઈશ્વર ફક્ત માણસ દ્વારા આચરવામાં આવતાં કુકર્મોને જ જોતાં નથી; તે તો સારું પણ જુએ છે. તે માનવજાતની જરૂરીયાતોને જુએ છે, અને પોતાના સર્જનની ઉદારતાથી કાળજી લે છે. ઈસુ ખાતરી આપે છે, કે જ્યારે તેમના અનુયાયીઓ ઈશ્વરના રાજ્યને અનુસરશે અને તેને પ્રાધાન્ય આપશે, ત્યારે તેઓને શાશ્વત ખજાનો પ્રાપ્ત થશે, અને તેઓને આ પૃથ્વી પર જીવન જીવવા માટે જેની જરૂર હશે તે તેમને મળશે. હવે તેનો અર્થ એ નથી કે જીવન સરળ હશે. ખરેખર તો ઈસુ સ્વીકારે છે કે તેઓના અનુયાયીઓએ દુ:ખ ભોગવવા પડશે. પરંતુ તે વચન આપે છે કે જે લોકો યાતનાઓનો સામનો કરશે, તેઓ ઈશ્વર આગળ ઊભા રહેશે, અને જે લોકો ઈસુનો ઉપદેશ ફેલાવવામાં જીવન વ્યતીત કરશે, તેમનું દેવદૂતોની આગળ સન્માન કરવામાં આવશે. તેથી ઈસુ પોતાના અનુયાયીઓને ઈશ્વરની જોગવાઈ પર વિશ્વાસ રાખવા પ્રોત્સાહીત કરે છે, અને દંભ કરવાથી થતાં નુકસાનથી ચેતવે છે. દરેક લોકો તેમની વાતોને સ્વીકારે એવી ઈસુની ઇચ્છા છે, પણ ઘણાં તેનો અસ્વીકાર કરે છે.

વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:
• આજે ઈસુના શબ્દો વાંચ્યા પછી, તમે દંભની વ્યાખ્યા કેવી રીતે કરશો? ઈસુ દંભની તુલના ખમીર સાથે કરે છે (12:1). દંભ કેવી રીતે ખમીર જેવો છે?

• લાલચ હંમેશા વધારે નાણાં અને સંપત્તિ માટેની સ્વાર્થી ઈચ્છા હોતી નથી. ઈસુ તેમના અનુયાયીઓને બધા પ્રકારની લાલચનો પ્રતિકાર કરવાનું તેડું આપે છે. અલગ અલગ પ્રકારની લાલચ કઈ છે? ઉદાહરણ તરીકે, લોકોનું ધ્યાન કે મંજૂરી પ્રાપ્ત કરવાની કે મનોરંજનની લાલચ વિશે વિચાર કરો.


• લૂક 12:29-34 ની સમીક્ષા કરો. તમે શું અવલોકન કરો છો? તમે શું વિચારવા અને અનુસરવા પાછળ તમારા મોટાભાગના સમય અને શક્તિનો ઉપયોગ કરો છો? આજે ઈસુના શબ્દો તમને કેવી રીતે ચેતવે છે કે પ્રોત્સાહીત કરે છે?


• જેમ મરઘીની પાંખો તેના બચ્ચાંનું શિકારી પક્ષીઓથી રક્ષણ કરે છે, એવી જ રીતે ઈસુનું શિક્ષણ તેમના અનુયાયીઓની રક્ષા કરવા માટે આપવામાં આવે છે (13:34 જુઓ). પરંતુ હજી પણ ઘણા લોકો તેમની સુરક્ષા પ્રાપ્ત કરવા ઈચ્છતાં નથી. ચેતવણી ન સાંભળવાથી તમારે ભોગવવા પડેલાં પરિણામો અંગેની તમારા જીવનની કોઈ ઘટના વિશે વિચારો. જો તમે તમારા જીવનના એ ભાગ સુધી પાછા પહોંચી શકો, તો તમે તમારી જાતને શું કહેશો?

• તમારા વાંચન અને મનન અનુસાર પ્રાર્થના કરો. લાલચ અને દંભ સામે ઈશ્વરે તમને પૂરી પાડેલી સુરક્ષા માટે ઈશ્વરનો આભાર માનો, તેને પ્રાપ્ત કરવામાં તમે ક્યાં સંઘર્ષ કરો છો, અને આજે તેમને અનુસરવા માટે તમારે જેની જરૂર હોય તે માટે પ્રભુને વિનંતી કરો.

About this Plan

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 1 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-1" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

More