YouVersion Logo
Search Icon

પ્રેરિત કેલે કામે 14

14
ઇકોનિયમ શેહેરુમે પાઉલ આને બાર્નાબાસ
1ઇકોનિયા શેહેરુમે એહેકી વીયો કા પાઉલ આને બાર્નાબાસ યહુદી લોકુ સભાસ્થાનુમે આરી-આરી આને એહેડયા ગોઠયા કેયા કા યહુદી લોક આને અન્યજાતિ લોક બેનુમેને ખુબુજ લોકુહુ ઇસુપે વિશ્વાસ કેયો. 2પેન જીયા યહુદી લોકુહુ ઇસુપે વિશ્વાસ નાય કેયો, તીયા અન્યજાતિ લોકુહુને ચોળવ્યા, આને તીયાં લોકુ મનુમે પાઉલ આને બર્નાબાસુ વિરુધ દુશ્મની પેદા કેયી. 3આને પાઉલ આને બાર્નાબાસ ખુબ દિહ લોગુ તીહી રીયા, આને પ્રભુ ભોરાસાપે હિંમત રાખીને ઉપદેશ આપતા રીયા: આને પ્રભુહુ તીયાહાને ચમત્કાર કેરા આને નોવાય લાગે એહેડે કામે કેરા તાકત આપી, આને તીયાહા સાબિત કેયો કા ઈયા કૃપા વિશે તીયાં સંદેશ હાચો આથો. 4પેન તીયા શેહેરુ લોકુમે ફુટ પોળી ગેહલી; ઈયા લીદે થોડાક લોક યહુદી આરી આને થોડાક લોક ચેલા આરી વી ગેહલા. 5જાંહા અન્યજાતિ આને યહુદી લોક તીયાં આગેવાનુ આરી મીલીને તીયાહાને હેરાન કેરા આને ડોગળા ઠોકીને માય ટાકા કોશિશ કેયી. 6તાંહા તીયાહાને એ ગોઠ ખબર પોળી ગીયી, આને તે લુકાનીયા જીલ્લા લુસ્રા આને દર્બે શેહેરુમે, આને તીયા પાહીને વિસ્તારુમે નાહી ગીયા. 7આને તીહી સુવાર્તા ઉનાવા લાગ્યા.
લુસ્રા શેહેરુમે એક લંગળા માંહાલે હારો કેયો
8લુસ્રા શેહેરુમે એક લુલો માંહુ આથો, તોઅ જન્મહીને લુલો આથો, આને તોઅ કીદીહીજ નાહ ચાલ્યો. 9આને તોઅ પાઉલુલે ઉપદેશ આપતા ઉનાય રેહલો, આને પાઉલુહુ તીયા વેલ એક નજર લાગવીને હેયો, કા તીયાલે હારો વેરુલો વિશ્વાસ હાય. 10આને પાઉલુહુ મોડા આવાજુકી બોમબ્લીને આખ્યો, “તોઅ પોતા પાગુપે પાદરો ઉબી રેઅ” તાંહા તોઅ માંહુ કુદીને ઉબી રીઅ ગીયો આને ચાલાં લાગ્યો.
11લોકુહુ પાઉલુ ઇ કામ હીને લુકાનીયા ભાષામે મોડા આવાજુકી આખ્યો, “દેવે માંહા રુપુમે આવીને આપુહી ઉતી આલોહો.” 12આને તીયા લોકુહુ બર્નાબાસુલે ગ્રીક દેવુ ઝુસ નામ આપ્યો, આને પાઉલુલે હેર્મેસ નાવ આપ્યો, કાહાકા તોઅ મુખ્ય સંદેશ આપનારો આથો. 13આને ઝુસ દેવુ મંદિર શેહેરુ બારે આથો, તીયા દેવળુ પુંજારો દેવળુ બાંણાહી ડોગરે આને ફુલાં હાર લાવીને લોકુ આરી બલિદાન કેરા માગતલો. 14પાઉલ આને બર્નાબાસ ચેલા જાંહા ઉનાયા, તાંહા તે ખુબ દુઃખી વીયા, આને ઈયા ખાતુર તીયાહા પોતા પોતળે ફાળી ટાક્યે, આને લોકુ ટોલા વોચ્ચે દોવળી ગીયા, આને બોમબ્લીને આખા લાગ્યા, 15“ઓ લોકુહુ તુમુહુ કાય કી રીયાહા? આમુહુ બી તા તુમા હોચે દુઃખ-સુખ ભોગવુનારે માંહે હાય, આને તુમનેહે સુવાર્તા ઉનાવતાહા, કા તુમુહુ ઈયુ નક્કામી મુર્તિહીને પુંજા છોડીને, જીવતા પરમેહેરુ વેલ આવા, જીયાહા હોરગા, તોરતી આને સમુદ્ર આને જો કાય તીયામે હાય, તોઅ બોનાવ્યોહો. 16પરમેહેરુહુ તુમનેહે વીતી ગેહલા સમયુમે બાદી જાતિ લોકુહુને પોત-પોતા મરજી પરમાણે ચાલાં દેદા. 17તેબી પરમેહેરુહુ જો કેયો તોઅ ખેરો હાય, પરમેહેર પોતા વિશે સાક્ષી આપ્યા વગર રીયો નાહ, તોઅ તુમા ખાતુર હારો કામ કેહે, તોઅ તુમનેહે જુગુમેને વોહરાત આપેહે, આને તુમનેહે યોગ્યો સમયુલે તુમા ખેતુમે હારો પાક બી આપેહે, આને તોઅ તુમનેહે ખાવુલો આપીને તુમા મનુલે ખુશ કેહે.” 18એહકી આખીને બી તીયાહા લોકુહુને ખુબ મુશ્કેલીકી ઓટકાવ્યા કા તીયાં ખાતુર બલિદાન નાય કે.
19પેન થોડાક યહુદી લોકુહુ આંતાકિયા આને ઇકોનિયા શેહેરુમેને આવીને લોકુહુને પોતા વેલ કી લેદા, આને પાઉલુપે ડોગળ-ઝોળ કેયો, આને મોય ગીયોહો એહકી હોમજીને તીયાલે શેહેરુ બારે તાંય લી ગીયા. 20પેન ચેલા તીયા ચારુવેલે એકઠે વીયે, તાંહા પાઉલુલે હોશ આલો આને તોઅ ઉઠીને શેહેરુમે ફાચો ગીયો, આને બીજે દિહી બર્નાબાસુ આરી દર્બે શેહેરુમે ગીયા.
પાઉલ આને બાર્નાબાસ સિરીયા વિસ્તારુ આંતાકિયામે ફાચા જાતાહા
21પાઉલ આને બાર્નાબાસુહુ દર્બે શેહેરુમે સુવાર્તા લોકુહુને ઉનાવીને, આને ખુબ ચેલા બોનાવીને, લુસ્રા શેહેરુમે ગીયા, ફાચે તીહીને ઇકોનિયા શેહેરુમે ગીયા, આને ફાચે તે પીસીદિયા વિસ્તારુ આંતાકિયા શેહેરુમે ગીયા. 22આને દરેક શેહેરુમે ચેલાહા મન મજબુત કેતા રીયા, આને તે એહકી ઉપદેશ દેતલા, કા વિશ્વાસુમે બોની રેજા; આને એહકી આખતલા, કા “આપનેહે ખુબ દુઃખે વેઠીને પરમેહેરુ રાજ્યામે જાંઅ પોળી.” 23આને તીયાહા દરેક મંડળીમે વિશ્વાસી લોકુ ખાતુરે વડીલુહુને પસંદ કેયા, આને ઉપાસ રાખીને પરમેહેરુલે પ્રાર્થના કીને, પ્રભુ ઇસુ આથુમે હોપી દેદા, જીયાપે તીયાહા વિશ્વાસ કેલો.
24પીસીદિયા વિસ્તારુમે ફીરીને તે પંફુલિયા જીલ્લામે પોચ્યા; 25આને તીયા જીલ્લા પીરગા શેહેરુ લોકુહુને પરમેહેરુ વચન ઉનાવીને અત્તાલીયા શેહેરુમે આલા. 26આને તીહીને જાહાજુમે બોહીને આંતાકિયા શેહેરુમે ફાચા આલા, જીહીને તીયાહાને પરમેહેરુ કૃપામે હોપીને તીયા કામુ માટે મોક્લુલા, જીયાલે તે આમી પુરો કીને વોલી આલા. 27આંતાકિયા શેહેરુમે પોચીને, તીયાહા મંડળી લોકુહુને એકઠા કેયા, આને આખ્યો, કા પરમેહેરુહુ આમા આરી રીને કેહેડે મોડે-મોડે કામે કેયેહે! આને અન્યજાતિ લોકુહુને ઇસુ ખ્રિસ્તુપે વિશ્વાસ કેરા લાયક બોનાવ્યેહે. 28પાઉલ આને બાર્નાબાસ ચેલા આરી ખુબુજ દિહી લોગુ રીયા.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in