YouVersion Logo
Search Icon

માથ્થી 3

3
બાપ્તિસ્મા કરનાર યોહાનનું કાર્ય
(માર્ક 1:1-8; લૂ. 3:1-9, 15-17; યોહ. 1:19-28)
1સમયે યોહાન બાપ્તિસ્ત આવ્યો અને તેણે યહૂદિયાના ઉજજડ પ્રદેશમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યુ. 2યોહાને કહ્યું કે, “પસ્તાવો કરો, કારણ આકાશનું રાજ્ય ટૂંક સમયમાં આવી રહ્યું છે.” 3યશાયા પ્રબોધકે જેના વિષે વાત કરી છે તે આ યોહાન બાપ્તિસ્મા કરનાર છે. યશાયા પ્રબોધકે કહ્યું છે:
“એક વ્યક્તિ ઉજજડ પ્રદેશમાં પોકાર કરે છે:
‘પ્રભુ માટે માર્ગ તૈયાર કરો;
અને તેના માટેનો માર્ગ સીધો કરો.’” #યશા. 40:3.
4યોહાનનાં વસ્રો ઊંટના વાળમાંથી બનાવેલાં હતાં. તેની કમરે ચામડાનો પટ્ટો. યોહાન તીડ અને જંગલી મઘ ખાતો હતો. 5યોહાનનો ઉપદેશ સાંભળવા લોકો યરૂશાલેમમથી, યર્દન નદીની આસપાસના સમગ્ર વિસ્તારમાંથી તથા યહૂદિયાના તમામ પ્રદેશોમાંથી આવતા હતાં. 6લોકોએ પોતાના પાપની કબૂલાત કરી અને યોહાને તેઓને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.
7ફરોશીઓ#3:7 ફરોશીઓ એક યહૂદિ ધાર્મિક સમૂહ જે બીજા યહૂદિ નિયમો અને રીત-રીવાજોનું મકકમતાથી પાલન કરવાનો દાવો કરે છે. અને સદૂકીઓ#3:7 સદૂકીઓ એક મુખ્ય યહૂદિ ધાર્મિક સમૂહ જે જૂના કરારનાં પહેલા પાંચ પુસ્તકોનો જ સ્વીકાર કરે છે. તેઓ માને છે કે લોકો મૃત્યુમાંથી પાછા સજીવન થતા નથી. તે સ્થળે તેના દ્વારા બાપ્તિસ્મા પામવા માટે આવતા હતાં. યોહાને તેમને જોયા ત્યારે તેમને કહ્યું કે: “તમે બધા સર્પો છો! પ્રભુનો કોપ આવી રહ્યો છે તેમાંથી બચવા તમને કોણે ચેતવણી આપી છે? 8તમે તમારા આચરણથી બતાવી આપો કે તમે ખરેખર પસ્તાવો કર્યો છે. 9તમે એમ ન માનતા કે ‘ઈબ્રાહિમ અમારો પિતા છે’ તેથી અમે ઉગરી જઈશું. દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાનો પેદા કરી શકે છે. 10અત્યારે પણ કુહાડી વૃક્ષોના મૂળ પાસે તૈયાર જ પડી છે. દરેક વૃક્ષ#3:10 વૃક્ષ જે લોકો ઈસુનો સ્વીકાર કરતા નથી તે લોકો, તેઓ કાપી નંખાનારા વૃક્ષો જેવા છે. જે સારા ફળ આપતું નથી તેને કાપી નાંખશે, અને અગ્નિમાં ફેંકી દેશે.
11“તમે તમારા હૃદય અને જીવન બદલ્યાં છે એમ દર્શાવવા માટે હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું. પણ હવે મારા પછી જે માણસ આવી રહ્યો છે, તે મારા કરતાં પણ મહાન છે જેનાં પગરખાં ઉપાડવા જેટલી પણ હું યોગ્યતા ધરાવતો નથી. તે તમને પવિત્ર આત્માથી અને અજ્ઞિથી બાપ્તિસ્મા આપશે. 12તેના હાથમાં સૂપડું છે જેના વડે અનાજને છોતરામાંથી જુદૂં પાડશે#3:12 અનાજને … જુદું પાડશે યોહાન સમજાવે છે કે ઈસુ સારા લોકોને દુષ્ટ લોકોથી જુદા પાડશે. અને સાફ કરેલ સારા અનાજના દાણાને પોતાના કોઠારમાં ભરશે અને છોતરાંને એવા અગ્નિમાં બાળી નાખશે જે કદીયે હોલવાશે નહિ.”
ઈસુનું યોહાન દ્વારા બાપ્તિસ્મા
(માર્ક 1:9-11; લૂ. 3:21-22)
13તે સમયે ઈસુ ગાલીલથી યર્દન નદીએ આવ્યો. ઈસુ યોહાન પાસે આવ્યો અને યોહાન દ્વારા બાપ્તિસ્મા#3:13 બાપ્તિસ્મા આ ગ્રીક શબ્દ છે. તેનો અર્થ પાણીમાં ડૂબકી મરાવી તરત બહાર નીકળવું, ઝબોળવું, અથવા દટાવું નેવો થાય છ. લેવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી. 14પરંતુ યોહાન તેને રોકવાનો પ્રયત્ન કરતો હતો. યોહાને કહ્યું કે, “તારા થકી બાપ્તિસ્મા પામવાની જરૂરીયાત વાળો તો હું છું! તું મારી પાસે મારા થકી બાપ્તિસ્મા પામવા શા માટે આવ્યો છે?”
15ઈસુએ ઉત્તર આપ્યો, “અત્યારે આમ જ થવા દે. દેવને જેની જરૂર છે તે બધું જ કરવું એ આપણા માટે સારું છે.” જેથી યોહાન ઈસુને બાપ્તિસ્મા આપવા કબૂલ થયો.
16બાપ્તિસ્મા પામ્યા પછી ઈસુ સીધે સીધો જ પાણીમાંથી બહાર આવ્યો. પછી તે વખતે આકાશ ઊઘડાયું અને તેણે દેવના આત્માને કબૂતરની જેમ નીચે આવતો અને પોતાની ઉપર ઊતરતો જોયો. 17અને આકાશવાણી થઈ, “આ મારો પુત્ર છે અને હું તેને ચાહું છું. અને તેનાથી હું ખૂબજ પ્રસન્ન છું.”

Currently Selected:

માથ્થી 3: GERV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy