ગીતશાસ્ત્ર 1
1
પ્રથમ ખંડ
(1—41 ગીતો)
બે માર્ગ
1ધન્ય છે પ્રભુના લોકને
કે જેઓ દુષ્ટોની સલાહ
પ્રમાણે ચાલતા નથી,
પાપીઓના માર્ગમાં ઊભા રહેતા નથી,
અને ઈશ્વરનિંદકોના સહવાસમાં
બેસતા નથી;
2એને બદલે, પ્રભુનું નિયમશાસ્ત્ર જ
તેમનો આનંદ છે અને
રાતદિવસ તેઓ તેનું મનન કરે છે.
3તેઓ તો નદી પાસે રોપાયેલા
વૃક્ષ સમાન છે;
જે ઋતુ પ્રમાણે ફળ આપે છે અને
જેનાં પાંદડાં કદી કરમાતાં નથી.
તેમના પ્રત્યેક કાર્યમાં
તેમને સફળતા સાંપડે છે.
4પરંતુ દુષ્ટો એવા હોતા નથી;
તેઓ તો પવનથી ઊડી જતાં
ફોતરાં સમાન છે.
5ન્યાયસભામાં દુષ્ટો ટકી શકશે નહિ,
નેકજનોની#1:5 હિબ્રૂ. ‘સાદીક’: પ્રભુ સાથે સુમેળભર્યા સંબંધમાં આવેલ વ્યકાતિ, જે એ સંબંધ અનુસાર સદાચાર અને ધાર્મિકાતાથી વર્તવા માગે છે. સભામાં પાપીઓ
બેસી શકશે નહિ,
6કારણ, પ્રભુ નેકજનોના માર્ગની
દેખરેખ રાખે છે,
પરંતુ દુષ્ટોનો માર્ગ
તેમને વિનાશ તરફ લઈ જશે.
Currently Selected:
ગીતશાસ્ત્ર 1: GUJCL-BSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide