YouVersion Logo
Search Icon

ગણના 1

1
ઇઝરાયલની પ્રથમ વસતીગણતરી
1ઇઝરાયલી લોક ઇજીપ્તમાંથી નીકળ્યા તે પછીના બીજા વર્ષના બીજા મહિનાને પ્રથમ દિવસે સિનાઈના રણપ્રદેશમાં પ્રભુએ મુલાકાતમંડપમાં મોશેને આ પ્રમાણે કહ્યું: 2“તું અને આરોન, ગોત્ર અને કુટુંબ પ્રમાણે ઇઝરાયલીલોકની વસતીગણતરી કરો. 3વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના લશ્કરમાં જોડાવાને લાયક હોય એવા પુરુષોની લશ્કરી ટુકડીઓ પ્રમાણે નામવાર ગણતરી કરો. 4તે માટે દરેક ગોત્રમાંથી કુટુંબના એક આગેવાનની મદદ લો.”
5-16આ કાર્યને માટે સમાજમાંથી કુળ પ્રમાણે કુટુંબના આગેવાનોને નીચે પ્રમાણે પસંદ કરવામાં આવ્યા:
કુળ ગોત્રવાર કૌટુંબિક આગેવાન
રૂબેન શદેઉરનો પુત્ર એલિસૂર
શિમયોન સુરીશાદ્દાયનો પુત્ર શલૂમીએલ
યહૂદા આમ્મીનાદાબનો પુત્ર નાહશોન
ઇસ્સાખાર સૂઆરનો પુત્ર નાથાનાએલ
ઝબુલૂન હેલોનનો પુત્ર એલિયાબ
યોસેફનાં કુળ:
(૧) એફ્રાઇમ આમ્મીહૂદનો પુત્ર એલિશામા
(2)મનાશ્શા પદાહસૂરનો પુત્ર ગમાલીએલ
બિન્યામીન ગિદિયોનીનો પુત્ર અબિદાન
દાન આમ્મીશાદ્દાયનો પુત્ર અહીએઝેર
આશેર ઓક્રાનનો પુત્ર પાગીએલ
ગાદ દેઉએલનો પુત્ર એલ્યાસાફ
નાફતાલી એનાનનો પુત્ર અહીરા
17મોશે તથા આરોને ઉપર પ્રમાણેના આગેવાનોને પોતાની સાથે મદદમાં લીધા. 18તેમણે બીજા મહિનાને પ્રથમ દિવસે સમગ્ર સમાજને એકત્ર કર્યો અને ગોત્ર તથા કુટુંબ પ્રમાણે બધાંની ગણતરી કરવામાં આવી. વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના બધા પુરુષોનાં નામ નોંધવામાં આવ્યાં. 19પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશેએ સિનાઈના રણપ્રદેશમાં તેમની વસતીગણતરી કરી.
20-46યાકોબના જયેષ્ઠ પુત્ર રૂબેનના કુળથી શરૂ કરીને વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના બધા પુરુષો જેઓ લશ્કરમાં જોડાવાને લાયક હતા તેમનાં નામ પ્રમાણે ગોત્ર અને કુટુંબવાર નોંધણી કરવામાં આવી. તેમની કુલ સંખ્યા નીચે પ્રમાણે છે:
કુળ સંખ્યા
રૂબેન 46,500
શિમયોન 59,300
ગાદ 45,650
યહૂદા 74,600
ઇસ્સાખાર 54,400
ઝબુલૂન 57,400
યોસેફના કુળ:
(૧) એફ્રાઈમ 40,500
(૨) મનાશ્શા 32,200
બિન્યામીન 35,400
દાન 62,700
આશેર 41,500
નાફતાલી 53,400
કુલ સંખ્યા: 603,550
મોશે, આરોન તથા પ્રત્યેક ગોત્રના પ્રતિનિધિ તરીકે મદદમાં આવેલા બાર આગેવાનોએ આ ગણતરી કરી.#ગણ. 26:1-51.
47બીજાં કુળો સાથે લેવીકુળની ગણતરી કરવામાં આવી નહિ. 48કારણ, પ્રભુએ મોશેને આમ કહ્યું હતું: 49“લશ્કરમાં જોડાવાને લાયક પુરુષોની વસતીગણતરી કરવામાં આવે ત્યારે તેમાં લેવી કુળની નોંધણી કરવાની નથી. 50તેને બદલે લેવીઓને કરારપેટી, સાક્ષ્યમંડપ તથા તેનો સરસામાન સાચવવાની સેવા સોંપવી. તેમણે સાક્ષ્યમંડપનો સરસામાન ઊંચકવો, તેની સંભાળ રાખવી અને સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે. 51જ્યારે તમે તમારો પડાવ બદલો ત્યારે લેવીઓ તે મંડપને છોડે અને ફરી નવા સ્થળે પડાવ નાખવાનો હોય ત્યાં મંડપને ઊભો કરે. તેમના સિવાય જો બીજો કોઈ મંડપની નજીક આવે તો તે માર્યો જશે. 52બીજા બધા ઇઝરાયલી લોકોએ પોતપોતાના સૈન્ય પ્રમાણે અને પોતાની ટુકડી પ્રમાણે વજ પાસે તંબૂ ઊભા કરવા. 53પણ લેવીઓએ સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે; જેથી તેઓ સાક્ષ્યમંડપની ચોકી કરે કે કોઈ તેની નજીક જઈને ઇઝરાયલી લોકોના સમાજ પર મારો કોપ પ્રગટાવે નહિ.” 54તેથી ઇઝરાયલી લોકોએ પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે બધું કર્યું.

Currently Selected:

ગણના 1: GUJCL-BSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy