નિર્ગમન 1
1
ઇઝરાયલીઓની વંશવૃદ્ધિ
1યાકોબ એટલે ઇઝરાયલ સાથે તેના જે પુત્રો પોતપોતાના પરિવાર સહિત ઇજિપ્તમાં આવ્યા તેમનાં નામ આ છે:
2રૂબેન, શિમયોન, લેવી, યહૂદા,
3ઇસ્સાખાર, ઝબુલૂન, બિન્યામીન
4દાન, નાફતાલી, ગાદ અને આશેર.#ઉત. 46:8-27.
5યાકોબના કુલ સિત્તેર#1:5 સિત્તેર: એક પુરાતન અનુવાદ: પંચોતેર. જુઓ પ્રે.કૃ. 7:41. વંશજો હતા. યોસેફ તો અગાઉથી ઇજિપ્તમાં જ હતો. 6દરમ્યાનમાં, યોસેફ, તેના બધા ભાઈઓ અને તે પેઢીનાં બાકીનાં બધાં માણસો મરણ પામ્યાં, 7પણ તેમના વંશજ ઇઝરાયલીઓ સફળ થઈને વૃદ્ધિ પામ્યા અને સંખ્યામાં અને શક્તિમાં એટલા તો વધી ગયા કે તેમનાથી આખો ઇજિપ્ત દેશ ભરપૂર થઈ ગયો.#પ્રે.કા. 7:17.
ઇઝરાયલીઓ પર અત્યાચાર
8હવે ઇજિપ્તમાં નવો રાજા સત્તા પર આવ્યો. તે યોસેફ વિષે જાણતો નહોતો.#પ્રે.કા. 7:18; 1:10; 7:19. 9તેણે પોતાના લોકોને કહ્યું, “જુઓ, આ ઇઝરાયલીઓ આપણા કરતાં સંખ્યામાં વધી જઈ એટલા શક્તિશાળી બની ગયા છે કે તેઓ આપણે માટે ભયરૂપ છે. 10માટે આપણે તેમની સાથે ચાલાકીથી વર્તીએ; નહિ તો હજી તેમની વસ્તી વધવાની, અને આપણી સામે લડાઈ ફાટી નીકળે ત્યારે આપણા શત્રુઓ સાથે મળી જઈને તેઓ આપણી સામે લડે અને દેશમાંથી નાસી છૂટે.”#1:10 નાસી છૂટે અથવા દેશનો કબજો લે. 11તેથી તેમની પાસે સખત મજૂરી કરાવી તેમના પર અત્યાચાર ગુજારાવવા તેણે તેમના પર વેઠ કરાવનાર મુકાદમો નીમ્યા. ઇઝરાયલીઓએ ફેરો માટે પિથોમ અને રામસેસ એ બે પુરવઠાનગરો બાંધ્યાં. 12પણ જેમ જેમ તેમના પર જુલમ વધતો ગયો તેમ તેમ તેમની વસ્તી વધતી ગઈ અને દેશમાં વિશેષ પ્રમાણમાં ફેલાતા રહ્યા. 13ઇજિપ્તીઓને ઇઝરાયલીઓનો ભય લાગ્યો. તેથી તેમણે ઇઝરાયલીઓ પાસે સખત વેઠ કરાવી. 14ચૂનાના, ઈંટો પાડવાના તથા ખેતરનાં બધા પ્રકારનાં કામમાં તેમણે તેમની પાસે સખત વેઠ કરાવીને તેમની જિંદગી કષ્ટમય બનાવી દીધી. તેઓ બધાં જ કામો તેમની પાસે સખતાઈથી કરાવતા.
15ઇજિપ્તના રાજાએ શિફ્રા અને પુઆ નામે બે હિબ્રૂ દાયણોને આજ્ઞા આપતાં કહ્યું, 16“તમે હિબ્રૂ સ્ત્રીઓની પ્રસૂતિ કરાવવા જાઓ ત્યારે પ્રસવ સમયે તેમનું ધ્યાન રાખો. જો તેમને પુત્ર જન્મે તો તમારે તેને મારી નાખવો, પણ જો પુત્રી જન્મે તો તેને જીવતી રહેવા દેવી.” 17પણ આ દાયણો ઈશ્વરનો ડર રાખનારી હતી; તેથી ઇજિપ્તના રાજાની આજ્ઞા પ્રમાણે ન કરતાં છોકરાઓને જીવતા રહેવા દેતી. 18તેથી ઇજિપ્તના રાજાએ દાયણોને બોલાવીને કહ્યું, “તમે આવું કેમ કર્યું છે? તમે છોકરાઓને જીવતા કેમ રહેવા દીધા છે?” 19દાયણોએ ફેરોને કહ્યું, “હિબ્રૂ સ્ત્રીઓ ઇજિપ્તી સ્ત્રીઓ જેવી નથી, તેઓ એવી ખડતલ હોય છે કે દાયણો તેમની પાસે પહોંચે તે પહેલાં જ તેઓ બાળકને જન્મ આપી દે છે.” 20-21તેથી ઈશ્વરે દાયણોનું ભલું કર્યું. વળી, દાયણો ઈશ્વરનો ડર રાખનારી હોવાથી ઈશ્વરે તેમનાં કુટુંબોને પણ સ્થાપિત કર્યાં. ઇઝરાયલીઓ વસ્તી અને શક્તિમાં વધતા રહ્યા. 22છેવટે ફેરોએ પોતાના બધા લોકોને હુકમ કર્યો કે હિબ્રૂઓને ત્યાં જન્મેલા પ્રત્યેક છોકરાને તમારે નદીમાં ફેંકી દેવો, પણ છોકરીઓ જન્મે તો તેમને રહેવા દેવી.#પ્રે.કા. 7:19.
Currently Selected:
નિર્ગમન 1: GUJCL-BSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide