YouVersion Logo
Search Icon

યોહાનનો ત્રીજો પત્ર 1

1
1વડીલબધું તરફથી પ્રિય ગાયસને શુભેચ્છા. તારા પર હું પ્રેમ રાખું છું. 2મારા પ્રિય મિત્ર, તું સર્વ રીતે સુખી રહે અને જેમ તું આત્મામાં તંદુરસ્ત છે તેમ તારી શારીરિક તંદુરસ્તી પણ સારી રહે એવી હું પ્રાર્થના કરું છું. 3કેટલાક ભાઈઓએ આવીને જણાવ્યું કે તું સત્યમાં ખૂબ જ વિશ્વાસુ છે, ત્યારે મને પુષ્કળ આનંદ થયો. આમ તો તું સત્યને હંમેશાં અનુસરે છે. 4મારાં બાળકો સત્યને અનુસરે છે તે જાણીને મને સૌથી વધારે આનંદ થાય છે.
5મારા પ્રિય મિત્ર, ભાઈઓની અને અજાણ્યાઓની પણ સેવા કરવામાં તું ખૂબ જ વિશ્વાસુ છે. 6તેમણે તારા પ્રેમ વિષે અહીંની મંડળી સમક્ષ સાક્ષી પૂરી છે. ઈશ્વરને પસંદ પડે એ રીતે તું તેમને તેમની મુસાફરી ચાલુ રાખવામાં મદદ કરજે. 7કારણ, ખ્રિસ્તની સેવા કરવા માટે તેઓ મુસાફરી કરે છે અને અન્યધર્મીઓ પાસેથી તેમણે કોઈ મદદ લીધી નથી. 8આથી આપણે એવા માણસોને મદદ કરવી જોઈએ, જેથી સત્યના તેમના કાર્યમાં આપણે પણ ભાગીદાર બનીએ.
દિયોત્રેફેસ અને દેમેત્રિયસ
9મેં મંડળીને ટૂંકો પત્ર લખ્યો છે પણ દિયોત્રેફેસને આગેવાન બનવું છે. તેથી તે મારા કહેવા પ્રત્યે કંઈ ધ્યાન આપતો નથી. 10તેથી હું આવીશ ત્યારે તેનાં બધાં કાર્યો જાહેર કરીશ. તે મારા વિષે ભૂંડી વાતો બોલ્યા કરે છે. વળી, એટલું પૂરતું ન હોય તેમ તે ભાઈઓનો આવકાર કરતો નથી. જેઓ તેમનો આવકાર કરે છે તેમને તે તેમ કરતાં અટકાવે છે અને તેમને મંડળીની બહાર મૂકે છે.
11પ્રિય મિત્ર, ભૂંડાનું નહિ પણ સારાનું અનુકરણ કર. જે કોઈ સારું કરે છે તે ઈશ્વરના પક્ષનો છે; પણ જે કોઈ ભૂંડું કરે છે તેણે ઈશ્વરને જોયા નથી.
12દેમેત્રિયસ વિષે બધાનો અભિપ્રાય સારો છે. સત્ય પણ તેના વિષે સારું જ કહે છે. અમારી પણ એ જ સાક્ષી છે અને તું જાણે છે કે તે સાચી છે.
અંતિમ શુભેચ્છા
13મારે તને કહેવું તો ઘણું છે પણ તે લખીને જણાવવું નથી. 14હું જલદી તારી મુલાકાત લેવાની ઇચ્છા રાખું છું અને તે વખતે આપણે રૂબરૂમાં નિરાંતે વાત કરીશું.
15તને શાંતિ થાઓ. સર્વ મિત્રો પણ તને શુભેચ્છા પાઠવે છે. ત્યાંના આપણા બધા મિત્રોને પણ વ્યક્તિગત શુભેચ્છા પાઠવજે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy