YouVersion Logo
Search Icon

તિમોથીને બીજો પત્ર 1

1
1ઈશ્વરની ઇચ્છાથી ઈસુ ખ્રિસ્તનો પ્રેષિત થવા અને ખ્રિસ્ત ઈસુમાં જે જીવનનું વચન આપણને આપવામાં આવ્યું છે તે પ્રગટ કરવા મોકલવામાં આવેલા પાઉલ તરફથી, 2મારા પ્રિય પુત્ર તિમોથીને શુભેચ્છા.
ઈશ્વરપિતા અને ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તને કૃપા, દયા અને શાંતિ બક્ષો.
આભારદર્શન
3મારા પૂર્વજોની જેમ હું પણ નિર્મળ પ્રેરકબુદ્ધિથી ઈશ્વરની સેવા કરીને તેમનો આભાર માનું છું. રાતદિવસ પ્રાર્થનામાં તને યાદ કરતાં હું ઈશ્વરનો આભાર માનું છું. 4તારાં આંસુઓ મને યાદ આવે છે અને મને ઘણો આનંદ થાય તે માટે તને મળવાને હું ખૂબ જ આતુર છું. મને તારા વિશ્વાસની નિખાલસતા યાદ આવે છે. 5અગાઉ એવો જ વિશ્વાસ તારાં દાદી લોઈસ અને મા યુનિકેમાં હતો અને મને ખાતરી છે કે તે તારામાં પણ છે. 6માટે હું તને યાદ દેવડાવું છું કે મેં તારા પર હાથ મૂક્યો ત્યારે ઈશ્વરે તને જે કૃપાદાન બક્ષ્યું હતું તેને સતેજ રાખજે. 7કારણ, ઈશ્વરે આપેલો પવિત્ર આત્મા આપણને બીકણ નહિ, પણ બળવાન, પ્રેમાળ અને સંયમી બનાવે છે.
8પ્રભુને માટે સાક્ષી આપવામાં શરમાઈશ નહિ. તેમને લીધે હું કેદી હોવાથી મારે લીધે તું શરમાઈશ નહિ. એને બદલે, શુભસંદેશને માટે દુ:ખ સહન કરવામાં ભાગ લે, અને ઈશ્વર તને બળ આપશે. 9આપણાં કાર્યોથી નહિ, પણ ઈશ્વરના હેતુ અને કૃપાને લીધે તેમણે આપણો ઉદ્ધાર કરીને આપણને તેમના અલગ લોક થવાનું આમંત્રણ આપ્યું છે. પ્રારંભથી જ ખ્રિસ્ત ઈસુની મારફતે તેમણે આ કૃપા આપણને આપી છે; 10પણ હવે આપણા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તના આગમનથી તે આપણી સમક્ષ પ્રગટ થઈ છે. મૃત્યુને નાબૂદ કરીને શુભસંદેશની મારફતે તેમણે અમર જીવન પ્રગટ કર્યું છે.
11ઈશ્વરે શુભસંદેશનો પ્રચાર કરવા માટે મને પ્રેષિત અને શિક્ષક તરીકે નીમ્યો છે. 12આ જ કારણથી હું બધાં દુ:ખો સહન કરું છું. જેમના પર મેં ભરોસો મૂક્યો છે તેમને હું ઓળખું છું અને જેની સોંપણી તેમણે મને કરી છે#1:12 વૈકલ્પિક અનુવાદ: મેં તેમને જે સોંપ્યું છે તેને... તેને પુનરાગમનના દિવસ સુધી સાચવી રાખવાને તે સમર્થ છે.
13મારા સાચા શિક્ષણને નમૂનારૂપ ગણીને પકડી રાખ. ખ્રિસ્ત ઈસુની સાથેના જોડાણથી મળતાં વિશ્વાસ અને પ્રેમને વળગી રહે. 14આપણામાં વાસો કરનાર પવિત્ર આત્માના સામર્થ્યની મારફતે તને આપવામાં આવેલી સારી બાબતો સાચવી રાખ.
15આસિયા પ્રદેશના બધા માણસોએ મને તજી દીધો હતો તે તું જાણે છે. ફુગિલસ અને હેર્મોગેનેસ તેમનામાંના જ છે. 16ઓનેસિફરસના કુટુંબને પ્રભુ શાંતિ બક્ષો. કારણ, ઘણી વખતે તેણે મને પ્રોત્સાહન આપ્યું છે. હું જેલમાં હતો તેને લીધે તે શરમાયો નહિ. 17પણ તેણે રોમમાં આવતાંની સાથે જ આતુરતાથી શોધ કરીને મને શોધી કાઢયો. 18પ્રભુ તેમના આગમનને દિવસે તેને કૃપા બક્ષો! વળી, એફેસસમાં તેણે મારે માટે જે કંઈ કર્યું તે પણ તું જાણે છે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy