YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર પ્રસ્તાવના :

પ્રસ્તાવના :
ગીતશાસ્‍ત્રનું પુસ્તક એ ગીતોનું અને પ્રાર્થનાઓનું પુસ્તક છે. જુદા જુદા લેખકોએ લાંબા સમયગાળા દરમિયાન આ ગીતો લખ્યાં છે. ઇઝરાયલી લોકોએ એ બધાંનો સંગ્રહ કર્યો, અને ભજન સેવાઓમાં એનો ઉપયોગ કર્યો, અને સમય જતાં જૂના કરારમાં એ બધાંનો સમાવેશ કરવામાં આવ્યો.
આ ધાર્મિક કાવ્યો જુદા જુદા પ્રકારનાં છે. કેટલાંક ઈશ્વરની સ્‍તુતિનાં અને ભક્તિનાં ગીતો છે; કેટલાંક મદદ, રક્ષણ અને છુટકારા માટેની પ્રાર્થનાઓ છે; કેટલાંક માફી માટેની યાચનાઓ છે; કેટલાંકમાં ઈશ્વરના આશીર્વાદો માટે આભારસ્તુતિ આપવામાં આવી છે; અને કેટલાંક ગીતોમાં દુશ્મનોને શિક્ષા કરવાની યાચનાઓ છે. આ બધી પ્રાર્થનાઓ એકી સાથે અંગત તેમ જ રાષ્ટ્રીય છે. કેટલીકમાં તદ્દન અંગત એવી એક વ્યક્તિની લાગણીઓ ઊભરાતી દેખાય છે, જ્યારે બીજી કેટલીકમાં ઈશ્વરના બધા લોકોની જરૂરિયાતો અને લાગણીઓનું પ્રતિનિધિત્વ ઉઠાવ પામ્યું છે.
પ્રભુ ઈસુએ આ ગીતો વાપર્યાં છે, તેમ જ નવા કરારના લેખકોએ એમાંથી અવતરણો લીધાં છે. અને શરૂઆતથી જ આ પુસ્તક ખ્રિસ્તી મંડળીઓમાં ભજનભક્તિના કિંમતી ખજાનારૂપ બની રહ્યું છે.
રૂપરેખા :
ગીતશાસ્‍ત્રનાં ૧૫૦ ગીતોને પાંચ સંગ્રહમાં કે પુસ્તકોમાં વહેંચી નાખવામાં આવ્યાં છે :
ગીતશાસ્‍ત્ર ૧ –૪૧
ગીતશાસ્‍ત્ર ૪૨-૭૨
ગીતશાસ્‍ત્ર ૭૩-૮૯
ગીતશાસ્‍ત્ર ૯૦-૧૦૬
ગીતશાસ્‍ત્ર ૧૦૭-૧૫૦

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in