તીયાં આરી આઠ-દશ દિહ રીને ફેસ્તુસ કૈસરિયા શેહેરુમે ફાચો ગીયો, આને બીજા દિહે ન્યાય કેરુલો જાગાપે બોહીને પાઉલુલે લી આવા આજ્ઞા દેદી. જાંહા તોઅ આલો તાંહા જે યહુદી આગેવાન યરુશાલેમુમેને આલ્લા આથા, તીયાહા આજુ-બાજુ ઉબી રીને તીયાપે ખુબુજ મોડા-મોડા દોષ તીયાપે લાગવ્યા, જીયા સાબિતી તે આપી નાય સેક્તલા.