આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરની સ્તુતિ થાઓ! ઈસુ ખ્રિસ્તને મરણમાંથી સજીવન કરીને તેમણે આપણને તેમની મહાન દયાને લીધે નવું જીવન આપ્યું છે, જેનાથી આપણામાં જીવંત આશા ઉત્પન્ન થાય છે. અને ઈશ્વરે પોતાના લોકોને માટે રાખી મૂકેલો વારસો મેળવવાની આપણે અપેક્ષા રાખીએ છીએ. ઈશ્વરે તે વારસો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂક્યો છે અને તે અવિનાશી, નિર્મળ અને અક્ષય છે.