મહિમાની પુનઃ પ્રાપ્તિ预览

મહિમાથી મહિમા
જ્યાં તમે ઈશ્વરના મહિમાનો અનુભવ કરો ત્યાં ઈશ્વરની હાજરી હોય છે. ઈસુના અનુયાયીઓ તરીકે, દૈનિક સમર્પણ અને ઇરાદાપૂર્વક તેમની હાજરીમાં આપણે રહીએ તે આવશ્યક છે. સવારે ઊંઘમાંથી જાગવું કે દાંત સાફ કરવાની દૈનિક બાબતોની માફક તે મહત્વની બાબત છે. એક વાત સાચી છે કે એક ખ્રિસ્તી વ્યક્તિ માટે બાઈબલમાં “શાંત સમય”ની માંગણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ એટલો તો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઘણાં પ્રસંગોએ ઇસુ સઘળું છોડી મૂકીને એકાંતમાં ચાલ્યા જતા હતા, તેમના પિતાની સાથે સમય પસાર કરવા માટે તે આ મુજબ કરતા હતા. જગતોના ઉત્પન્નકર્તા અને દેહધારણ કરેલ ઈશ્વર એવા ઈશ્વરના દીકરાને આ મુજબ કરવાની આવશ્યકતા હતી, તો પછી આપણે પણ એમ કરીએ તે જરૂરનું છે એવું લાગે છે.
તેમની હાજરીમાં જે આ સમયો આપણે પસાર કરીએ છીએ તે એવા સમયો છે કે જયારે આપણે તેમનો મહિમા નિહાળીએ છીએ અને તેમના મહિમાથી આપણે રૂપાંતર પામીએ છીએ. આપણા તારણ થયા અગાઉ, આપણા હૃદયો અને મનોને ઢાંકી દેનાર એક પડદો હતો. ઇસુ તરફ ફરીને અને આપણા જીવનોમાં અધિકારનું સર્વોચ્ચ સ્થાન તેમને આપીને આપણે જોઈ શકીએ છીએ કે ભલાઈને માટે તે પડદો ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યો છે. હવે જયારે પડદો ચાલ્યો ગયો છે ત્યારે પવિત્ર આત્મા જે સ્વતંત્રતા લાવે છે તેનો અનુભવ આપણે કરી શકીએ છીએ અને તેની સાથોસાથ આપણે ઈશ્વરના મહિમાને પ્રતિબિમ્બિત કરવાનું શરૂ કરીએ છીએ.
જો તમે કોઈ વખત એવા રસ્તાઓથી કે મેદાની પ્રદેશોમાંથી પસાર થયા હોય કે જ્યાં સ્ટ્રીટલાઈટો ન હોય પરંતુ રસ્તાઓ પર કે રસ્તાની બાજુનાં પાંખીયાઓ પર રીફ્લેક્શન આપનાર રીફ્લેકટર સિવાય બીજું કશું જ ન હોય તો તમારો અનુભવ હશે કે રીફ્લેક્શન કામ કરે છે. જ્યાં સુધી રીફ્લેકટર પર પ્રકાશ ન પડે ત્યાં સુધી ત્યાં અંધારું રહે છે. તે જયારે પ્રકાશ પ્રાપ્ત કરે છે છે ત્યારે જ તેનો પ્રતિબિંબ પાછો ફેંકે છે અને તે જ આપણે જ્યારે ગાડી ચલાવતા હોય ત્યારે પ્રકાશ પાડીએ ત્યારે દેખાઈ છે. ઈશ્વરના મહિમાને પ્રતિબિંબિત કરવા માટે આપણું સર્જન અને નવો જન્મ થયો છે. તેનો અર્થ એ થાય છે કે જયારે આપણે તેમની હાજરીમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે તેમનો મહિમા આપણા પર ચમકે છે અને તેમના સ્વરૂપમાં તે આપણને થોડું થોડું કરીને રૂપાંતરિત કરે છે. તે ત્યાં થંભી જતું નથી. આ બદલાણ આપણા જીવનોનાં દરેક પાસાને સ્પર્શ કરે છે. જયારે આપણે આપણા પાડોશીઓ પાસે, નોકરીનાં સ્થળે, શાળાએ અને કોલેજોમાં જઈએ છીએ ત્યારે તે સ્થાનોએ આપણે આપણી સાથે ઈશ્વરનો મહિમા લઈને જઈએ છીએ. દરેક ખૂણામાં અને બાકોરામાં ઈસુને લઇ જઈને આપણે આપણા જગતનાં અંધારા ઠેકાણાએ તેમના પ્રકાશને ચમકાવીએ છીએ.
મહિમાથી મહિમા લઇ જવામાં આવે તેના માટે શું તમે તૈયાર છો ?
ઘોષણા: ઈશ્વરના મહિમાને પ્રતિબિંબિત કરનાર હું છું. મારામાં હું તેમનો મહિમા રાખું છું અને મારી દુનિયામાં હું તેને ચમકાવું છું.
读经计划介绍

ઈશ્વરનો મહિમા એક એવી બાબત છે જેના વિષે આપણે સાંભળ્યું છે પરંતુ તેના સર્વસામાન્ય પ્રચલિત ગુણને લીધે તેને આપણે સામાન્ય બાબત તરીકે મુલવીએ છીએ. આ નાતાલનાં ટાણે અમે આશા રાખીએ છીએ કે તમારા દ્રષ્ટિકોણમાંની કેટલીક કે સઘળી બાબતોમાં તમે પરિવર્તનની મંજૂરી આપીને આ પ્રચલિત તેમ છતાં મર્મભેદક ઈશ્વરના સત્યની પુનઃમુલાકાત કરશો.
More