મહિમાની પુનઃ પ્રાપ્તિ预览

મહિમાની પુનઃ પ્રાપ્તિ

5天中的第4天

સાધારણમાં મહિમા

લગ્ન કરવાની અને પરિવાર વસાવવાની બાબતમાં યૂસફ અને મરિયમ જુવાન અને બિનઅનુભવી હતા અને તેમ છતાં તેઓ એકબીજાને અંગત રીતે જાણી શકે તે પહેલાં માતાપિતા થવા માટેનું એક ઉચ્ચ તેડું પામવા માટે તેઓને પસંદ કરવામાં આવ્યા હતા. તેઓ કોઈ એક સામાન્ય બાળકનાં માતાપિતા નહોતા પરંતુ ઈશ્વરના દીકરાનાં હતા. તેઓ પરના દબાણ વિષે વાત કરો ! જ્યારે આપણે લૂક ૨ જો અધ્યાયમાં વાંચીએ છીએ ત્યારે તેઓના જીવનોમાં બીજા એક દિવસની વિગતો અંગે વાંચન કરીએ છીએ જેમાં તેઓએ આખા જગતનાં લોકોની વસ્તીગણતરી કરવાના એક ભાગ તરીકે તેઓના નામોની નોંધણી કરાવવા એક શહેરથી બીજા શહેરમાં જવું પડયું. મરિયમનાં દહાડા પૂરા થવાનાં ટાણે તેઓએ યાત્રા કરવાની ફરજ પડી અને તેને લીધે બેથલેહેમમાં પ્રાણીઓને માટે રાખવામાં આવેલ એક ગભાણમાં તેઓના બાળકનો જન્મ થયો. સૌથી સાદગીપૂર્ણ માળખામાં તેમના પ્રિય દીકરાનો જન્મ થાય તેના માટે ઈશ્વરે ઇરાદાપૂર્વક ઈતિહાસની ગોઠવણી કરી તે રોમાંચક બાબત છે. સાદગીની વાત કરીએ તો, મરિયમે તેના નવા જન્મેલ બાળકને લૂગડાંનાં પટ્ટાઓમાં લપેટીને ગભાણમાં તેને મૂક્યો કેમ કે ધર્મશાળામાં તેઓને માટે કોઈ ઓરડી પ્રાપ્ત થઇ નહોતી. ત્યાં પશુઓ ભરાડતા હોય, ગભાણમાંથી દુર્ગંધ ફેલાતી હોય અને કેટલીક હદે કચરો આમતેમ ફેલાયેલો હશે.

વર્તમાન સમયોમાં ટેલિવિઝન અને સામાજીક માધ્યમોનાં આગમન બાદ અસાધારણ, સિધ્ધ અને સફળ જીવનો જીવવા માટે આપણી ઉપર ઘણું દબાણ રહેલું છે. આપણી આસપાસ રહેલા લોકોની સાથે તાલમેલ રાખવા માટે આપણે આપણા ચહેરાઓને સંપૂર્ણ રાખવા ચાહીએ છે, ઉત્તમ વસ્ત્રો અને અલંકારો રાખીએ છીએ, સૌથી જાજરમાન ઉજવણીઓ કરીએ છીએ અને મોટી મોટી ઉજાણીઓ કરીએ છીએ. આપણે અનુમાન કરીએ છીએ કે સાધારણ બાબત કંટાળાજનક છે. આપણે વિચારીએ છીએ કે દુનિયાની બાબતો કાયમી છે. આપણે ભૂલી જઈએ છીએ કે ઈસુના હસ્તક્ષેપની જરૂર પડે એવી બાબતો તો આપણા સાધારણ જીવનો છે. ઐહિક બાબતોમાં પ્રાપ્ત થનાર આનંદનું મૂલ્યાંકન આપણે ઓછું રાખીએ છીએ.

મેસેજ બાઈબલમાં રોમન ૧૨ મો અધ્યાયની ૧ કલમ કહે છે, “તેથી અહીં એક એવી બાબત છે જે તમે કરો એવી હું ઈચ્છા રાખું છું, ઈશ્વરની મદદથી તમે: તમારું દૈનિક જીવન, સાધારણ જીવન -તમારું ઊંઘવું, ખાવું, કામ કરવા જવું, દિનચર્યાનું જીવન - લો અને ઈશ્વરની સમક્ષ એક અર્પણ તરીકે રજુ કરો. તમારા માટે ઈશ્વર જે કરે છે તે સર્વોત્તમ તમે તેમના માટે કરો એવી મહેચ્છા રાખીને.”

જયારે તમે તેને સંપૂર્ણપણે ઈસુને સમર્પિત કરી દીધું હોય ત્યારે સૌથી મહાન હેતુને માટે તમે તમારું સાધારણ જીવન જીવી શકો છો. આ મુજબ કરીને, તમે તેમને અનંત મહિમા આપો છો.

ઘોષણા: ઇસુ, મારું જીવન તમારું છે. તેનું સર્વસ્વ તમારું છે. હું જાણું છું કે તમે તેમાંથી સર્વોત્તમ ઉત્પન્ન કરશો.

读经计划介绍

મહિમાની પુનઃ પ્રાપ્તિ

ઈશ્વરનો મહિમા એક એવી બાબત છે જેના વિષે આપણે સાંભળ્યું છે પરંતુ તેના સર્વસામાન્ય પ્રચલિત ગુણને લીધે તેને આપણે સામાન્ય બાબત તરીકે મુલવીએ છીએ. આ નાતાલનાં ટાણે અમે આશા રાખીએ છીએ કે તમારા દ્રષ્ટિકોણમાંની કેટલીક કે સઘળી બાબતોમાં તમે પરિવર્તનની મંજૂરી આપીને આ પ્રચલિત તેમ છતાં મર્મભેદક ઈશ્વરના સત્યની પુનઃમુલાકાત કરશો.

More