મહિમાની પુનઃ પ્રાપ્તિ预览

મહિમાની પુનઃ પ્રાપ્તિ

5天中的第2天

ધૂળમાં મહિમા

આજનાં શાસ્ત્રભાગને તમે ફટાફટ વાંચશો ત્યારે તે લગભગ ઐહિક જેવો લાગશે પરંતુ તેને ફરીવાર વાંચવા હું તમને વિનંતી કરું છું, આ સમયે તેમાં ઉલ્લેખ કરવામાં આવેલ તમામ નામોને ધીરેધીરે અને ખરેખર શીખતા જઈને વાંચન કરો. તેમાં કેટલાંક પ્રચલિત નામો છે અને તેમાં કેટલાંક નામો અજાણ્યા પણ છે. જો તમારી પાસે પૂરતો સમય છે તો ઉત્પત્તિ, નિર્ગમન, રાજાઓ અને પ્રબોધકોનાં પુસ્તકોમાં ફરીથી જાઓ જેમાં તેઓની વાર્તાઓ વધારે વિગતસર આપવામાં આવેલ છે તેનું તમે વાંચન કરી શકશો. તેઓની જીવનકથાઓ મહિમાવંત બાબતોથી જોજનો દૂર રહેલી છે. હકીકતમાં તો તેઓ સદંતર રીતે લજ્જાસ્પદ છે ! યાકૂબનો એક દીકરો, યહૂદા, તેણી કોઈ એક વૈશ્યા હશે એમ સમજીને તેની પોતાની વહુ સાથે શરીરસંબંધ રાખે છે અને તેને લીધે તેઓને જોડકાં દીકરાઓનો જન્મ થાય છે અને તેઓમાંથી એક દીકરાને વંશાવળીમાં સ્થાન મળે છે. વીશીની રખેવાળ/વૈશ્યા રાહાબ નામાવલીમાં નોંધપાત્ર થાય છે,જયારે બિન યહૂદણ, રૂથ, જેનું લગ્ન બોઆઝ સાથે થાય છે અને તે પણ આ પારિવારિક વંશાવળીમાં સ્થાન મેળવે છે. તેઓમાં ઉલ્લેખ કરવામાં આવેલ કેટલાંક રાજાઓએ ઘોર પાપો કર્યા હતા અને ઇઝરાયેલનાં દેશને પાપ, ભ્રષ્ટતા અને મૂર્તિપૂજામાં દોરી ગયા હતા. આ પ્રકારના રંગીન મિજાજી ભૂતકાળ ધરાવનાર લોકો ઈશ્વરના દીકરા ઇસુનાં પરિવારવૃક્ષમાં સ્થાન પામ્યા તે શું આશ્ચર્યજનક નથી ?

ન્યાયસંગત થવા માટે, ઇસુ જેને માટે જાણીતા છે તે તે જ પ્રકાર છે. પાપીઓનો મિત્ર, જે સમાજથી સૌથી વધારે તિરસ્કાર પામેલા લોકોની સાથે જમવા બેસનાર હતા. રોગમુક્ત થવા માટે જેઓ તેમની પાસે જતા હતા તે ઘણા રોગીઓ અને માંદાઓને સ્પર્શ કરનાર માણસ. કોઇપણ પ્રકારનાં ખચકાટ વિના દરેક અને કોઇપણ વ્યક્તિની સાથે પોતાને સાંકળી લેનાર એક શિક્ષક. તેમની ખૂબી એવી તાદ્રશ્ય થતી હતી કે તે લોકોને તેઓની નિમ્નતમ, આઘાતજનક, ઉદાસીન અવસ્થામાં શોધી કાઢીને તેઓને દીકરા અને દીકરીનાં સ્થાન પર લાવીને મૂકતાં હતા. જેને પહેલાં દુષ્ટઆત્માઓ વળગેલાં હતા એવી મરિયમ માગ્દાલેણને ઇસુની મારફતે આઝાદ કરવામાં આવી, અને પછી તે તેની યાત્રાઓમાં સહભાગી થઇ ગઈ હતી. તિરસ્કાર પામેલ યહૂદી દાણીઓમાંથી એક એવા માથ્થીએ તેમની મુખ્ય ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એક જૂઠો અને અવગણના કરનાર, યહૂદા ત્રણ વર્ષ સુધી તેમની સૌથી પડખે ઊભો રહેનાર વ્યક્તિ હતો. તેમના નજીકનાં વર્તુળમાંનો એક એવા સિમોને, તેમની સૌથી વધારે તાતી જરૂરતનાં ઘડીએ તેમનો નકાર કરી દીધો હતો અને તેમ છતાં સુવાર્તાનો ફેલાવો કરવા માટે જેનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે એવી સ્થિતિમાં તેને મૂકવામાં આવ્યો હતો.

કોઈ એક કુટેવ, અનૈતિક સંબંધ અથવા કોઈ એક પાપમય ભૂતકાળને કારણે તમે પોતાને ઈશ્વરના પરિવારમાંથી બાકાત કરી નાખ્યાં હોય એવું બની શકે. જયારે તમારા જીવનમાં ઇસુ હોય છે ત્યારે તે ધૂળમાંથી મહિમા ઉત્પન્ન કરે છે. તમારી જીવનવાર્તા તેમની ઉત્કૃષ્ઠ કલાકૃતિ બની જાય છે. કાલવરીનાં ક્રૂસ પર વહેવડાવવામાં આવેલ તે લોહીનાં સામર્થ્ય વડે તમારા દાગ ધોઈ નાખવામાં આવે છે.

માત્ર તે જ આપણા ટૂકડાઓને લઇને તેઓને મહિમાવંત રીતોએ જોડી શકે છે. તમારા વિષે તમે નિમ્ન કક્ષાનું વિચારશો નહિ. તમે ઈશ્વરના કુટુંબનાં છો અને તે તમને પ્રેમ કરે છે. તેમનાથી અને તેમના પરિવારથી તમે અળગા રાખનારી તમામ બાબતોનો પસ્તાવો કરો. તમને ફરીથી સ્વીકારવા તેમને અનુમતિ આપો !

ઘોષણા: હું ઈશ્વરનું સંતાન છું. હું અપૂર્ણ છું પરંતુ એક સંપૂર્ણ પિતાથી હું પ્રેમ અને આદર પામું છું.

读经计划介绍

મહિમાની પુનઃ પ્રાપ્તિ

ઈશ્વરનો મહિમા એક એવી બાબત છે જેના વિષે આપણે સાંભળ્યું છે પરંતુ તેના સર્વસામાન્ય પ્રચલિત ગુણને લીધે તેને આપણે સામાન્ય બાબત તરીકે મુલવીએ છીએ. આ નાતાલનાં ટાણે અમે આશા રાખીએ છીએ કે તમારા દ્રષ્ટિકોણમાંની કેટલીક કે સઘળી બાબતોમાં તમે પરિવર્તનની મંજૂરી આપીને આ પ્રચલિત તેમ છતાં મર્મભેદક ઈશ્વરના સત્યની પુનઃમુલાકાત કરશો.

More