મહિમાની પુનઃ પ્રાપ્તિ预览

મહિમાની પુનઃ પ્રાપ્તિ

5天中的第1天

મહિમા

ખ્રિસ્તી જગતમાં કાયમ ઉપયોગ કરવામાં આવતો શબ્દ મહિમા છે અને તેનો વાસ્તવિક ભાવાર્થ શો હોય શકે તેના વિષે તમે કદાચ પોતાને કોઈવાર મૂંઝાયેલ અવસ્થામાં પડેલાં જોયા હશે. આ બાબત પણ સંભવ છે કે તમે ઘણા લોકોમાંથી એક વ્યક્તિ હોય શકો કે જે તેનો અર્થ શું થાય છે તે જાણતા હોય તેમ છતાં તે જેને સૂચવે છે તેના પરિમાણને નજરઅંદાજ કરતા આવ્યા હોય. તમે કોઇપણ પક્ષમાં આજે પોતાને પડેલાં જોઈ શકતા હોય તોપણ તે મહત્વનું રહેતું નથી. મહિમા શબ્દપ્રયોગ ઈશ્વરનો ગુણધર્મ છે અને કેવળ તેમને માટે જ તે વપરાતો રહેવો જોઈએ. જયારે આપણે કામનાં સ્થળે કે શાળાએ કોઈ અસાધારણ કામ કરીએ છીએ ત્યારે અમુકવાર આપણા પર મહિમા મૂકવામાં આવે છે. આપણે આ શબ્દસમૂહને સાંભળી ચૂક્યા છે કે “હિંમત નથી તો મહિમા નથી” જેનો યુધ્ધ અને ચઢાઈ કરવાના સંદર્ભમાં ઉલ્લેખ કરવામાં આવે છે.

મહિમા માટેનો ગ્રીક શબ્દ “ડોક્ષા”નો શબ્દશઃ અર્થ ભારે થાય છે અને તે અંતર્ભૂત મૂલ્ય, કોઈ બાબતનાં સાર કે સત્વને સૂચવે છે. મહિમા શબ્દને કેવળ ઈશ્વરને માટે જ પ્રયોગી શકાય કેમ કે કેવળ તે જ અસલ રૂપમાં તેને યોગ્ય છે. તેમની શક્તિ, તેમનું ગૌરવ, તેમની કરૂણા, તેમનું બળ, તેમની સર્જનકળા, તેમની સાર્વભૌમિક ઈચ્છા અને માનવજાત પ્રત્યે તેમની દયા (જેવા ઉલ્લેખ કરેલ થોડાં ગુણો) જેવા કેટલાંક ગુણધર્મો તેમને સંપૂર્ણપણે મહિમા પ્રાપ્ત કરવાને યોગ્ય બનાવી દે છે.

પ્રેરિત યોહાન લખે છે કે દેહધારણ કરેલ અને આપણી મધ્યે નિવાસ કરનાર શબ્દ ઇસુ છે. ઈશ્વરના મહિમાનું વર્ણન કરવા માટે ઉપયોગ કરવામાં આવતો શબ્દ “શકીનાહ” છે અને આ કલમમાં તે જણાવે છે કે જયારે ઇસુ ધરતી પર આવ્યા ત્યારે અમે તેમનો મહિમા (શકીનાહ) જોયો એટલે કે કૃપા અને સત્યથી ભરપૂર ઈશ્વરના દીકરાનો મહિમા. શકીનાહ એવો મહિમા છે જે ઈશ્વરની હાજરીમાં તેજોમય રીતે દ્રશ્ય હોય છે. તે આપણા બેકાબૂ કલ્પનાઓ, આપણી સૌથી ઉત્તમ સમૃધ્ધિ અને વૈભવનાં વિચારો કરતા સવિશેષ છે. તે એવો મહિમા છે જે રાજાઓના રાજા અને પ્રભુઓનાં પ્રભુને જ લાયક છે.

આજે, ભલે તમે કોઈપણ વ્યક્તિ હોય અથવા ગમે તે સ્થળે રહી ચૂક્યા હોય અથવા ગમે તે કામ કર્યું હોય, તેમ છતાં તમે તમારા જીવનમાં ઈસુને ફરીથી આમંત્રણ આપી શકો છો અને જયારે તે આવે છે ત્યારે તે વાસો કરવા માટે આવે છે. તે જ્યાં છે, ત્યાં આપણે તેમનો મહિમા જોઈ શકીશું. તમારી ક્ષમતાથી વધારે જયારે તે તમને સામર્થ્ય પ્રદાન કરશે ત્યારે તમે કામનાં સ્થળે તેને પ્રગટ થતા જોઈ શકશો. તમારી વ્યગ્રતા માટે જયારે તમારું બાળક તમને માફ કરે ત્યારે તમે તમારા ઘરમાં તેને જોઈ શકશો. કોઈ એક ચોક્કસ કઠોર દિને તમારા પ્રત્યે કોઈ એક અજાણી વ્યક્તિ ભલાઈ દર્શાવે ત્યારે તમે તેને જોઈ શકશો. જ્યાં ઇસુ છે, ત્યાં તેમનો મહિમા પણ પ્રગટ થશે. તમને કેટલીક પ્રશંસા મળી જાય એવું થઇ શકે પરંતુ તમે મહિમા તેમને સોંપી દેવાની તકેદારી રાખો !

ઘોષણા: ઇસુ – તમે મારી સાથેના ઈશ્વર, ઇમ્માનુએલ છો. તમે દરેક રીતે મહિમાવંત છો !

读经计划介绍

મહિમાની પુનઃ પ્રાપ્તિ

ઈશ્વરનો મહિમા એક એવી બાબત છે જેના વિષે આપણે સાંભળ્યું છે પરંતુ તેના સર્વસામાન્ય પ્રચલિત ગુણને લીધે તેને આપણે સામાન્ય બાબત તરીકે મુલવીએ છીએ. આ નાતાલનાં ટાણે અમે આશા રાખીએ છીએ કે તમારા દ્રષ્ટિકોણમાંની કેટલીક કે સઘળી બાબતોમાં તમે પરિવર્તનની મંજૂરી આપીને આ પ્રચલિત તેમ છતાં મર્મભેદક ઈશ્વરના સત્યની પુનઃમુલાકાત કરશો.

More