મહિમાની પુનઃ પ્રાપ્તિ预览

મહિમાની પુનઃ પ્રાપ્તિ

5天中的第3天

અલૌકિકતામાં મહિમા

સ્વર્ગદૂતની મારફતે મરિયમ સમક્ષ ઈસુના જન્મ અંગે કરવામાં આવેલ ઘોષણાથી લઈને પૂર્વનાં ત્રણ માગીઓએ લીધેલ મુલાકાત સુધીની નાતાલની સમગ્ર વાર્તાનાં ઘટનાક્રમમાં એક અલૌકિક ચિત્રપટ જોવા મળે છે. આ બાબતોનો વિચાર કરો: આવનાર જોખમો વિષે નવા બનેલાં એક પિતાને ચેતવણી આપવા સ્વપ્નોમાં પ્રગટ થનાર સ્વર્ગદૂતો વિષે, આકાશમાં દેખાયેલ એક ચિહ્ન વિષે કે જેને ત્રણ માણસો ઓળખી ગયા અને તેનું અનુકરણ કર્યું, મેદાનમાં સાધારણ ભરવાડોની સમક્ષ પ્રગટ થયેલ દૂતો કે જેઓએ તેઓ સર્વને તારનાર એક બાળકનાં જન્મ વિષે તેઓની સમક્ષ ઘોષણા કરી. તેમાં કશું જ અસાધારણ નહોતું અને આ જગતનાં બહારનું હતું. આ લોકો સાધારણ લોકો હતા જેઓને તેઓની કાયમી વાસ્તવિકતાની બહારની દુનિયાનાં ક્ષેત્ર વિષે સભાન કરવામાં આવ્યા હતા. આજ્ઞાકારી થવાની તેઓની ઈચ્છાને કારણે આ સભાનતાએ તેઓના જીવનોમાં સદાકાળ બદલાણ લાવી દીધું. યૂસફે દૂતની વાત માની અને તેની પત્ની થવા માટે મરિયમને લઈને આવ્યો. ભરવાડોએ દૂતોની વાતો માની અને નવા જન્મેલા તારનારની ઉપાસના કરવા માટે તેઓ આવ્યા. ત્રણ રાજાઓએ રાજાઓના રાજાનું ભજન કરવા માટે દુનિયાની અડધા ભાગની યાત્રા કરી.

આપણે જે સમયગાળામાં રહીએ છીએ, તે પ્રાકૃતિક દુનિયામાં આપણે કેટલીકવાર એવા ફસાઈ પડીએ છીએ કે આપણે અલૌકિક દુનિયામાં જીવવાનું ભૂલી જઈએ છીએ. જે લોકો અલૌકિકતામાં જીવે છે તેઓ પૃથ્વી અને તેની જરૂરતનાં વિષયમાં ભૂલી જતા નથી પરંતુ ધરતીને સ્પર્શ કરનાર સ્વર્ગની ઝાંખીઓને જોવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે. તેઓ વિશ્વાસ કરે છે કે ઈશ્વર અદ્રશ્ય જગતમાં કામ કરી રહ્યા છે અને જયારે સમય થશે ત્યારે તે પોતાને પ્રગટ કરશે. તેઓને નિરાશ ન કરનાર આશા અત્યારે તેઓ રાખી રહ્યા છે. તેઓ પૂર્ણ હૃદયથી પ્રાર્થના કરે છે કે “જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર” ઈશ્વરની ઈચ્છા પૂરી કરવામાં આવે.

તેમના વચનનું વાંચન અને તેમની વાણી સાંભળવાની બાબત તેમની સાથેના સંબંધમાં વૃધ્ધિ કરવામાં આપણને સહાયકારી નીવડે છે. તેમને આધીન થઈને તેમના પગલે ચાલવાની બાબત, અલૌકિક દુનિયામાં તેમના મહિમાને જોવા માટે આપણને મુખ્ય ઉમેદવારો બનાવી દે છે.

ઘોષણા: હે ઈશ્વર, તમે અનંત, અમર અને અજય છો. હું જાણું છું કે જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર મારા વિષેની તમારી ઈચ્છા પૂર્ણ થશે.

读经计划介绍

મહિમાની પુનઃ પ્રાપ્તિ

ઈશ્વરનો મહિમા એક એવી બાબત છે જેના વિષે આપણે સાંભળ્યું છે પરંતુ તેના સર્વસામાન્ય પ્રચલિત ગુણને લીધે તેને આપણે સામાન્ય બાબત તરીકે મુલવીએ છીએ. આ નાતાલનાં ટાણે અમે આશા રાખીએ છીએ કે તમારા દ્રષ્ટિકોણમાંની કેટલીક કે સઘળી બાબતોમાં તમે પરિવર્તનની મંજૂરી આપીને આ પ્રચલિત તેમ છતાં મર્મભેદક ઈશ્વરના સત્યની પુનઃમુલાકાત કરશો.

More