દુ:ખનો સામનોનમૂનો

દુ:ખનો સામનો

DAY 8 OF 10

શંકામાંથી દ્રઢ વિશ્વાસમાં આવવું

જ્યારે માર્થા અને મરિયમ બંને ઇસુને સૌથી પહેલાં કબર પાસે મળ્યાં હતા, ત્યારે તે બંને એ ઇસુને કહ્યું કે, “જો તમે અહીંયા હોત, તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત.”

ઇસુ તેઓની નબળી માન્યતાને દ્રઢ વિશ્વાસમાં લાવવા માંગે છે.

જ્યારે ઇસુએ નિર્મળ અને પ્રેમભાવથી તેણીને કહ્યું કે, “તારો ભાઈ ફરી જાગશે,” તો તેણીએ કટાક્ષ કરતાં જવાબ આપ્યો, “હા, હા, એ હું જાણું છું!” પણ તેણીના હ્રદયના દરેક ધબકારે, તેણી ખરેખર કહી રહી હતી, “આ ભયાનક બાબતને થતી રોકવા માટે હું ઇચ્છતી હતી કે તમે અહીંયા હોવ.

તે દરમ્યાન, ઇસુએ કહેવાનું ચાલુ રાખ્યું, “હું પુનરુત્થાન અને જીવન છું. જેઓ મારામાં વિશ્વાસ રાખશે તેઓ મરણ પામ્યા હોવા છતાં પણ જીવતા રહેશે.” એ પછી ઇસુએ તેણીને એક સવાલ પૂછ્યો, “માર્થા, શું તું આ બાબતમાં માને છે?” જેનો માર્થાએ જવાબ આપ્યો, “હા, પ્રભુ હું માનું છું.”

શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, મરણ બાદ સમગ્ર માનવજાત માટે બે બાબત પ્રારબ્ધમાં નિમાયેલી છે: શાશ્વત(રોમાનોને પત્ર 06:23). જેઓ પોતાનો વિશ્વાસ ઇસુ ખ્રિસ્તમાં મૂકે છે તેઓ અનંત જીવન પામે છે. જ્યારે શરીર મૃત્યુ પામે છે, ત્યારે તેઓના શબ કબરમાં રહે છે, પણ તેઓની આત્માને તુરંત સભાનતાપૂર્વક ઇસુની હાજરીમાં લઈ જવામાં આવે છે. આપણી આત્માને તુરંત સ્વર્ગમાં નિર્દેષ્ટ કરવામાં આવેલ છે, કારણ કે ઇસુએ પોતે સ્વર્ગમાં આરોહણ કર્યું હતું (પ્રેષિતોના કાર્યો 1:11) અને અત્યારે ત્યાં સ્વર્ગમાં તેઓ આપણાં માટે ઘર બનાવી રહ્યાં છે.

જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ, ત્યારે આપણને તુરંત સભાનતાપૂર્વક સ્વર્ગમાં આપણાં તારનારની હાજરીમાં લઈ જવામાં આવે છે. આપણાં પ્રિયજનો જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ આપણી પહેલાં સ્વર્ગમાં જતાં રહ્યાં છે. હવે તેઓ ભૂતકાળમાં નથી - ભવિષ્યકાળમાં છે.

આપણે આપણાં પ્રિયજનના મૃત્યુને જોવાનો “દ્રષ્ટિકોણ”બદલવો જોઈએ. આપણે તેઓને “ભૂતકાળમાં મરણ” પામેલા તરીકે જોવાને બદલે તેઓને “સ્વર્ગમાં સંપૂર્ણ જીવીત છે” એ રીતે જોવાનું શરૂ કરવું ખૂબ જ જરૂરી છે - અને સમજો કે આપણે ખૂબ જ ટૂંકા સમય ગાળામાં તેઓની સાથે ફરી મળીશું.

ઇસુ સ્વર્ગ વિષે ઘણું કહી ગયા છે. તેણે ધર્મશાસ્ત્રની રીતે કાલ્પનીક જગ્યા તરીકે સ્વર્ગ વિષે શીખ આપી ન હતી. તેઓએ તેને તેના ઘર તરીકે દર્શાવ્યું હતું - જે વાસ્તવિક્તા છે. તેના પિતા આ જગ્યાએ છે (લૂક 10:21), જ્યાં તેના પ્રમાણે જ બધુ છે (માથ્થી 06:10). તે તેના અનુયાયીઓને ત્યાં રોકાણ કરવા પ્રેર્યાં (vv. 19-21). તે ત્યાંથી આવ્યા (યોહાન 3:13) અને પાછા ફરવા ઈચ્છે છે. અને તેને તેના અનુયાયીઓને ત્યાં તેની સાથે રહેવાનું વચન આપ્યું (14:1-3).

જે સવાલ ઇસુએ માર્થાને કર્યો જે તેણીને એ નિર્ણય ઉપર લાવે છે જે માનવતાને અલગ તારવે છે: “શું તમે તે માનો છો?” (યોહાન 11:26).

આ એક ઊંડાણપૂર્વક સરળ વ્યવહાર છે જે દુ:ખી હ્રદયોમાં સ્વર્ગની આશા લાવે છે. તેમાં બે ભાગો છે - એક આપણી જવાબદારી છે, અને બીજી તેનું વચન છે. જો તમે આ વાત માનો છો, તો તે (પરમેશ્વર) તમારું પુનરુત્થાન અને જીવન બનશે.

માર્થાનો જવાબ એ ઇસુમાં તેણીની શ્રદ્ધાની ખાતરી કરે છે.

“Yes, Lord, I believe that You are the Christ, the Son of God, who is come into the world.” (યોહાન 11:27)

માર્થાના જીવનમાં સૌથી મહત્વનો દિવસ એ હતો કે તેણી પ્રભુ ઇસુની સમક્ષ ઉભી અને તેનામાં વિશ્વાસ કર્યો નહી કે એ દિવસ જ્યારે લાઝરસને મૃત્યુમાંથી ઉભો કરી અને તેણીને તાત્કાલીક પીડામાંથી મુક્તિ અપાવી હતી. જ્યારે તેણીએ જીવન મેળવ્યું તે એ દિવસ હતો, તેણી, તેણીની બહેન, અને તેણીનો ભાઈ લગભગ બે હજાર વર્ષથી ઇસુ સાથે દરરોજ સ્વર્ગમાં આનંદ કરી રહ્યાં છે.

આ દિવસ તમારા જીવનનો સૌથી મહત્વનો દિવસ હોય શકે છે કારણ કે, તમે ઇસુને તમારા પરમેશ્વર અને તારનાર તરીકે માનો છો અને જાણો છો કે જલ્દી જ એક દિવસ તો તમે પ્રભુને મળશો અને તેની સાથે અનંતકાળ વિતાવશો અને આપણાં બધા જ પ્રિયજનો જેઓ એ તેનામાં વિશ્વાસ કર્યો છે અને આપણી પહેલાં ગયા છે.

અવતરણ: “શ્રધ્ધા એ આપણાં માનસિક મનોભાવ બદલતાં હોવા છતાં, એક વખત જેનો સ્વીકાર કર્યો છે તેના કારણ પર અડગ રહેવાની કળા છે,” સી. એસ. લુઈસ

પ્રાર્થના: પ્રભુ હું પ્રાર્થના કરું છું કે તમે મારાં દુ:ખને ખુશીમાં બદલશો, કારણ કે તમે જે છો તેને હું માનું છું અને તમારા હું મારો વિશ્વાસ મૂકું છું. આમેન

શાસ્ત્ર

About this Plan

દુ:ખનો સામનો

જૂન 2021ના અંતે જ્યારે મારા પ્રિય પત્ની પરમેશ્વર સાથે સીધાવી ગયા બાદ પરમેશ્વરે મને આ પાઠો શિખવ્યા છે. મારી એ પ્રાર્થના છે કે, જેમ તમે આ ભક્તિના લેખો વાંચો તેમ,પરમેશ્વર તેના તમારા હ્રદયને પ્રેરણા આપે. શોક કરવો બરાબર છે. સવાલો હોય એ બરાબર છે. પરંતુ શોકની અંદર આશા છે. આશા છે કે, તે જીવનની એક ચોક્કસ બાબત - મૃત્યુ માટે તમને તૈયાર કરે.

More

અમે આ યોજના પ્રદાન કરવા બદલ વિજય થાંગિયાનો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.facebook.com/ThangiahVijay