દુ:ખનો સામનોનમૂનો

દુ:ખનો સામનો

DAY 1 OF 10

શોક કરવો બરાબર છે

જ્યારે આપણાં પ્રિયજન મરણ પામે છે, ત્યારે હંમેશા આપણને અલગ-અલગ ભાવનાઓની અનુભૂતિ થાય છે. રડવું કે વિલાપ કરવો એ અનુચિત નથી.વાસ્તવિક્તા એ છે કે બધુ પરમેશ્વરના નિયંત્રણમાં છે અને અત્યારે જે દુ:ખની લાગણી અનુભવીએ છીએ એમાં કોઈ ફેર પડતો તો નથી પણ લાંબાગાળે એ સઘળું હિતકારી નીવડે છે .

પરમેશ્વર સમજે છે કે મૃત્યુ સાથેનો સંપર્ક કેટલો ભયાવહ અને કષ્ટદાયક હોઇ શકે છે. ઈસુએ લાઝરસને મૃત્યુમાંથી સજીવન કર્યો એ ઘટનામાંથી પરમેશ્વર મૃત્યુને કેવી રીતે જોવે છે એનું સચોટ ઉદાહરણ મળી આવે છે.

ઈસુ આપણને દર્શાવે છે કે, શોક કરવો ઠીક છે જ્યારે તેણે લાઝરસની કબર પાસે આસું સાર્યા. તે દર્શાવે છે કે, શોકની અનુભૂતિ કરવી એ પાપપૂર્ણ નથી. તે દર્શાવે છે કે, તીવ્ર લાગણી એ કોઈ એવી બાબત નથી જેનાથી આપણે લજ્જિત થવું જોઈએ.

આપણે રડીએ છીએ એમ ઈસુ રડયાં હતા. જેમ આપણે આંસુ સારીએ છીએ તેમ તેણે (ઈસુએ) આંસુ સાર્યા હતા. તે દ્રવી ઉઠ્યા હતા જેમ આપણે દ્રવી ઉઠ્યા છીએ. ઈસુ રડયાં, જે દર્શાવે છે કે તેઓને હ્રદય હતું. તે આપણને પ્રતીતિ કરાવે છે કે, આપણે એવા ઈશ્વરની સેવા નથી કરતાં જેને આપણી સાથે જે કંઇ થાય છે તેનાથી કોઈ અસર નથી થતી. તેથી તમારી તકલીફોને પ્રભુ સમક્ષ રાખવાથી ડરશો નહીં.

હિબ્રૂઓને પત્ર 4:15 કહે છે કે, "We don’t have a high priest who can't be touched with the feeling of our infirmities" Jesus is moved in our afflictions.

ઈસુએ પણ વિલાપ કર્યો હતો જ્યારે તેના પ્રિય મિત્ર અને પિતરાઇ ભાઈ, યોહાન બાપ્તીસ્તને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.

આ બંને મૃત્યુઓને જોઈએ તેઓની (ઈસુની) પ્રતિક્રિયા અલગ અલગ હતી. અને આપણે શોક કેવી રીતે કરવો તે વિશેના તેમના (ઈસુના) અનુભવથી આપણે શીખી શકીએ છીએ.

માથ્થી 14:13 માં, આપણને જાણવા મળે છે કે, જ્યારે ઈસુએ યોહાન બાપ્તીસ્તના મરણના સમાચાર સાંભળ્યા, ત્યારે તેઓ હોડીમાં બેસીને નિર્જન સ્થળે ગયાં. ઈસુ શોક માનવતા હતાં. યોહાન સાથે જે બન્યું તે સાંભળીને તેઓનું હ્રદય ભગ્ન થઈ ગયું હતું. અને ઈસુ માત્ર થોડો સમય એકાંતમાં વિતાવવા માંગતા હતાં, પ્રાર્થના કરવા માંગતા હતાં અને ચિંતન કરવા માંગતા હતાં.

ઘણી વખત સમય એવો હોય કે, તમે તમારી વ્યથામાં માત્ર એકલાં રહેવા માંગતા હોવ, સમસ્યાઓ પર ચિંતન કરવા માંગતા હોવ અને પરમેશ્વર સાથે સમય વિતાવવા માંગતા હોવ અને તેમને ઘણા સવાલો કરવા માંગતા હોવ. તે એકદમ બરાબર છે.

પરંતુ આપણે વાંચીએ છીએ જ્યારે લોકોના ટોળાંએ સાંભળ્યું કે ઈસુ ક્યાં જઈ રહ્યાં હતાં, ત્યારે તેઓ પગપાળા મુસાફરી કરી અને સામેની બાજુએ ઈસુને મળ્યાં.

શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમે ક્યાંક દૂર એકાંતમાં ચાલ્યાં જાઓ અને શોક કરો? પરંતુ જીવનની માંગો એવું કરવા દેતી નથી.

ઈસુએ તે પરિસ્થિતીમાં કેવી પ્રતિક્રિયા આપી? બાઇબલ જણાવે છે કે, જ્યારે તેણે લોકોના ટોળાંને જો, ત્યારે તેમને તેઓ માટે અનુકંપાથઈ અને તુરંત તેઓની માંદગીને સાજા કરવા કામે લાગી ગયા. જો કે ઈસુએ તેના પ્રિય મિત્રને ખોવાનો શોક કર્યો, તેના શોકે તેમને સેવાના કાર્યો માટે શક્તિ આપી. શોકની પીડામાં, ઇસુ ગરકાવ થવાને બદલે બાહ્ય જગત તરફ વળ્યાં. તે એકાંકીબની અને “મારી સાથે શું બની ગયું” એ વિચારવાને બદલે, તેઓ બાહ્ય જગતની સેવામાં વળી ગયા અને લોકોના ટોળાંને પ્રેમ કરવા લાગ્યાં.

આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે આપણાં શોકમાં આપણી વ્યથા સ્વ-દયા અને ધિક્કારમાં ન પરિણમે. આપણો શોક બીજાને પ્રેમ કરવા અને તેઓની સેવા કરવાની શક્તિ આપે. જેનાથી તમને દુ:ખી થયા છો, જે બધી લાગણીઓનો તમે અનુભવ કરો છો, તેનો ઉપયોગ કરો અને એવા લોકોને સહાનુભૂતિ બતાવો જેઓને ઈસુનો પ્રેમ પામવાની ખૂબ જ જરૂર છે.

મોટાભાગે શોકની લાગણીમાં જીવનમાં આગળ વધવાની આ એક ચાવી છે. પોતાનામાં રચ્યાં-પચ્યાં રહેવામાં જેટલો વધારે સમય વિતાવીએ, એટલા જ આપણે ભૂતકાળમાં અટકાયેલા રહેશું.જ્યારે આપણે બહાર જોવાનું શરૂ કરીએ છીએ અને અન્ય લોકોની સેવા કરીએ છીએ, તેમાં આપણે ભવિષ્યમાં આગળ વધીએ છીએ.

અવતરણ: જ્યારે આપણે ઈશ્વરના શુષ્ક અને નિર્લેપ ચિત્રને આપણાંમસ્તિષ્ક માંથી દૂર કરી અને તેની જગ્યાએ આપણી ભાવનાઓથી જેને ફર્ક પડતો હોય અનેજે જગતના રડવાથી રડી શકે છે એવા ઈશ્વરનું ચિત્ર મૂકીએ, ત્યારે આપણને સમજાશે કે “ઈશ્વર”નો ખરેખર અર્થ શું છે. -ટોમ રાઇટ

પ્રાર્થના: પરમેશ્વર, હું તમારો આભાર માનું છું કે તમે મારા દુ:ખને સમજો છો.શોકની અવસ્થામાં હું તમારી મદદ અને શક્તિ માંગવા આવ્યો/આવી છું. આમેન

About this Plan

દુ:ખનો સામનો

જૂન 2021ના અંતે જ્યારે મારા પ્રિય પત્ની પરમેશ્વર સાથે સીધાવી ગયા બાદ પરમેશ્વરે મને આ પાઠો શિખવ્યા છે. મારી એ પ્રાર્થના છે કે, જેમ તમે આ ભક્તિના લેખો વાંચો તેમ,પરમેશ્વર તેના તમારા હ્રદયને પ્રેરણા આપે. શોક કરવો બરાબર છે. સવાલો હોય એ બરાબર છે. પરંતુ શોકની અંદર આશા છે. આશા છે કે, તે જીવનની એક ચોક્કસ બાબત - મૃત્યુ માટે તમને તૈયાર કરે.

More

અમે આ યોજના પ્રદાન કરવા બદલ વિજય થાંગિયાનો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.facebook.com/ThangiahVijay