દુ:ખનો સામનોનમૂનો

દુ:ખનો સામનો

DAY 7 OF 10

આપણું શીઘ્ર જ પુન:મિલન થશે

ધરતી પરના મોટામાં મોટા વિરોધાભાસો માંનો એક છે, ખુશી અને શોક કે જે પરસ્પર વિરોધી નથી. હકીકતમાં, સંતાપ એ એક એવો માર્ગ છે જે આશાના નવીનીકરણ તરફ દોરે છે - જો આપણે એવું કરવા દઈએ તો.

જેટલી ઝડપથી આપણે પોતાની જાતને આપણાં દુ:ખની અનુભૂતી કરાવીએ છીએ, તેના વિષે ચર્ચા કરીએ છીએ, અને તેને સમજીએ છીએ, એટલી જ જલ્દી આપણે આપણી પ્રામાણિક્તા અને અડગ વિશ્વાસ સાથે તેની છાયામાંથી બહાર નીકળવાની શક્યતા વધુ છે.

આપણાં કપરાં સમયે આપણે કા તો, રોષે ભરાયેલી ધિક્કારની ભાવનાઓથી ભરેલ આપણું જીવન જીવી શકીએ અને આક્રોશમાં પગ પછાડતા પરમેશ્વર તરફ મુઠ્ઠી હલાવીએ. અને અથવા તો, આપણે જીવન અને મરણ પર ઈસુની પ્રભુતામાં આપણે આપણી શ્રધ્ધા મૂકી શકીએ. આપણી પાસે એ ખાતરી છે કે પરમેશ્વર આપણી સાથે છે. આપણે ઈસુના શબ્દોમાં વિશ્વાસ મૂકી શકીએ જેણે કહ્યું છે કે, “આ દુનિયાના અંત સુધી પણ, હું સદાય તમારી સાથે છું,”

યોહાનની સુવાર્તામાં “ચમત્કારોની વાર્તાઓ”માં લાઝરસનું પુનરૂત્થાન એ સાત ચમત્કારોમાંથી આખરી ચમત્કાર જણાવે છે.તે તેને “સંકેતો” કહે છે. સંકેતો બીજી અન્ય અને મોટી વાસ્તવિકતા તરફ નિર્દેશ કરે છે.

માર્થા અને મરિયમ એક ચમત્કાર થાય એવું ઇચ્છતા હતા, અને તેવું બન્યું. તેઓની વિનંતી સાંભળવામાં આવી, તેઓની પ્રાર્થનાનો જવાબ મળ્યો. પરંતુ યોહાન કહે છે કે તે એક સંકેત છે. અને સંકેત અન્ય બીજી, કોઈ વધારે મહત્વપૂર્ણ અને વાસ્તવિક બાબત તરફ નિર્દેશ કરે છે.

આપણે હંમેશા વિપરીત અથવા ફરી જીવીત થવાનું ઇચ્છીએ; ઇસુ તો પુનરુત્થાનનું વચન આપે છે. ઇસુ લાઝરસને ફરી જીવન આપે છે, જે આખરી અને શ્રેષ્ઠ સંકેત છે; પરંતુ ઇસુ જ પુનરુત્થાન અને જીવન છે.

ઇસુ કંઈક વધારે સારું આપે છે. એક સારું જીવન નહીં પણ એક નવું જીવન. તે કથાનો ખરો ચમત્કાર છે; તે પ્રાર્થનાનો અંતિમ અને આખરી જવાબ છે. તે પુનરુત્થાન અને જીવન છે. ફરી જીવન નહીં પણ પુનરુત્થાન છે. પરીવર્તન નહીં પણ નવીનીકરણ છે. ઈસુ એ પાપ અને મૃત્યુ અને નર્કને હરાવ્યા છે.

જો આપણે તેના ઉપર વિશ્વાસ રાખીશું -તો આપણી પાસે જીવન હશે, વાસ્તવિક, કાયમી, પુષ્કળ, પર્યાપ્ત, અનંત જીવન. જો આપણે મૃત્યુ પામીએ, તો પણ આપણને એ જીવનનો અનુભવ થશે. પરંતુ અત્યારે પણ આપણે એ જીવનનો અનુભવ કરી શકીએ છીએ કારણ કે, આપણે જાણીએ છીએ એ જીવન અને ડરીએ છીએ એ મૃત્યુ એ બંને કરતાં પણ મોટું છે.

આ એ ખુશી છે જેનું મૂલ્ય માત્ર ખ્રિસ્તીઓ જ સમજી શકે છે જેઓએ ઇસુમાં વિશ્વાસ કરતાં પોતાના પ્રિયજનને ગુમાવ્યા છે. સ્વર્ગના મીઠા આનંદમાંનો એક આનંદ માત્ર આપણાં તારનારને જોવાનો નથી, પણ આપણી પહેલાં પેલે પાર ગયેલા ઇસુના વિશ્વાસી આપણાં ભાઈઓ અને બહેનો સાથે ફરી મળવાનો પણ છે.

થેસ્સલોનિકીઓને પહેલો પત્ર 4:13-14 કહે છે “But we do not want you to be uninformed, brothers, about those who are asleep, that you may not grieve as others do who have no hope.

આપણે જોઈએ છીએ કે રાજા દાઉદ આ હકીકતથી રાહત પામ્યા હતા જ્યારે તેનો નવજાત પુત્ર મરણ પામ્યો હતો.તેણે વિશ્વાસથી કહ્યું હતું કે, “He cannot come back to me but I shall go to him” (2 Samuel 12:20-23).

જ્યારે મરણના તોફાની વાદળો આપણાં પર છવાયેલા હોય ત્યારે આપણું ધ્યાન આપણે રૂપેરી રેખા પર દોરવું જોઈએ.

આપણાં પ્રિયજનને “ભૂતકાળમાં મરણ” પામેલા તરીકે જોવાને બદલે તેઓને “સ્વર્ગમાં સંપૂર્ણ જીવીત છે” એમ જોવાનું શરૂ કરો - અને સમજો કે આપણે ખૂબ જ ટૂંકા સમય ગાળામાં તેઓની સાથે ફરી મળીશું.

આ પૃથ્વી પરનો આપણો સમય સ્વર્ગમાંના શાશ્વત સમયની સરખામણીએ પલક વાર જેટલો પણ નથી.

અવતરણ: હું સ્મશાને જાઉં છું ત્યારે હું એ સમય વિષે વિચારું છું કે ક્યારે મૃત લોકો તેઓની કબરમાંથી ઉભા થશે પરમેશ્વરનો આભાર કે, આપણાં મિત્રોને દફનાવામાં નથી આવ્યા; તેઓને માત્ર વાવવામાં આવ્યા છે! ડી. એલ. મૂડી

પ્રાર્થના: પ્રભુ, અમે જલ્દીથી અમારાં પ્રિયજનોને ફરી મળીશું એ તમારી ખાતરી બદલ હું તમારો આભાર માનું છું કે. આમેન

About this Plan

દુ:ખનો સામનો

જૂન 2021ના અંતે જ્યારે મારા પ્રિય પત્ની પરમેશ્વર સાથે સીધાવી ગયા બાદ પરમેશ્વરે મને આ પાઠો શિખવ્યા છે. મારી એ પ્રાર્થના છે કે, જેમ તમે આ ભક્તિના લેખો વાંચો તેમ,પરમેશ્વર તેના તમારા હ્રદયને પ્રેરણા આપે. શોક કરવો બરાબર છે. સવાલો હોય એ બરાબર છે. પરંતુ શોકની અંદર આશા છે. આશા છે કે, તે જીવનની એક ચોક્કસ બાબત - મૃત્યુ માટે તમને તૈયાર કરે.

More

અમે આ યોજના પ્રદાન કરવા બદલ વિજય થાંગિયાનો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.facebook.com/ThangiahVijay