દુ:ખનો સામનોનમૂનો

દુ:ખનો સામનો

DAY 4 OF 10

શોકમાં આશા

પરમેશ્વર હજી પણ અચાનક વચ્ચે આવી શકે છે પણ!

જ્યારે ઈસુને સંદેશો મળ્યો કે લાઝરસ બીમાર હતો.ઈસુએ એ સમાચારનો એવો પ્રત્યુત્તર આપ્યો હતો કે, “આ બીમારીનો અંત મૃત્યુમાં નહીં થાય.ના, તેમાં પરમેશ્વરની મહિમા છે જેથી પરમેશ્વરના પુત્રને તેના દ્વારા કીર્તિ મળે.”

બે દિવસ બાદ તેમણે (ઈસુએ) તેઓને ચોખ્ખું કહ્યું, “લાઝરસ મૃત્યુ પામ્યો છે, અને તમારા ખાતર મને આનંદ થાય છે કે હું ત્યાં ન હતો, જેથી તમે વિશ્વાસ કરો.પણ ચાલો તેની પાસે જઈએ.”

તેમણે જવામાં રાહ જોઈ, “જેથી તેઓ કદાચ વિશ્વાસ કરે.” પરમેશ્વરના વિલંબમાં હંમેશા એક હેતુ હોય છે. આસ્થાનું અત્યંત ઊંડાણ છે કે આપણને તે (ઈસુ) લઈ જવા માંગે છે. તેમણે પહેલાં જ દેખાડી દીધું કે તેઓ સાજા કરી શકે છે; હવે તે તેઓને શીખવે છે કે તેમનો પ્રભાવ મૃત્યુ ઉપર પણ છે. જો તે વિલંબ કરે તો જ શક્ય બને.

શું શક્ય છે કે, પરમેશ્વરના સમયે જ્યારે એવું લાગે કે તેમની ગેરહાજરી લાગે, કે તે તમને કશું શીખવવા માંગે છે, કશુંક વધારે અર્થપૂર્ણ, એવું કંઈક કે જેને તમેહજી જાણતાં નથી?

શું તમે પોતાની જાતને નમ્ર બનાવી આ સ્વીકારી શકો છો? શું તમે માની શકો છો કે પરમેશ્વર બધું જ સર્જી શકે એટલાં મોટા હોય, તો પછી જે પીડાનો અનુભવ તમે કરી રહ્યા છો તેની પાછળનું કારણ તમને સમજાવી શકે એટલાં મોટા નથી શું? શું તેનાથી તમે વિશ્વાસ કરી શકો, પરમેશ્વરનો પ્રેમ, ન્યાય, અને સર્વ શ્રેષ્ઠતા સંપૂર્ણ છે એ જાણતા હોય, તે શરૂઆતથી જ અંત જોવે છે અને જ્યારે તમે ન સમજી શકો ત્યારે પણ તે જાણે છે કે તે શું કરી રહ્યાં છે?

શું તમે તમારા પ્રિયજનના સાજા થવા માટે પ્રાર્થના કરી હોય અને તેમ છતાં પણ તમારા પ્રિયજન મરણ પામ્યા છે?

તમે કદાચ વિચારતા હોવ કે બધું પૂરું થઈ ગયું. પણ તો પણ પરમેશ્વર કહે છે કે, “તેનાથી મારું નામ કીર્તિ પામશે.” શું તમે તે માનો છો?

યોહાન 17:24 માં, આપણે જે શબ્દો વાંચીએ છીએ જે નિકટતા અને પ્રાર્થનાપૂર્ણ વિચારોમાં આપણાં હ્રદયની અત્યંત નજીક હોવા જોઈએ જ્યારે આપણાં કોઈ પ્રિયજન મૃત્યુ પામ્યાં હોય. ઈસુની મનોકામનાને કાળજીપૂર્વક ધ્યાનમાં લો “Father, I desire that they also, whom you have given me, may be with me where I am, to see my glory that you have given me because you loved me before the foundation of the world.”

તે એવી મનોકામના ધરાવે છે કે તેમના લોકો તેમની સાથે હોય. ઈસુ એકદમ ખુશ છે અને તેમને સંતોષ છે કે તે સ્વર્ગમાંથી રાજ કરે છે, યોહાન 17 માં તેમની પ્રાર્થના મુજબ, તે એક ઈચ્છા છે : કે તેમના લોકો તેમની સાથે ઘરે રહે તેણે તેઓ માટે તૈયારીઓ કરી લીધેલી છે એ ઈચ્છા હજુ પૂરી નથી થઈ (યોહાન 14:2-4)

જ્યારે પ્રિયજન જે પરમેશ્વરને જાણે છે તે જ્યારે મૃત્યુ પામે છે, ત્યારે આપણે સૌથી પહેલા એ યાદ રાખવું જોઈએ કે પિતાએ ઈસુની પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. આપણાં પ્રિયજનના મૃત્યુ ઉપર ઈશ્વરનું પ્રભુત્વ છે, અને તેમના હેતુને આપણે કદી સમજી શક્તા નથી, પરંતુ આપણે એ સત્યને વળગી રહી શકીએ જેની ઈસુએ તેમના પિતાને પ્રાર્થના કરી હતી તેમના લોકોને ઘરે લઈ આવવાની. જ્યારે એક ખ્રિસ્તી મૃત્યુ પામે છે, ત્યારે પિતા તેમના પુત્રની વિનંતીનો જવાબ આપી રહ્યાં હૌય છે.

આપણે એટલું તો કહી જ શકીએ છીએ: જ્યારે પ્રિયજન મૃત્યુ પામે છે, ત્યારે આપણે જે ગુમાવીએ છીએ તેનાથી પણ વધારે ઈસુ મેળવે છે.

હા, આપણે ગુમાવ્યું છે. આપણે આપણાં એ પ્રિયજન સાથે એ મીઠી સંગત ફરી કદી નહીં માણીએ. ઘણી વખત ખોટની તીવ્રતા આપણાં શબ્દોને દૂર કરે છે. પરંતુ ખોટ એ ઈસુના આ શબ્દોથી વધારે નથી: “Father, I desire that they also, whom you have given me, may be with me where I am, to see my glory.”

આપણે સખત રોઈ લઈએ, પણ આપણાં ગાલો ઉપર જે આંસુની ધારા વહી રહી છે તે હર્ષથી ચમકી ઉઠશે જ્યારે આપણને સમજાશે કે આપણાં પ્રિયજનનું મૃત્યુ ઈસુની પ્રાર્થનાના જવાબથી ઓછું નથી.

અહીં આપણને આશા દેખાય છે.

અવતરણ : ખ્રિસ્તીઓ કદી “અલવિદા” નથી કહેતા, “ફરી મળીએ ત્યાં સુધી” જ કહે છે.– વુડરો ક્રોલ

પ્રાર્થના: પ્રભુ હું તમારો આભાર માનું છું કે શોકના સમયમાં અમે આશા કરી શકીએ છીએ કે અમે અમારા પ્રિયજનને ફરી જલ્દી મળીશું. આમેન

About this Plan

દુ:ખનો સામનો

જૂન 2021ના અંતે જ્યારે મારા પ્રિય પત્ની પરમેશ્વર સાથે સીધાવી ગયા બાદ પરમેશ્વરે મને આ પાઠો શિખવ્યા છે. મારી એ પ્રાર્થના છે કે, જેમ તમે આ ભક્તિના લેખો વાંચો તેમ,પરમેશ્વર તેના તમારા હ્રદયને પ્રેરણા આપે. શોક કરવો બરાબર છે. સવાલો હોય એ બરાબર છે. પરંતુ શોકની અંદર આશા છે. આશા છે કે, તે જીવનની એક ચોક્કસ બાબત - મૃત્યુ માટે તમને તૈયાર કરે.

More

અમે આ યોજના પ્રદાન કરવા બદલ વિજય થાંગિયાનો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.facebook.com/ThangiahVijay