દુ:ખનો સામનોનમૂનો

દુ:ખનો સામનો

DAY 5 OF 10

મૃત્યુ એ જીવનનો એક ભાગ છે

મૃત્યુ એ હંમેશા મોટાભાગે એક એવો વિષય છે જેનાથી આપણને સંકોચ થાય છે. ઘણા લોકો તેનાથી અસ્વસ્થ થઈ જાય છે.ઘણા તો તેનાથી ડરે પણ છે. પણ મૃત્યુ એ જીવનનો એક ભાગ છે.

એ જ્યોર્જ બર્નાર્ડ શૉ હતાં, જેમણે કહ્યું હતું કે મરણાંકોની માહિતી અત્યંત ચોંકાવીનાખે તેવી છે - “ દરેકે દરેકવ્યક્તિ મૃત્યુ પામે છે .”આ જીવનમાં મૃત્યુ જ એક માત્ર ચોક્કસ બાબત છે.

પરમેશ્વરે ક્યારેય આપણને વચન નથી આપ્યું કે આપણે કે આપણાં પ્રિયજન મૃત્યુ નહીં પામે. તેમણે તો તેનાથી વિરુધ્ધ વચન આપ્યું છે કે - દરેક વ્યક્તિ મૃત્યુ પામે છે. હિબ્રુઓને પત્ર 9:27 આપણને જણાવે છે કે,“And it was appointed unto men once to die; but after this the judgment.”

દરેક વ્યક્તિ મૃત્યુ પામે છે. પરમેશ્વરે કોઈ પણ વચનનો ભંગ નથી કર્યો જ્યારે તે લોકોને મરવા દે છે. તે તો તેણે જે કહ્યું છે કે જે ઘટવાનું, તે ઘટવાનું છે માત્ર તેને જ થવા દે છે. જ્યારથી આદમ અને હવા એ આપણાં જગતમાં મૃત્યુ તથા નાશને લાવ્યાં, મૃત્યુ તે લેણાં-દેણીનો ભાગ બન્યું છે. માટે, આપણે મૃત્યુ માટે તૈયાર રહેવાની જરૂર છે.

યોહાન 11:11, આપણને પ્રતીત થાય છે કે, ઈસુ વિશ્વાસીઓના મૃત્યુ વિષે કેટલી મૃદુતાથી વાત કરે છે. તેમણે (ઈસુએ) લાઝરસના મરણ થયાની વાસ્તવિક્તાને સુંદર અને નમ્રતા સાથે વિશિષ્ટ ભાષામાં જાહેર કરી - “આપણો મિત્ર લાઝરસ નિંદ્રામાં છે.”

મનોવૈજ્ઞાનિકો આપણને કહે છે કે, થનાટોફોબિયા, એટલે કે મૃત્યુનો ભય, બાકી અન્ય ભયનું મૂળ છે. જો તમારામાં ડરની ભાવના હોય તો, તમને તે પરમેશ્વરમાંથી પ્રાપ્ત નથી થયું. તમે ડરની જગ્યા એ શ્રધ્ધાને મૂકીને ડરથી છૂટકારો મેળવો છો. જ્યારે શ્રધ્ધા આવે છે, ત્યારે ડર દૂર થાય છે! ડર ત્યારે દૂર થાય છે, જ્યારે શ્રધ્ધા આવે છે!

Jesus has already taken the sting out of death for those who have received Him as their Savior (1 કરિંથીઓને 15:55-57 Through Jesus’ victory over death, He delivers “them who through fear of death were all their lifetime subject to bondage” (હિબ્રુઓને પત્ર 02:14-15). પરમેશ્વરમાં વિશ્વાસ કરનાર બાળકને, મૃત્યુનો ભય નથી રહેતો, પરંતુ પૃથ્વીના જીવનની મર્યાદાઓમાંથી મુક્તિ મેળવી સ્વર્ગીય જીવનની મુક્તિની ભવ્ય આશા આપે છે. જેમ પાઉલએ કહ્યું છે એ મુજબ,“To die is gain” (ફિલિપ્પીઓને પત્ર 01:21).

જ્યારે ડોનાલ્ડ બર્નહાઉસની પત્ની કેન્સરમાં મૃત્યુ પામી, ત્યારે 12 વર્ષની નીચેના ત્રણેય બાળકો સાથે તેને છોડી ગઈ, તેણે વિચાર્યું કે બાળકોને આશા આપતો સંદેશો કેવી રીતે આપવો. જ્યારે તેઓ અંતિમ સંસ્કાર માટે ગાડીમાં જઈ રહ્યાં હતા, એક મોટો ખટારો તેઓ પાસેથી પસાર થયો, અને તેઓની મોટરકાર ઉપર દ્રશ્યમાન પડછાયો પથરાયો. તેની સૌથી મોટી દીકરી, જે બારીની બહાર દુ:ખી થઈને તાકી રહી હતી, તેની તરફ ફરીને બર્નહાઉસે પૂછ્યું, “કહે જોઉ મારી વ્હાલી દીકરી, તારા ઉપર આ ખટારા કે તેનો પડછાયો આવે એ ઇચ્છશે? તેનાં પિતા સામે આતુરતાથી જોતાં તેણીએ જવાબ આપ્યો, “હું ધારું છું, પડછાયો. તે પીડા નથી આપતો,” તેનાં બધા બાળકો સાથે વાત કરતાં, તેણે કહ્યું, “તારી માતાએ મૃત્યુ પર નહીં પરંતુ મૃત્યુના પડછાયા પર કાબૂ મેળવ્યો છે.તેમાં કંઇ જ ડરવાનું નથી.”

જન્મતાંની સાથે જ મૃત્યુની ગણતરી ચાલુ થઈ જાય છે. બાઇબલને મૃત્યુ વિષે કહેવામાં ભય નથી; જે છે તે જ તે કહે છે. ખ્રિસ્તી ધર્મના એકદમ કેન્દ્રમાં જ મોત છે અને ઈસુનું પુનરુત્થાન છે.

એ વધ-સ્તંભ છે જ્યાં ઈસુ દુનિયાના શોક અને પીડામાં પ્રવેશ્યા હતા; જેમાં તે ત્યાગ અને મૃત્યુના ઊંડાણનો અનુભવ કરે છે. પુનરુત્થાનમાં, ઈસુ મૃત્યુની શક્તિનો ભંગ કરે છે; માનવતા ઉપર હવે વિરામ નથી; તેનામાં તે ફરી સર્જન પામે છે અને તે અનંત જીવન પ્રદાન કરે છે.

જો વધ-સ્તંભનું આપણું ધર્મશાસ્ત્ર માત્ર એ જ છે, તો આપણે ઈસુના ઉપદેશની આશા અને આનંદને ચૂકીએ છીએ.

જો આપણું ધર્મશાસ્ત્ર માત્ર પુનરુત્થાનનું જ છે, તો આપણે પીડાને નથી સમજી શક્તા કે તેમાંથી કોઈ અર્થ નથી કાઢતાં, તેની સાથે સ્વસ્થ રહેવાનું તો છોડી જ દો.

આપણે બંનેની જરૂર છે - વધ-સ્તંભ અને પુનરુત્થાન.

અવતરણ: જ્યાં પાપ દૂર કરવામાં આવ્યું છે ત્યાં માત્ર મૃત્યુ જ પૃથ્વીના જીવનને અવરોધી શકે છે અને સ્વર્ગમાં પ્રવેશ કરી શકે છે. - જ્હોન મકઆર્થર

પ્રાર્થના: પ્રભુ, હું તમારો આભારી છું કે મૃત્યુ અંત નથી, પરંતુ જીવનની શરૂઆત છે. આમેન

શાસ્ત્ર

About this Plan

દુ:ખનો સામનો

જૂન 2021ના અંતે જ્યારે મારા પ્રિય પત્ની પરમેશ્વર સાથે સીધાવી ગયા બાદ પરમેશ્વરે મને આ પાઠો શિખવ્યા છે. મારી એ પ્રાર્થના છે કે, જેમ તમે આ ભક્તિના લેખો વાંચો તેમ,પરમેશ્વર તેના તમારા હ્રદયને પ્રેરણા આપે. શોક કરવો બરાબર છે. સવાલો હોય એ બરાબર છે. પરંતુ શોકની અંદર આશા છે. આશા છે કે, તે જીવનની એક ચોક્કસ બાબત - મૃત્યુ માટે તમને તૈયાર કરે.

More

અમે આ યોજના પ્રદાન કરવા બદલ વિજય થાંગિયાનો આભાર માનીએ છીએ. વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો: https://www.facebook.com/ThangiahVijay