પ્રેરિતોનાં ક્રત્યો 7:57-58
પ્રેરિતોનાં ક્રત્યો 7:57-58 GASNT
તર બદ્દ યહૂદી અગુવએં એંમ વિસારેંનેં પુંતાનં કાંદડં ઇપેર હાથ દેંદા કે સ્તિફનુસ પરમેશ્વર નું અપમાન કરેં રિયો હે, અનેં જુંર થી સિસાએં નેં વેયા બદ્દા સ્તિફનુસ મએં એક હાતેં દોડેં વળ્યા. અનેં હેંનેં યરુશલેમ સેર થી બારતં કાડેંનેં હેંનેં ઇપેર પત્થરમારો કરવા મંડ્યા. ઝેંનવેં સ્તિફનુસ ના વિરુધ મ ગુંનો લગાડ્યો હેંતો, હેંનવેં પુંતાના ઝબ્બા શાઉલ નામ ના એક જુંવન્યા કન કાડેં મિલ્યા હેંતા.





