પ્રેરિતોનાં ક્રત્યો 16:25-26
પ્રેરિતોનાં ક્રત્યો 16:25-26 GASNT
લગ-ભગ અરદી રાતેં પાવલુસ અનેં સિલાસ પ્રાર્થના કરતા જાએંનેં પરમેશ્વર નું ભજન ગાએં રિયા હેંતા, અનેં બીજા કેદી હામળતા હેંતા. એંતરા મ અપસુક નું એક મુંટું ભુકમ થાયુ, ઝેંના થી જેલ નો પાજ્યો હલેં જ્યો, અનેં તરત બદ્દા દરવાજા ખુંલાએંજ્યા, અનેં બદ્દ કેદી ના બંધણ સુટીજ્યા.





