ઝખાર્યા 9
9
ઇસ્રાએલના પડોશીઓનું પતન
1યહોવાએ વચનરૂપી દેવવાણી હાદ્રાખ દેશ તથા દમસ્કની વિરુદ્ધ આપી છે. ઇસ્રાએલના કુળસમૂહ જ એક માત્ર દેવને જાણનાર નથી. દરેક જણ મદદ માટે તેની તરફ જાય છે.#9:1 યહોવા … જાય છે હિબ્રૂમાં આ પદ સમજવાનું મુશ્કેલ છે. 2અને એની સરહદે આવેલું હમાથ પણ એનું જ છે. તૂર અને સિદોન પણ ગમે તેટલાં ચતુર હોય તોય એનાં જ છે. 3તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો છે, તેણે સોનાચાંદીને ધૂળની જેમ અને શેરી પરની માટીની જેમ ખૂબજ ભેગા કર્યા છે. 4પણ યહોવા તેનો કબજો લેશે, તેની બધી સંપત્તિ દરિયામાં ડુબાડી દેશે અને એ શહેર સુદ્ધાંને આગ ભરખી જશે.
5આશ્કલોન તે જોઇને થથરી જશે, ગાઝા પણ ભયથી ફફડશે, અને એક્રોનની આશાઓ ખોટી પડશે. ગાઝામાં રાજા નહિ રહે અને આશ્કલોન નિર્જન થઇ જશે. 6આશ્દોદમાં વર્ણસંકર પ્રજા વસશે, યહોવા કહે છે, “હું પલિસ્તીઓનો ગર્વ ઉતારીશ. 7હું તેમને લોહીવાળું માંસ કે બીજા નિષિદ્ધ પદાથોર્ ખાતાં બંધ કરીશ. એ લોકોમાંથી જેઓ બચવા પામશે તેઓ મારી પ્રજા બની જશે અને યહૂદિયાની એક કોમ જેવા થઇ જશે. અને એક્રોનના લોકો યબૂસીઓની જેમ મારા લોકોમાં ભળી જશે. 8ઇસ્રાએલમાં હુમલાખોરોને આવતા રોકવા માટે મારા મંદિરની ચારે બાજુ હું રક્ષણ કરીશ અને હું તેઓને દૂર રાખીશ; હું નજીકથી તેઓની હિલચાલ પર નજર રાખીશ. ફરીથી કોઇ વિદેશી જુલમગાર મારા લોકોની ભૂમિ ઉપર આક્રમણ કરશે નહિ.”
ભવિષ્યનો રાજા
9સિયોનના લોકો, આનંદોત્સવ મનાઓ,
હે યરૂશાલેમના લોકો, હર્ષનાદ કરો! કારણ, જુઓ,
તમારો રાજા તમારી પાસે આવે છે.
તે વિજયવંત થઇને આવે છે.
પણ નમ્રપણે, ગધેડા પર સવારી કરીને, ખોલકાને-ગધેડીના બચ્ચાને વાહન બનાવીને આવે છે.
10તે એફ્રાઇમ અને યરૂશાલેમમાં યુદ્ધના રથોને,
અશ્વોને અને શસ્ત્રોનો નાશ કરશે.
સમગ્ર પ્રજાઓમાં તે શાંતિ સ્થાપશે,
અને તેનું રાજ્ય સાગરથી સાગર સુધી
અને ફ્રાતનદીથી પૃથ્વીના છેડા સુધી વિસ્તરશે.
યહોવા પોતાના લોકોની રક્ષા કરશે
11યહોવા કહે છે, “તમારી સાથે લોહીથી કરેલા કરાર મુજબ
હું દેશવટો ભોગવતા તમારા ભાઇઓને કારાવાસની ગર્તામાંથી મુકત કરું છું.
12તમે સઘળા બંદીવાનો, સુરક્ષિત જગ્યાએ આવો,
હજુ પણ આશા છે, હું આજે તમને કહું છું કે,
હું તમને તમે ભોગવેલાં કષ્ટો કરતા
બેવડા આશીર્વાદ આપીશ.
13ગ્રીસના લશ્કર સામે લડવા માટે
યહૂદિયા મારું ધનુષ થશે,
ઇસ્રાએલ મારું તીર થશે
અને સિયોન પુત્રો મારી વીંઝાતી તરવાર થશે.”
14યહોવા તેઓને દેખાશે,
અને તેના તીર વીજળીની જેમ પ્રહાર કરશે;
યહોવા મારા પ્રભુ, રણશિંગું વગાડશે
અને દક્ષિણમાં વંટોળિયાની જેમ યહોવા તેમના શત્રુઓની સામે જશે.
15સૈન્યોનો દેવ યહોવા તેમની ઢાલ થશે,
અને તેઓ દુશ્મનોને પથ્થરથી નાશ કરી નાખશે,
તેઓ લોહી દ્રાક્ષારસની જેમ પીશે.
તેઓ વેદીના ખૂણાઓ પરના પ્યાલાઓમાંથી જેવી રીતે રેડાય છે,
તેવી રીતે લોહી રેલાવશે.
16તે સમયે તેમનો દેવ યહોવા કોઇ
ભરવાડ ઘેટાંને બચાવી લે તેમ
તેના પોતાના લોકોને તે ઉગારી લેશે,
અને તેઓ રાજમુગુટમાં જડેલાં રત્નોની
જેમ પોતાના સમગ્ર પ્રદેશમાં ઝગમગશે.
17શી તેમની સંપત્તિ! શું તેમનું સૌભાગ્ય!
મબલખ અનાજ અને દ્રાક્ષારસ ઉપર
ત્યાંના યુવક-યુવતીઓ અલમસ્ત રહીને
સુખસમૃદ્ધિ અને આનંદ પામશે.
Currently Selected:
ઝખાર્યા 9: GERV
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International

: