YouVersion Logo
Search Icon

પુન. 33

33
1અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલીઓને જે આશીર્વાદ આપ્યો તે આ છે; 2મૂસાએ કહ્યું,
“યહોવાહ સિનાઈ પર્વત પરથી આવ્યા.
તે સેઈર પર્વત પરથી તેઓ પર પ્રગટ્યા
પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા,
અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા.
અને તેમને જમણે હાથે નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો.
3હા, યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરે છે;
તેમના સર્વ પવિત્ર લોકો તેમના હાથમાં છે,
તેઓ તેમના ચરણ આગળ બેઠા;
અને દરેક તમારાં વચનો ગ્રહણ કરશે.
4મૂસાએ અમને યાકૂબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું.
5જયારે લોકોના આગેવાનો
અને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાં
ત્યારે યહોવાહ યશુરૂનમાં રાજા હતા.
6રુબેન સદા જીવંત રહો અને મરે નહિ;
પરંતુ તેના માણસો થોડા રહે.”
7મૂસાએ કહ્યું, યહૂદા માટે આ આશીર્વાદ છે:
હે યહોવાહ, યહૂદાની વાણી સાંભળો,
અને તેને તેના લોકો પાસે પાછા લાવો,
તેને માટે લડાઈ કરીને;
અને તેના દુશ્મનોનો સામનો કરવામાં તમે તેને સહાય કરજો.”
8ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું કે;
તમારાં તુમ્મીમ તથા તમારાં ઉરીમ, તમારો પસંદ કરેલો પુરુષ,
જેની તમે માસ્સામાં પરીક્ષા કરી.
અને મરીબાના પાણી પાસે તમે એમની કસોટી કરી તેની સાથે છે.
9અને તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું કે મેં તેઓને જોયાં નથી;
અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યાં નહિ.
અને તેણે પોતાનાં સંતાનોને પણ ઓળખ્યાં નહિ;
કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે,
અને તમારો કરાર તેઓ પાળે છે.
10તેઓ યાકૂબને તમારા હુકમો
અને ઇઝરાયલને તમારો નિયમ શીખવશે;
અને તેઓ તમારી આગળ ધૂપ,
તથા તમારી વેદી સમક્ષ દહનીયાર્પણ ચઢાવશે.
11હે યહોવાહ તેઓની સંપત્તિને આશીર્વાદ આપજો,
અને તેઓના હાથનાં કામો સ્વીકારો;
જેઓ તેઓની વિરુદ્ધ ઊઠે છે
અને જેઓ તેમની અદેખાઈ રાખે છે, તેમની કમર તોડી નાખજો,
જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે.”
12પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું,
“તે યહોવાહનો પ્રિય છે તેની પાસે સુરક્ષિત રહેશે;
યહોવાહ સદાય તેનું રક્ષણ કરે છે.
અને એ તેમની ખાંધોની વચ્ચે રહે છે.”
13પછી યૂસફ વિષે મૂસાએ કહ્યું;
તેનો દેશ યહોવાહથી આશીર્વાદિત થાઓ,
આકાશની ઉતમ વસ્તુઓથી અને ઝાકળથી અને પાતાળના પાણીથી,
14સૂર્યની ઊપજની ઉતમ વસ્તુઓથી
તથા ચંદ્રની#33:14 દર મહિને વધઘટની ઉત્તમ વસ્તુઓથી,
15પ્રાચીન પર્વતોની ઉત્તમ વસ્તુઓથી
અને સાર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી,
16પૃથ્વી તથા તેની ભરપૂરીપણાની કિંમતી વસ્તુઓથી,
ઝાડમાં જે રહ્યો છે તેની કૃપાથી.
યૂસફ, જે તેના ભાઈઓ પર આગેવાન જેવો હતો,
તેના પર આશીર્વાદ આવો.
17તેનો પ્રથમજનિત તેજસ્વી બળદના જેવો છે,
તેનાં શિંગડાં જંગલી બળદના જેવાં છે,
પ્રજાઓને તે પૃથ્વીને છેડેથી હાંકી કાઢશે.
એફ્રાઇમના દસ હજારો અને
મનાશ્શાના હજારો છે.”
18મૂસાએ ઝબુલોન વિષે કહ્યું, “ઝબુલોન, તેના બહાર જવામાં,
ઇસ્સાખાર તેના તંબુઓમાં આનંદ કરો.
19તેઓ લોકોને પર્વત પર બોલાવશે.
ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞો ચઢાવશે.
કેમ કે તેઓ સમુદ્રમાંની પુષ્કળતાને,
દરિયાકિનારાની ગુપ્ત રેતીને ચૂસશે.”
20ગાદ વિષે મૂસાએ કહ્યું,
“ગાદને વિસ્તારનાર આશીર્વાદિત હો.
તે ત્યાં સિંહણ જેવો રહે,
તે તેના હાથને તથા તેના માથાને ફાડી નાખે છે.
21તેણે પોતાના માટે પ્રથમ ભાગ મેળવ્યો,
કેમ કે, ત્યાં આગેવાનોને જમીનનો ભાગ ફાળવવામાં આવ્યો હતો.
તેણે લોકોને નેતૃત્વ પૂરું પાડયું,
ઇઝરાયલ માટેની યહોવાહની આજ્ઞાઓ,
અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો.”
22મૂસાએ દાન વિષે કહ્યું,
“દાન બાશાનથી કૂદી નીકળતું,
સિંહનું બચ્ચું છે.”
23નફતાલી વિષે મૂસાએ કહ્યું,
“અનુગ્રહથી તૃપ્ત થયેલા,
યહોવાહના આશીર્વાદથી ભરપૂર નફતાલી,
તું પશ્ચિમ તથા દક્ષિણનું વતન પામ.”
24આશેર વિષે મૂસાએ કહ્યું,
“બધા દીકરાઓ કરતાં આશેર વધારે આશીર્વાદિત થાઓ;
તે પોતાના ભાઈઓને માન્ય થાઓ,
તે પોતાના પગ જૈતૂનનાં તેલમાં બોળો.
25તારી ભૂંગળો લોખંડ તથા પિત્તળની થશે;
જેવા તારા દિવસો તેવું તારું બળ થશે.”
26હે યશુરૂન, આપણા ઈશ્વર જેવા કોઈ નથી,
તેઓ આકાશમાંથી વાદળો પર સવાર થઈને
પોતાના ગૌરવમાં તમને મદદ કરવા આવશે.
27સનાતન ઈશ્વર તમારો આશ્રય છે, તારી નીચે અનંત હાથો છે.
તેમણે તારી આગળથી દુશ્મનોને કાઢી મૂક્યા,
અને કહ્યું, “નાશ કર!”
28ઇઝરાયલ સલામતીમાં રહે,
યાકૂબનો રહેઠાણ#33:28 ઝરા એકલો,
ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે,
તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે.
29હે ઇઝરાયલ, તું આશીર્વાદિત છે!
યહોવાહ જે તારી સહાયની ઢાલ,
તારી ઉત્તમતાની તલવાર
તેનાથી ઉદ્ધાર પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે?
તારા શત્રુઓ જુઠા કરશે;
તું તેઓના ઉચ્ચસ્થાનો#33:29 તેઓના પીઠ ખૂંદી નાખશે.

Currently Selected:

પુન. 33: IRVGuj

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in