ફિલિપીઓને પત્ર 2:3-8
ફિલિપીઓને પત્ર 2:3-8 GUJCL-BSI
સ્વાર્થી મહત્ત્વાક્ંક્ષા અથવા મિથ્યાભિમાનથી કંઈ ન કરો; પણ એકબીજા પ્રત્યે નમ્રતા દાખવો અને પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણો. માત્ર પોતાના હિતનો જ નહિ, પણ બીજાઓના હિતનો ખ્યાલ રાખો ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું તમે પણ રાખો: પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં ઈશ્વર સાથેની તેમની સમાનતાને તે વળગી રહ્યા નહિ. એને બદલે, તેમણે સ્વેચ્છાપૂર્વક પોતાને ખાલી કર્યા અને દાસનું રૂપ ધારણ કર્યું. તે માણસ તરીકે જન્મ્યા અને માનવી સ્વરૂપે પ્રગટ થયા. તેમણે મરણ સુધીની, અરે, ક્રૂસ પરના મરણ સુધીની આધીનતા દાખવતાં પોતાને નમ્ર કર્યા.