YouVersion Logo
Search Icon

માથ્થી પ્રસ્તાવના :

પ્રસ્તાવના :
માથ્થીની લખેલી સુવાર્તા જે તારનાર વિષે વચન આપવામાં આવ્યું હતું તે પ્રભુ ઈસુ વિષેની વધામણીની વાત છે. ઈશ્વરે જૂના કરારમાં પોતાના લોકોની મારફતે જે બધાં વચનો આપ્યાં હતાં તે બધાં વચનો પ્રભુ ઈસુ દ્વારા પૂરાં થયાં છે એ વિષે આ સુવાર્તામાં બતાવ્યું છે. આ સુવાર્તા માત્ર યહૂદી લોકો માટે જ નથી, જેમની મધ્યે ઈસુ જન્મ્યા અને વસ્યા; પણ આખી દુનિયા માટે છે.
માથ્થીનું પુસ્તક વ્યવસ્થિત રીતે રચવામાં આવ્યું છે. પ્રભુ ઈસુના જન્મથી એની શરૂઆત થાય છે, એ પછી તેમના બાપ્તિસ્મા અને તેમનાં પરીક્ષણો વિષે આપવામાં આવ્યું છે, અને એ પછી ગાલીલમાંની તેમની સુવાર્તાપ્રચારની, શિક્ષણની અને સાજાં કરવાની ધર્મસેવા વિષે આપ્યું છે. એ પછી પ્રભુ ઈસુ ગાલીલથી યરુશાલેમ આવે છે, અને છેલ્લા અઠવાડિયાના બનેલા બનાવો વિષે નોધવામાં આવ્યું છે, અને અંતમાં ક્રૂસારોહણ, મૃત્યુ અને પુનરુત્થાન આપવામાં આવ્યું છે.
આ સુવાર્તામાં પ્રભુ ઈસુને મહાન ગુરુજી તરીકે દર્શાવ્યા છે, અને ઈશ્વરના નિયમશાસ્‍ત્રનો ખુલાસો કરવાનો તેઓ હક્ક ધરાવે છે, અને ઈશ્વરના રાજ્ય વિષે તેમને શીખવતા બતાવ્યા છે. એમનું બધું શિક્ષણ પાંચ પ્રકારનાં વિષયજૂથમાં વહેંચાયેલું છે.
(૧) ગિરિપ્રવચન, એમાં આકાશના રાજ્યના નાગરિકનાં ગુણલક્ષણ, એની ફરજો, એના હક્કો અને એનું ભાવી એમાં રજૂ કરવામાં આવ્યું છે. (અધ્યાય ૫-૭).
(૨) બાર શિષ્યોને તેમના સેવાક્ષેત્ર વિષે શિક્ષણ (અધ્યાય ૧૦ મો).
(૩) આકાશના રાજ્ય સંબંધીનાં દ્દષ્ટાંત (અધ્યાય ૧૩ મો).
(૪) શિષ્ય૫ણાના અર્થ સંબંધીનું શિક્ષણ (અધ્યાય ૧૮ મો).
(૫) હાલના યુગના અંત વિષેનું શિક્ષણ, અને ઈશ્વરના રાજ્યના આગમન વિષે (અધ્યાય ૨૪-૨૫).
રૂપરેખા :
વંશાવળી અને પ્રભુ ઈસુનો જન્મ ૧:૧-૨:૨૩
યોહાન બાપ્તિસ્મીની ધર્મસેવા ૩:૧-૧૨
પ્રભુ ઈસુનું બાપ્તિસ્મા અને તેમનાં પરીક્ષણ ૩:૧૩-૪:૧૧
પ્રભુ ઈસુની ગાલીલમાંની ધર્મસેવા ૪:૧૨-૧૮:૩૫
ગાલીલથી યરુશાલેમમાં ૧૯:૧-૨૦:૩૪
યરુશાલેમમાં અને આસપાસમાં પ્રભુ ઈસુનું છેલ્‍લું અઠવાડિયું ૨૧:૧-૨૭:૬૬
પ્રભુ ઈસુનું પુનરુત્થાન અને ઘણાંને દર્શન ૨૮:૧-૨૦

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy