માથ્થી 1
GUJOVBSI

માથ્થી 1

1
ઈસુની વંશાવળી
(લૂ. ૩:૨૩-૩૮)
1ઇબ્રાહિમના વંશજ દાઉદના વંશના ઈસુ ખ્રિસ્તની આ વંશાવળી: 2ઇબ્રાહિમનો દીકરો ઇસહાક, ઇસહાકનો યાકૂબ, યાકૂબનો યહૂદા અને તેના ભાઈઓ, 3યહૂદાના તામારથી થયેલા દીકરા તે પેરેસ અને ઝેરા, પેરેસનો હેસ્રોન, હેસ્રોનનો આરામ, 4આરામનો અમીનાદાબ, અમીનાદાબનો નાહશોન અને નાહશોનનો સલ્મોન. 5સલ્મોનનો રાહાબથી થયેલો દીકરો તે બોઆઝ, બોઆઝથી રૂથને થયેલો દીકરો તે ઓબેદ, ઓબેદનો યિશાઈ 6અને યિશાઈનો દીકરો તે દાઉદ રાજા.
અગાઉ ઉરિયાની જે પત્ની હતી તેનાથી થયેલો દાઉદનો દીકરો તે સુલેમાન, 7સુલેમાનનો રહાબામ, રહાબામનો અબિયા, અબિયાનો આસા, 8આસાનો યહોશાફાટ, યહોશાફાટનો યોરામ, યોરામનો ઉઝિયા, 9ઉઝિયાનો યોથામ, યોથામનો આહાઝ, આહાઝનો હિઝકિયા, 10હિઝકિયાનો મનાશ્શા, મનાશ્શાનો આમોન, આમોનનો યોશિયા, 11અને #૨ રા. ૨૪:૧૪-૧૫; ૨ કાળ. ૩૬:૧૦; યર્મિ. ૨૭:૧૯. યોશિયાનો દીકરો યખોન્યા અને તેના ભાઈઓ બાબિલના બંદીવાસ સમયે થયા.
12બાબિલનો બંદીવાસ થયા પછી યખોન્યાનો દીકરો શાલ્તીએલ થયો, અને શાલ્તીએલનો ઝરુબ્બાબેલ, 13ઝરુબ્બાબેલનો અબીઉદ, અબીઉદનો એલિયાકીમ, એલિયાકીમનો આઝોર, 14આઝોરનો સાદોક, સાદોકનો આખીમ, આખીમનો અલિયુદ, 15અલિયુદનો એલાઝાર, એલાઝારનો મથ્થાન, મથ્થાનનો યાકૂબ 16અને યાકૂબથી યૂસફ જે મરિયમનો પતિ હતો તે થયો; એ (મરિયમ)થી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જન્મ્યા.
17આમ, ઇબ્રાહિમથી દાઉદ સુધીની બધી મળીને ચૌદ પેઢી, દાઉદથી બાબિલના બંદીવાસ સુધીની ચૌદ પેઢી, અને બંદીવાસના સમયથી ખ્રિસ્ત સુધીની ચૌદ પેઢી થઈ.
ઈસુ ખ્રિસ્તનો જન્મ
(લૂ. ૨:૧-૭)
18હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો, એટલે તેમની મા #લૂ. ૧:૨૭. મરિયમનું વેવિશાળ યૂસફ સાથે થયા પછી, તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાઈ. 19અને તેનો પતિ યૂસફ જે નીતિમાન માણસ હતો, તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતાં, તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. 20પણ એ સંબંધી તે વિચારતો હતો, એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “ઓ યૂસફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બી નહિ, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે. 21અને તેને દીકરો થશે, ને #લૂ. ૧:૩૧. તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓનાં પાપથી તારશે તે એ જ છે.” 22હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધકોની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય એટલે,
23 # યશા. ૭:૧૪. “જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે.” 24ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું, એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો. 25અને તેને દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહિ અને #લૂ. ૨:૨૧. તેણે તેનું નામ ‘ઈસુ’ પાડયું.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.


Learn More About પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

Encouraging and challenging you to seek intimacy with God every day.


YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy.