આમી જો માયુહુ તુમનેહે ઇસુ ખ્રિસ્તુ હારી સુવાર્તા પ્રચાર કેયોહો, તોજ તુમનેહે વિશ્વાસુમે મજબુત કી સેકેહે, તીયુ દોબલી હાચાયુ અનુસાર જગતુ બોના પેલ્લા દોબલી આથી. પેન જાહેર વીને સાદા રેનારા પરમેહેરુ આજ્ઞા જે ભવિષ્યવક્તાં મારફતે પવિત્રશાસ્ત્ર લેખવામે આલો, બાદી જાતિ લોકુહુને સુવાર્તા આખવામે આલી, કા બાદા વિશ્વાસ કે આને તીયા આજ્ઞાલે માને. ખાલી તીયાજ સમયુલે બાદા કેતા બુદ્ધિમાન પરમેહેરુ મહિમા ઇસુ ખ્રિસ્તુ મારફતે યુગા-યુગ વેતી રેઅ. આમીન.