1
નીતિવચનો 12:25
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
GUJOVBSI
પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે; પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.
Compare
Explore નીતિવચનો 12:25
2
નીતિવચનો 12:1
જે કોઈ માણસ શિખામણ ચાહે છે તે સમજ ચાહે છે; પણ ઠપકાને ધિક્કારનાર પશુવત છે.
Explore નીતિવચનો 12:1
3
નીતિવચનો 12:18
વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે; પણ જ્ઞાનીની જીભ આરોગ્યરૂપ છે.
Explore નીતિવચનો 12:18
4
નીતિવચનો 12:15
મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં ખરો છે; પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે.
Explore નીતિવચનો 12:15
5
નીતિવચનો 12:16
મૂર્ખનો ક્રોધ તરત માલૂમ પડી આવે છે; પણ ડાહ્યો માણસ બદનામીને ઢાંકે છે.
Explore નીતિવચનો 12:16
6
નીતિવચનો 12:4
સદગુણી સ્ત્રી પોતાના પતિને મુગટરૂપ છે; પણ નિર્લજ્જ કૃત્યો કરનારી તેનાં હાડકાંને સડારૂપ છે.
Explore નીતિવચનો 12:4
7
નીતિવચનો 12:22
જૂઠા હોઠો યહોવાને કંટાળરૂપ છે; પણ સત્યથી વર્તનારાઓ તેને આનંદરૂપ છે.
Explore નીતિવચનો 12:22
8
નીતિવચનો 12:26
નેકીવાન પોતાના પડોશીને સીધે માર્ગે ચલાવે છે; પણ દુષ્ટોનો માર્ગ તેઓને ભૂલમાં નાખે છે.
Explore નીતિવચનો 12:26
9
નીતિવચનો 12:19
સત્યનો હોઠ સદા ટકશે; પણ જૂઠી જીભ તો ક્ષણભર ટકે છે.
Explore નીતિવચનો 12:19
Home
Bible
Plans
Videos