આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમ તો ન્યાયીને માટે નથી, પણ અનીતિમાન તથા સ્વચ્છંદીઓને માટે છે, જેઓ અધર્મી તથા પાપી, અપવિત્ર તથા ધર્મભ્રષ્ટ, પિતૃહત્યારા તથા માતૃહત્યારા, ખૂનીઓ, વ્યભિચારીઓ, પુંમૈથુનીઓ, મનુષ્યહરણ કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સમ ખાનારાઓ, એવા સર્વને માટે છે.