BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક预览

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

20天中的第4天

આપણે આગળ વાંચન ચાલુ રાખીએ છીએ ત્યારે આપણે ઈસુની ચળવળને ઝડપથી વૃદ્ધિ પામતાં જોઇએ છીએ, કેમ કે બીજા દેશોના યહૂદી લોકો ઈસુનું અનુસરણ કરવાની શરૂઆત કરે છે. તેઓ જયારે પવિત્ર આત્માનુ સામર્થ્ય મેળવે છે, ત્યારે તેમનુ જીવન બદલાઈ જાય છે, અને તે સમુદાય આનંદ અને ઉદારતાથી ભરપૂર થઇને નવી અને પરિવર્તનકારી રીતે જીવન જીવવાની શરૂઆત કરે છે. તેઓ દરરોજ સાથે ભોજન કરે છે, નિયમિતપણે એકબીજાને માટે પ્રાર્થના કરે છે, અને તેઓમાં જેઓ ગરીબ છે, તેમની જરૂરિયાતો પૂરી પાડવા માટે તેમની સંપતિ પણ વેચી દે છે. તેઓ શીખે છે કે નવા કરાર હેઠળ જીવવાનો અર્થ શો છે, જેમાં ઈશ્વરની હાજરી મંદિરને બદલે લોકોમાં નિવાસ કરે છે. કદાચ તમે લેવિયના પુસ્તકમાં જણાવેલ એક વિચિત્ર વાત વિષે જાણતા હશો, જેમાં બે યાજકોએ મંદિરમાં ઈશ્વરનું અપમાન કર્યું હતું, અને અચાનક મરણ પામ્યા હતા. આજના વાંચનમાં લૂક એવા બે લોકોની વાત કહે છે, જેમણે પવિત્ર આત્માના નવા મંદિરનુ અપમાન કર્યું અને મરણ પામ્યા. શિષ્યોને ચેતવણી આપવામાં આવી હતી. તેઓ નવા કરારની આ ગંભીરતાને સમજે છે અને ચેતવણી પામે છે, અને નવા મંદિરમાં જે ભ્રષ્ટાચાર હતો તેને સુધારવામાં આવે છે પરંતુ જૂના મંદિરના મકાનમાં હજુ પણ ભ્રષ્ટાચાર ચાલુ જ છે, કેમ કે મંદિરના ધાર્મિક આગેવાનો ઈસુના અનુયાયીઓ અને ઈસુના સંદેશની વિરુધ્ધ લડવાનુ ચાલુ રાખે છે.મુખ્ય યાજક અને તેના અધિકારીઓ પ્રેરિતોથી એટલા બધા ડરી ગયા છે, તેથી તેઓ ફરીથી તેઓને જેલમાં નાખે છે, પરંતુ એક દૂત આવીને તેમને જેલની બહાર કાઢે છે, અને તેમને કહે છે કે મંદિરમાં જઈને ઈસુના રાજયનો સંદેશ આપવાનું કામ ચાલુ રાખો. ધાર્મિક આગેવાનો પ્રેરિતોને ઈસુ વિષે પ્રચાર કરવાનું બંધ કરવાનું દબાણ કરે છે, પરંતુ પ્રેરિતો તેમ કરવાનુ ચાલુ રાખે છે. તેથી ધાર્મિક આગેવાનો પ્રેરિતોને મારી નાખવા માટે તૈયાર થાય છે, પરંતુ ગમાલ્યેલ નામનો એક માણસ તેમની સાથે એવી દલીલ કરીને તેમને રોકે છે, કે જો તેમનો સંદેશ ઈશ્વર પાસેથી છે, તો કોઈ પણ વ્યક્તિ તેમને રોકી શકશે નહિ.

વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપોઃ

• જો અનાન્યા અને સાફિરા તેમના દાન વિષે સત્ય કહેશે તો તેમણે શું ગુમાવવું પડશે તે વિષેના તેમના વિચારો વિશે તમે કેવો વિચાર કરો છો?? તે નુકસાનથી પોતાને બચાવવા માટે તેમણે શું કરવાની પસંદગી કરી, અને ત્યાર બાદ શું બન્યું ( જુઓ 5: 1-11)?

• જો તેઓ ધાર્મિક આગેવાનોને બદલે ઈશ્વરનુ માનશે તો તેઓ શું ગુમાવશે એ વિષેના પ્રેરિતોના વિચારો વિશે તમે કેવો વિચાર કરો છો?તેઓ શું ગુમાવી શકે છે તે જાણ્યા છતાં તેમણે શું કરવાનું પસંદ કર્યું, અને ત્યારબાદ શું થયું (જુઓ 5:29 અને 5:40)? શિષ્યોએ તેમની આજ્ઞાધીનતાના પરીણામો વિષે કેવી લાગણીનો અનુભવ કર્યો હતો? (જુઓ 5: 41.-42)

• ગમાલ્યેલના 2000 વર્ષ જૂના શબ્દો (5:34-39) પર અને ઈસુનો સંદેશ કે આજે પણ દુનિયાને બદલી રહ્યો છે, તેના વિષે વિચાર કરો.તે તમને કયા વિચારો, પ્રશ્નો અથવા લાગણીઓની પ્રેરણા આપે છે?

• તમારા વાંચન અને મનન મુજબ પ્રાર્થના કરો. ઇશ્વરના વણથંભ્યા સંદેશ માટે ઈશ્વરનો આભાર માનો. દરેક બાબતો માટે ઈશ્વરની આગળ પ્રામાણિક બનો, અને ગમે તે કિંમત ચૂકવવી પડે તોપણ ઈશ્વરની આજ્ઞાઓ પાળવા માટે તેમનો આત્મા તમને સામર્થ્યથી ભરી દે તે માટે પ્રાર્થના કરો.

读经计划介绍

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

More