BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક预览

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

20天中的第20天

રોમ જવાના માર્ગમાં પાઉલને લઈને જઈ રહેલું વહાણ હિંસક તોફાનમાં ફસાયું. વહાણના દરેક યાત્રીઓ ગભરાઈ જાય છે, પરંતુ પાઉલ તો ઈસુએ તેમની ધરપકડ થઇ તેની આગલી રાત્રે કર્યું હતું, તેમ ભોજનનું આયોજન કરે છે. પાઉલ આશીર્વાદ માગીને રોટલી તોડે છે, અને વચન આપે છે કે તોફાનમાં પણ ઇશ્વર તેમની સાથે છે. બીજે દિવસે વહાણ ખડકો સાથે અથડાઇને તૂટી જાય છે, અને બધા ખલાસીઓ સુરક્ષિત રીતે કિનારે પહોંચે છે. તેઓ સલામત છે, પરંતુ પાઉલ હજુ પણ બેડીઓમાં છે. તેને રોમમાં લઈ જવામાં આવે છે, અને એક ઘરમાં નજરકેદમાં રાખવામાં આવે છે. પરંતુ તે એટલું ખરાબ નથી, કેમ કે યહૂદીઓ અને બિન-યહૂદીઓના મોટા જૂથોને ત્યાં બોલાવવાની અને તેમને ઈસુ રાજા વિશેની ખુશખબર આપવાની પાઉલને પરવાનગી છે. તેથી ઈસુનું ઉથલ-પાથલ કરનારું રાજ્ય આશ્ચર્યજનક રીતે એક કેદીના દુઃખથી રોમમાં વિકસી રહ્યું છે, રોમ તો વિશ્વના સૌથી શક્તિશાળી સામ્રાજ્યનું હૃદય છે. અને રાજ્યો વચ્ચેના આ વિરોધાભાસ સાથે લૂક પોતાનો અહેવાલ જાણે કે તે એક લાંબી વાતનું ફક્ત એક પ્રકરણ હોય તે રીતે પૂરો કરે છે. તેની સાથે-સાથે તે જણાવે છે, કે વાચકોએ સમજવું જોઈએ કે શુભસંદેશ આપવાની યાત્રા પૂરી થઈ નથી. ઈસુ પર વિશ્વાસ કરનારા બધા લોકો અત્યાર સુધી ફેલાઇ રહેલા ઈસુના રાજ્યમાં ભાગ લઈ શકે છે.

વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:

• લૂકના બીજા ભાગની છેલ્લી કલમની સમીક્ષા કરો (પ્રે.કૃ. ૨૮:૩૧). કોણે વિચાર્યું હશે કે રોમની જેલ ઇશ્વરના સંદેશને કોઈ અવરોધ વિના ફેલાવતું સ્થાન બની જશે? શું તમને ઇશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરવામાં અને વહેચવામાં અવરોધ થતો હોય તેમ લાગે છે? કદાચ તે સ્વાસ્થ્યને લગતી એક લાંબી સમસ્યા છે, પ્રારંભિક પિતૃત્વ અથવા કંટાળાજનક આર્થિક મુશ્કેલી છે. ઈશ્વર તે અડચણોને કેવી રીતે દૂર કરવા માગે છે, અને કેવી રીતે તેને પોતાના રાજયનો પ્રસાર કરવા માટે એક તકરૂપ બનાવવા માંગે છે તે બતાવવા માટે ઈશ્વરને વિનંતી કરો. જયારે તમે શકયતાઓને જુઓ છો, ત્યારે તેમાં હિંમતથી જીવન જીવવા માટે ઈશ્વરને પ્રાર્થના કરો.

• શું તમે માનો છો કે ઈસુ જ એકમાત્ર સાચા રાજા છે, અને તેમનું રાજય એક શુભસંદેશ છે? તમે કોને આ વાત જણાવી શકો છો? વાંચનની આ યોજનામાં સહભાગી થવા માટે એક અથવા બે લોકોને તમારી સાથે જોડાવાનું આમંત્રણ આપો. બીજી વારમાં તમે વધારે સમજશો અને તમારો અનુભવ તમારા મિત્રોને જણાવશો.

读经计划介绍

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

More