BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક预览

આ બીજા વિભાગમાં લૂક બતાવે છે કે સ્તેફનની કરૂણ હત્યા ઈસુની ચળવળને રોકી શકતી નથી. ખરેખર તો, સતાવણીની અસરને લીધે ઘણા શિષ્યો યરૂશાલેમની બહાર આસાપાસના બિન-યહૂદી વિસ્તારો યહૂદિયા અને સમરૂનમાં વિખેરાઈ જાય છે. જયારે શિષ્યો બહાર જાય છે, ત્યારે તેઓ ઈસુએ તેમને આપેલી આજ્ઞા મુજબ ઈશ્વરના રાજયનો સંદેશ તેમની સાથે લઇને જાય છે. શિષ્યો ઈસુની વાતનો પ્રચાર કરે છે, અને લોકો ચમત્કારીક રીતે સ્વતંત્રતા અને સાજાપણું પ્રાપ્ત કરે છે. એક પ્રખ્યાત જાદુગર જુએ છે કે ઈશ્વરનું સામર્થ્ય તેના પોતાના સામર્થ્ય કરતા અનેક ગણું છે, અને ઈથોપીયાની રાણીના દરબારનો એક ખોજો બાપ્તિસ્મા પામે છે. ઈશ્વરનું રાજય ફેલાઈ રહ્યું છે, અને ઈશ્વરની યોજનાને કોઈ ઉંધી વાળી શકતું નથી, શાઉલ નામનો માણસ પણ નહિ, જે એક ધાર્મિક આગેવાન હતો, અને ઈસુના અનુયાયીઓને તેમના ઘરોમાંથી બહાર ખેંચી લાવીને તેમને કેદખાનામાં નાખતો હતો. જયારે શાઉલ બીજા વધારે શિષ્યોને પકડીને કેદખાનામાં નાખવા માટે દમસ્કસના રસ્તે જતો હતો, ત્યારે તેને અંધ બનાવી દેનાર પ્રકાશ અને આકાશમાંથી થતી વાણી દ્વારા રોકવામાં આવ્યો. એ તો પુનરૂત્થાન પામેલા ઈસુ હતા, જે શાઉલને પૂછી રહ્યા હતા કે તે શા માટે તેમને સતાવે છે. આ મુલાકાત અને અદભુત નિશાનીઓને લીધે ઈસુ ખરેખર કોણ છે તે વિષે શાઉલનુ મન એકદમ બદલાઈ ગયું. શાઉલની યોજનાઓ ઉલટાવી દેવામાં આવી હતી. હવે દમસ્કસમાં ઈસુના અનુયાયીઓને સતાવવાને બદલે, શાઉલ તે અનુયાયીઓમાંનો એક બને છે અને તરત જ ઈસુને માણસના દિકરા તરીકે પ્રગટ કરે છે.
વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:
• સિમોન જાદુગર સાથેના પિતરના સંવાદને જુઓ (જુઓ 8:18-24). તમે શું જુઓ છો? તમને શું લાગે છે, સિમોનને પવિત્ર આત્મા કેમ જોઈતો હતો? ભેટ અને ખરીદી વચ્ચે શો તફાવત છે? ઈશ્વરને એક ગુલામની જેમ કમાઈ અથવા ખરીદી શકાય છે તે માન્યતા કેવી છે (8:23)?
• દરબારના અધિકારી સાથેના ફિલીપના સંવાદની સમીક્ષા કરો (જુઓ 8:30-37). તે અધિકારીને યશાયાના પુસ્તકના લખાણ વિશે કેટલાક પ્રશ્નો હતા અને ફિલિપે તેને ઈસુ વિષેના સંદેશને પ્રગટ કરીને જવાબ આપ્યો હતો. તમારી જાતે આ પુસ્તક વાંચો, અને અવલોકન કરો (યશાયા 53 જુઓ). યશાયા 53 ઈસુનું વર્ણન કેવી કરે છે?
• શાઉલે જે ઇરાદાઓ સાથે મુસાફરી કરી હતી તેની સાથે (9:1-2 જુઓ) શાઉલની વાસ્તવિક મુસાફરીના અનુભવને (9:20-24 જુઓ) સરખાવો. શું તમે તેની સાથે સુસંગત છો? ઈશ્વરે કેવી રીતે તમને અને તમારા જીવનની યોજનાઓને પરિવર્તિત કર્યાં છે?
• તમારા વાંચન અને મનન મુજબ એક પ્રાર્થના કરો. પ્રેરણાદાયક આશ્ચર્યની વાત વિશે ઇશ્વર સાથે વાત કરો. તમારા ઇરાદાઓ ઈશ્વરને સમર્પિત કરો અને ઈશ્વર ખરેખર કોણ છે તે વિષેના તમારા દર્શનને નવુ કરવા માટે ઈશ્વરને વિનંતી કરો.
读经计划介绍

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
More