BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક预览

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

20天中的第12天

લૂક આપણને આખા રોમન સામ્રાજયમાં પાઉલે કરેલી મિશનરી મુસાફરી વિષે કહેવાનું ચાલુ રાખે છે. તે મુસાફરી કરીને હિંમતભેર ઈસુના રાજયનો શુભસંદેશ જણાવે છે, અને ઘણાઓને પાઉલનો સંદેશ તેમની રોમન જીવનશૈલી માટે જોખમરૂપ લાગે છે. પરંતુ કેટલાક એવા લોકો પણ છે, જેઓ પાઉલના સંદેશને એક એવા શુભસંદેશ તરીકે સ્વીકારે છે, જે જીવનની એક નવી રીત આપે છે. ઉદાહરણ તરીકે લૂક આપણને ફિલીપીના દરોગા વિષે વાત કરે છે. જયારે પાઉલ અને સિલાસને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવે છે, ત્યારે આપણે તેના વિશે વાંચીએ છીએ.

આખા શહેરમાં ધાંધલ ઉભી કરવાનુ તહોમત લગાવીને પાઉલ અને તેના સાથી કાર્યકર સિલાસને અન્યાયી રીતે મારવામાં આવે છે, અને જેલમાં નાંખવામાં આવે છે. તેમની કોટડીમાં ઉઝરડા અને લોહી નીકળતી પરિસ્થિતિમાં પણ જાગતા રહીને તેમણે ઈશ્વરને પ્રાર્થના કરવાની, અને ઈશ્વરના સ્તુતિગીતો ગાવાની શરૂઆત કરી. કેદીઓ તેમના સ્તુતિગીતો સાંભળતા હતા, ત્યારે એક એવો મોટો ધરતીકંપ થયો કે જેલના પાયાઓ હાલી ગયા, કેદીઓની સાંકળો તૂટી ગઈ, અને જેલના બધા જ દરવાજાઓ ખુલી ગયા. દરોગો તે જુએ છે અને કેદીઓને નાસી જવા દેવાને લીધે તેને મૃત્યુદંડ મળશે એવા વિચારે તે જીવનથી હતાશ બનીને, પોતાની જ વિરુધ્ધ તલવાર તાણે છે. પરંતુ પાઉલ તેને સમયસર રોકે છે, અને તેનો જીવ બચાવે છે. તે જોઇને કઠણ હ્રદયનો દરોગો નમ્ર બની જાય છે, અને પાઉલ તથા સિલાસના પગ આગળ નમી પડે છે.તેને ભાન થાય છે કે તેના જીવનને અનંતકાળને માટે બચાવવાની જરૂર છે, તેથી તે તેનો માર્ગ જાણવા ઇચ્છે છે. પાઉલ અને સિલાસ તેને આતુરતાથી તે માર્ગ જણાવે છે, અને તે જ દિવસે તે દરોગો અને તેનું આખું કુટુંબ ઈસુને અનુસરવાની શરૂઆત કરે છે.



વાંચો, મનન કરો અને પ્રતિભાવ આપો:

• જેલના દરવાજા ખુલી ગયા હતા. પાઉલ અને સિલાસ નાસી જઈ શકયા હોત, અને દરોગાને તેના પરિણામો ભોગવવા દીધા હોત, પણ તેઓ એમ કરતા નથી. તેઓ તેમની કોટડીમાં જ રહે છે અને એક એવા માણસને બચાવે છે, જેણે તેમને ત્યાં નાંખ્યા હતા. તે તમને તેમના ચરિત્ર વિષે અને ઈસુના રાજય વિષે પ્રચાર કરવાના તેમના સેવાકાર્યના ખરા હેતુ વિષે શું જણાવે છે?

• પાઉલ અને સિલાસે દરોગાને આપેલા અદભુત પ્રતિભાવે તેના જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું હતું, તેના વિશે મનન કરો (જુઓ 16:28-34). આજે તમારા અદભુત પ્રતિભાવની કોને જરૂર છે?

• શું તમે જીવનથી હતાશ છો? તમારી જાતને હાનિ પહોંચાડશો નહિ ; ઈસુ તમારા માટે હાજર છે. તે તમને પ્રેમ કરે છે. આજે તેમના પર વિશ્વાસ કરો. પ્રભુને તમારી લાગણીઓ જણાવો, તમારી જરૂરિયાતો પૂરી પાડવા માટે તેમને વિનંતી કરો, અને તે તમને જીવનની એક નવી શૈલી તરફ દોરી જાય તે માટે તેમને તમારા જીવનમાં આમંત્રણ આપો. તે તમારું સાંભળે છે.

读经计划介绍

BibleProject | ઉથલ પાથલ કરતું રાજ્ય / ભાગ 2 - લૂક

બાઇબલ પ્રોજેક્ટ દ્વારા લોકો, નાના જૂથો અને પરિવારોને 20 દિવસમાં લૂકની સુવાર્તાનું વાંચન કરવાની પ્રેરણા આપવા માટે "ઉથલ પાથલ કરનાર રાજ્ય ભાગ-2" તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના સહભાગીઓને ઈસુનો મેળાપ થાય, અને તેઓ લૂકના પુસ્તકની અદ્દભૂત રચના તથા વિચારોના પ્રવાહને સમજે તે માટે તેમાં ઍનિમેટેડ વિડિયો, પ્રેરણાદાયી સારાંશો અને મનનાત્મક પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

More